ગુમનામીનું જીવન પસાર કરી રહ્યા છે આ નેતાઓના બાળકો, બોલિવૂડમાં કરિયર બનાવવાનું હતું સપનું

Posted by

બોલિવૂડમાં હંમેશાથી જ નેપોટીજ્મને લઈને એક લાંબી ચર્ચા ચાલતી રહે છે. ઇન્ડસ્ટ્રીમાં અમુક લોકો એવા છે, જે હંમેશા માને છે કે બોલિવૂડમાં નેપોટીજ્મ રહેલું છે તો વળી અમુક લોકો એવા પણ છે, જેમનું માનવું છે કે બોલિવૂડમાં ફક્ત અને ફક્ત એક્ટિંગના દમ પર જ જગ્યા બનાવી શકાય છે. જોકે ઘણીવાર બોલીવૂડમાં નેપોટીજ્મની વાત સાચી સાબિત થતી નજર આવે છે. તો આજે અમે આ આર્ટીકલમાં તમને અમુક એવા સ્ટાર્સના વિશે જણાવીશું, જેનો સંબંધ પોલિટિકલ ફેમિલી સાથે છે અને બોલીવુડમાં પણ તે પોતાનો હાથ અજમાવી ચૂક્યા છે. તેમ છતાં પણ તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈ ખાસ સફળતા મળી શકી નહી. ચાલો જાણી લઈએ આખરે આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે.

નેહા શર્મા

એક્ટ્રેસ નેહા શર્મા બોલિવૂડની સૌથી સુંદર એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ છે. નેહાની સુંદરતાના આમ તો લાખો લોકો દિવાના છે, પરંતુ તેમ છતાં પણ તેમનું ફિલ્મી કરિયર કંઈ ખાસ રહ્યું નથી. નેહાએ સાઉથ ઇન્ડિયન ફિલ્મ “ચિરૂથા” થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૦૭માં રીલિઝ થઈ હતી. નેહા એ વર્ષ ૨૦૧૦માં રિલીઝ થયેલી ફિલ્મ “ક્રૂક” થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. જોકે બોલિવૂડમાં નેહા કંઈ ખાસ કમાલ બતાવી શકી નહી. તમને જણાવી દઈએ કે નેહા શર્માનાં પિતા અજીત શર્મા ભાગલપુર બિહારથી કોંગ્રેસના વિધાયક છે.

આયુષ શર્મા

અભિનેતા આયુષ શર્માએ ફિલ્મ “લવયાત્રી” થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે આયુષ શર્મા સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપૂર્ણ રીતે ફ્લોપ રહી. જણાવી દઈએ કે આયુષ શર્મા સલમાન ખાનના જીજા છે. તેમણે સલમાનની બહેન અર્પિતા સાથે લગ્ન કર્યા છે. તેના સિવાય આયુષ શર્માનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ પોલિટિકલ છે. આયુષ શર્માનાં પિતા અનિલ શર્મા મંડી હિમાચલ પ્રદેશથી ભાજપના મોટા નેતા છે. તેમ છતાં પણ આયુષ હજુ સુધી બોલિવૂડમાં કંઈ ખાસ કમાલ બતાવી શક્યા નથી.

ચિરાગ પાસવાન

બિહારની રાજનીતિના કદાવર નેતા રામવિલાસ પાસવાનના દિકરા ચિરાગ પાસવાન પણ બોલીવુડમાં પોતાનો હાથ અજમાવી ચૂક્યા છે. તેમણે વર્ષ ૨૦૧૧માં રીલિઝ થયેલી ફિલ્મ “મિલે ના મિલે હમ” માં એક્ટ્રેસ કંગના રનૌત સાથે કામ કર્યું હતું. જોકે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. ચિરાગ બોલિવૂડમાં પોતાનો જલવો બતાવી શક્યા નહી અને ત્યારબાદ તેમણે પોતાનું કરિયર રાજકારણમાં શોધવાનું શરૂ કરી દીધું. તે પોતાના પિતાની સાથે રહીને રાજકારણના દાવપેચ સમજવા લાગ્યા. હાલમાં જ રામવિલાસ પાસવાનનું નિધન થઈ ગયું, ત્યારબાદ તેમના દિકરા ચિરાગ પાસવાને લોક જનશક્તિ પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળ્યું અને હાલના દિવસોમાં બિહારની રાજનીતિમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે.

લવ સિન્હા

વીતેલા જમાનાના મશહૂર અભિનેતા શત્રુઘ્ન સિન્હાનાં દિકરા લવ સિન્હા પણ આ લિસ્ટમાં સામેલ છે. શત્રુઘ્ન સિન્હાની વાત કરવામાં આવે તો તે કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે, જોકે હાલના દિવસોમાં શત્રુઘ્ન કોંગ્રેસ પાર્ટીના નેતા છે. જોકે લવ સિન્હાએ પોતાના પિતાની જેમ જ બોલિવૂડમાં હાથ અજમાવ્યો હતો, પરંતુ ત્યાં તેમને કોઈ ખાસ સફળતા મળી શકી નહી. બોલિવૂડમાં નિષ્ફળતા મળ્યા બાદ લવ રાજકારણ તરફ વળી ગયા અને હાલમાં જ તેમણે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડયા હતાં. જણાવી દઈએ કે શત્રુઘ્ન સિન્હાને બે દિકરા લવ અને કુશ છે, જ્યારે એક દિકરી સોનાક્ષી છે. સોનાક્ષી સિન્હા બોલિવૂડની મશહૂર અભિનેત્રીઓમાંથી એક છે. સોનાક્ષી ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

અરુણોદય સિંહ

અભિનેતા અરુણોદય સિંહ ઇન્ડસ્ટ્રીનાં અંડરરેટેડ કલાકારોમાંથી એક છે. તે ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો પરીચય આપી ચૂક્યા છે પરંતુ તેમને તે સફળતા મળી શકી નહી જેમના તે હકદાર હતાં. જણાવી દઈએ કે અરુણોદય એ જીસ્મ-૨, યે સાલી જીંદગી, અપહરણ, બ્લેકમેલ, અને મોહેનજોદારો જેવી ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો જલવો બતાવી ચૂક્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અરુણોદય સિંહ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશ સુબેનાં મુખ્યમંત્રી રહી ચૂકેલા અર્જુન સિંહના પૌત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *