હાલમાં દેશભરમાં બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીની ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. લાખો ભાવી ભક્તો ભક્તિભાવ સાથે તેમના દરબારમાં હાજરી આપે છે. હાલમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબારનું ગુજરાતનાં વિવિધ શહેરોમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપી રહ્યા છે.
ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે યોજાયો હતો તેમજ ગુજરાત શહેરમાં યોજાયેલ દિવ્ય દરબારમાં ગુજરાતી કલાકારોએ પણ હાજરી આપી હતી. ગુજરાતનાં મોટાભાગનાં કલાકારોને ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ મળ્યા હતાં.
ગુજરાતની કોયલ તરીકે ઓળખાતા લોકગાયક ગીતાબેન રબારીએ પણ રાજકોટ શહેરમાં યોજાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં હાજરી આપી હતી અને પોતાનાં પ્રવચનથી દિવ્ય દરબારને પવિત્ર બનાવ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબારમાં કાર્યક્રમના અંતે ગીતાબેન રબારીને પણ ખેસ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ગીતાબેન રબારી એ આ દિવ્ય દરબારમાં પોતાના સુરીલા અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
ગીતાબેન રબારી સાથે તેમના પતિ પૃથ્વી રબારી એ પણ દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનાં આશીર્વાદ લીધા હતાં. આ તમામ તસ્વીરો ગીતાબેન રબારી એ પોતાનાં સોશિયલ મીડિયા પએકાઉન્ટ ર પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલી આ તસ્વીરોની સાથે ગીતાબેન રબારી એ દિવ્ય દરબારમાં અનુભવેલી લાગણી વ્યક્ત કરી છે.
View this post on Instagram
ગીતાબેન રબારીએ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા ફોટોઓનાં કેપ્શનમાં લખ્યું છે કે, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને મળીને મને ખુબ જ ખુશી પ્રાપ્ત થઇ રહી છે અને મેં તેમનાં આશીર્વાદ પણ લીધા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીજી સનાતન ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે લોકોને જાગૃત કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. જય સિયારામ, જય બાલાજી મહારાજ”. ગીતાબેન રબારીએ પોસ્ટ કરેલી આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.