ગુજરાતનો આ ૬ વર્ષનો બાળક બન્યો દુનિયાનો યુવા કોમ્પ્યુટર પ્રોગ્રામર, ગીનીશ બુકમાં નોંધાયું નામ

Posted by

દરેક વ્યક્તિની અંદર કોઈ ને કોઈ પ્રતિભા જરૂર હોય છે. જો વ્યક્તિ પોતાના અંદર રહેલી પ્રતિભાને ઓળખી લે છે તો તે દુનિયામાં કંઈક અલગ જ કરી શકે છે. ઘણીવાર તમે લોકોએ એવું સાંભળ્યું હશે કે જે કામ મોટી ઉંમરના લોકો કરી શકે છે, તે નાની ઉંમરના લોકો કરી શકતા નથી પરંતુ એવું બિલકુલ પણ હોતું નથી. કોઈપણ કામને કરવા માટે ઉંમર મહત્વ રાખતી નથી. જે ઉંમરના વ્યક્તિ પોતાની અંદરની ક્ષમતાને ઓળખી લે છે તો તે એ દરેક કામ કરવામાં સક્ષમ હોય છે જે એક મોટી ઉંમરનું વ્યક્તિ કરી શકે છે. આજે અમે તમને ૬ વર્ષના એક એવા બાળકનાં વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેમણે કોમ્પ્યુટરની દુનિયામાં પોતાની પ્રતિભા બતાવી છે, જેના લીધે તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. આ નાની ઉંમરના બાળકની પ્રતિભાને જોઈને સોફ્ટવેર એન્જીનીયર પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

૬ વર્ષના બાળકે કોમ્પ્યુટર પ્રોગ્રામીંગની દુનિયામાં કર્યો કમાલ


અમે તમને જે ૬ વર્ષના બાળકના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, તેનું નામ અરહમ ઓમ તલસાણીયા છે. જેમણે શક્તિશાળી પાઇથન પ્રોગ્રામિંગ ભાષા પરીક્ષાને પાસ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ખબરોના અનુસાર એવું જાણવા મળ્યું છે કે અમદાવાદના આ બાળકે ૬ વર્ષની નાની ઉંમરમાં જ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતી કોમ્પ્યુટર લેંગ્વેજ “પાઇથન” ની પરીક્ષા ક્લિયર કરી લીધી છે. તમને જણાવી દઇએ કે આ પરીક્ષા ૨૩ જાન્યુઆરી ૨૦૨૦ નાં રોજ માઈક્રોસોફ્ટ દ્વારા અધિકૃત પિયર્સન વ્યું ટેસ્ટ સેન્ટર દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ પરીક્ષાને ઘણા બધા એન્જિનિયરોએ પાસ કરવાની પૂરી કોશિશ કરી હતી પરંતુ તે ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. પરંતુ અરહમ ઓમ તલસાણીયા એ આ કાર્યને પૂરું કરી બતાવ્યું છે.

જણાવી દઈએ કે આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિક ૭ વર્ષીય મોહમ્મદ હમજા શહજાદની પાસે હતો પરંતુ અરહમ એ તેમના આ રેકોર્ડને તોડી દીધો છે. આ પરીક્ષામાં કેન્ડિડેટસને ૧૦૦૦ અંકમાંથી ૭૦૦ અંક પાસ થવા માટે જરૂરી હતા અને તેમણે ૯૦૦ અંક મેળવી લીધા, જેના લીધે અરહમને માઈક્રોસોફ્ટ ટેકનોલોજી એસોસીએટનાં રૂપમાં માન્યતા પ્રાપ્ત થઈ છે. તેમના પરિવારના લોકો પોતાના દિકરાની આ સફળતાથી ઘણા જ ખુશ છે અને ખૂબ જ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે.

નાની ઉંમરમાં જ કોમ્પ્યુટર સાથે હતો લગાવ

જ્યારે અરહમ  ઓમ તલસાણીયાની ઉંમર માત્ર બે વર્ષની હતી ત્યારથી જ તેમને કોમ્પ્યુટરમાં દિલચસ્પી હતી. સમયની સાથે સાથે તેમની રૂચિ વધતી ગઈ, તેમણે પોતાના પિતાજી પાસેથી ઘણું બધું શીખ્યું. જ્યારે તેમના પિતાજી ઘરે રહીને જ કામ કરી રહ્યા હતા ત્યારે અરહમ ઓમ તલસાણીયા પોતાના પિતાજી પાસેથી ઘણું બધું શીખ્યો હતો અને અરહમ એ પોતાના પિતાજી પાસે વિડીયો ગેમ બનાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. દિકરાની આ દિલચસ્પીને જોઈને પિતાજી સમજી ગયા હતા કારણ કે તેમનો પુત્ર તમામ ચીજો ખૂબ જ ઝડપથી શીખી રહ્યો હતો. આ સ્થિતિમાં તેમના પિતાજીએ માઈક્રોસોફ્ટ અધિકૃત પરીક્ષા પોતાના દિકરાને અપાવવાનો નિર્ણય કર્યો. આ પરીક્ષામાં ખૂબ જ હાઇ લેવલની વિશ્વસનીયતા છે પરંતુ અરહમ ઓમ તલસાણીયાએ તેને ફક્ત છ વર્ષની ઉંમરમાં ક્લિયર કરી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *