ગુજરાતનાં ખેડા જિલ્લાનાં આ મંદિરમાં ૭૫૦ જેટલાં મટકામાં ભર્યું છે ૬૨૮ વર્ષ જુનું ઘી, મહિલાઓને નથી આપવામાં આવતો મંદિરમાં પ્રવેશ

Posted by

ગુજરાતનાં નડિયાદ ગામથી લગભગ ૩૦ કિલોમીટરનાં અંતર પર એક નાનું ગામ છે રઢુ. આ ગામમાં લગભગ માત્ર ૨૦ હજાર લોકો જ રહે છે પરંતુ આ ગામમાં કામનાથ મહાદેવનું એક વિશાળ મંદિર છે, જે ગામનાં જ એક ભક્તે સ્થાપિત કર્યું હતું. ઘણા મહાદેવનાં મંદીરની જેમ જ નજર આવનારા આ મંદિરમાં મહિલાઓ જઈ શકતી નથી. તેનું કારણ શું છે તે કોઇ જાણતું નથી પરંતુ વર્ષોથી ગામ વાળાની આ જ માન્યતા છે અને ૬૨૮ વર્ષથી આ માન્યતાને ફોલ્લો પણ કરવામાં આવી રહી છે.

આ મંદિરમાં ૬૨૮ વર્ષોથી જ દિવો પ્રગટી રહ્યો છે, જેમાં દરરોજ ૧૦ કિલો ઘી નો ઉપયોગ થાય છે. કહેવાય છે કે આ શિવલિંગ પર ઘી ચડાવવા વાળાના ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે એટલા માટે દરેક લોકો અહી ઘી ચઢાવે છે. આ ઘી ભેગુ થાય છે એક માટલામાં અને આ રીતે ૬૨૮ વર્ષ જુનું ઘી પણ આ મંદિરમાં હાજર છે.

૭૫૦ માટલામાં ૫૦૦ ક્વિન્ટલ ઘી

અહીં ૭૫૦ ઘી ના માટલા છે, જેમાં લગભગ ૫૦૦ ક્વિન્ટલ શુદ્ધ ઘી ભરેલું છે. તેનો ઉપયોગ દિવા સિવાય પ્રતિવર્ષ શ્રાવણ માસનાં દિવસે હવનમાં પણ કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં દરરોજ ૧૩ કલાક સુધી અહીં હવન-પુજન હોય છે અને દુર-દુરથી પણ લોકો અહીં આવે છે. જાણકારી પ્રમાણે તો ઘણીવાર એક દિવસમાં ૧૦૦ કિલો ઘી નો પણ ચઢાવો થઈ જાય છે.

આજે પણ આવી જાય છે પુર

રડુ માં રહેતા પટેલ જેસંગબાઈ હીરાબાઈ નામક વ્યક્તિ મહાદેવનાં દર્શન વગર જળ-અન્ન લેતા નહોતા. તેથી તે એક દિવસ જ્યારે રઢુ ગામ થી ૮ કિલોમીટર અંતર પર બનેલા પુનાદ ગામમાં મહાદેવ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતાં. તે ગામ સુધી પહોંચવામાં વચ્ચે માધ્યમ નદી આવતી હતી પરંતુ જ્યારે એક દિવસ શ્રાવણ મહિનામાં જ્યારે ગામમાં ભયંકર પુર આવી ગયું તો તે મંદિર ના જઈ શક્યા અને ૮ દિવસ સુધી નદીમાં પુરનું પાણી ભરાઈ રહ્યું અને તેઓ ૮ દિવસ સુધી અન્નજળ-ગ્રહણ ના કરી શક્યા.

કહેવાય છે કે ત્યારે મહાદેવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને પુનાદ ગામનાં મંદિરમાંથી જ્યોત લાવવા માટે કહ્યું અને નદીમાં પાણી ઓછું થતાં જ તે ગામનાં લોકો સાથે ગયા અને જેસંગબાઈ હીરાબાઈ પુનાદનાં મહાદેવ મંદિરમાંથી જ્યોત લઈ આવ્યા. ત્યારથી જ રઢુ ગામમાં પણ મહાદેવ મંદિરની સ્થાપના થઈ. સેવાર્થી પ્રતાપભાઈ એ જાણકારી આપતા જણાવ્યું કે, આજે પણ પુનાદ ગામ જવા માટે નદી પાર કરીને જવું પડે છે.

૫૦ વર્ષ જુના છે પંડિત

રઢુ ગામની આસપાસ ૭ નદી છે. અહીં પર પુલ ના હોવાથી આજે પણ ગામમાં વરસાદનાં દિવસોમાં હંમેશા પુર આવી જાય છે પરંતુ ક્યારેય જાનહાનિ થઈ નથી. જો કે મંદિરનાં પ્રાંગણમાં પણ પાણી ભરાઈ જાય છે. શ્રાવણ માસમાં અહીં ભવ્ય મેળો થાય છે અને ઘણું બધું ઘી ચઢાવવામાં આવે છે. આ ઘી ને મન્નત નું ઘી પણ કહેવાય છે. અહીંના પંડિતો પણ ૫૦ વર્ષ જુના છે. મુખ્ય પુજારી કૈલાશપુરી છે. હવે તેમના પૌત્ર પણ મંદિરમાં સેવા આપે છે પરંતુ મંદિરમાં જે પણ દાન આવે છે તે પંડિતજી રાખતા નથી. તે બધું જ સંતોને આપી દેવામાં આવે છે.