તમારા નામનો પહેલો અક્ષર તમારા જીવનના ઘણા રહસ્યો ખોલે છે. જી હા, તે ઘણું મહત્વ રાખે છે કે તમારું નામ કયા અક્ષર પરથી શરૂ થાય છે. તેનાથી તમારા સ્વભાવ, રિલેશનશિપ અને તમારા જીવન સાથે જોડાયેલી અન્ય વાતોને ઘણી સારી રીતે જાણી શકાય છે. જોકે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ R એટલે કે “ર” અક્ષર પરથી શરૂ થનાર યુવતીઓના વ્યવહાર અને સીક્રેટ્સ વિશે. તો ચાલો જાણી લઈએ. આખરે R “ર” નામથી શરૂ થનાર યુવતીઓનો સ્વભાવ કેવો હોય છે ? અને તેની અંદર કઈ ખૂબીઓ અને કઈ ખામીઓ હોય છે?
દિલથી નિભાવે છે સંબંધ
R “ર” અક્ષર પરથી શરૂ થનાર નામવાળી યુવતીઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેની સમજદાર લોકોમાં ગણતરી કરવામાં આવે છે. તે પોતાનો પાર્ટનર જલ્દી પસંદ કરી લેતી નથી પરંતુ ખૂબ જ સમજી-વિચારીને પાર્ટનરની પસંદગી કરતી હોય છે. કહેવામાં આવે છે કે આ યુવતીઓ પોતાના સંબંધને દિલથી નિભાવે છે અને તે પોતાના મિત્રો અને પરિવારના લોકો સાથે સંબંધ નિભાવવા માટે પોતાનો જીવ લગાવી દેતી હોય છે અને તેમની ખાસ કાળજી રાખતી હોય છે.
ક્રિએટિવ હોય છે આ યુવતીઓ
તેનું મગજ ખૂબ જ તેજ હોવાની સાથે સાથે આ યુવતીઓ ખૂબ જ ક્રિએટિવ પણ હોય છે. તેમને કલા અને સંસ્કૃતિમાં ખૂબ જ રૂચી હોય છે અને આ ક્ષેત્રમાં તે યુવતીઓ પોતાની ઓળખાણ બનાવે છે.
લક્ઝરી લાઇફની શોખીન
જો તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે અને તેમના નામ ની શરૂઆત R “ર” અક્ષર પરથી થાય છે તો તમને જાણ હોવી જોઈએ કે તેમને લક્ઝરી લાઇફ સ્ટાઇલ ખૂબ જ પસંદ હોય છે. ઘર, ગાડી, કપડા, ભોજન તેમને દરેક ચીજ લક્ઝરી જોઈએ છે. આ યુવતીઓને મોંઘી અને દેખાવડી ચીજો વધારે આકર્ષિત કરતી હોય છે.
પૈસાના મામલામાં કંજૂસ
R “ર” નામની યુવતીઓના ખીસ્સામાંથી જલ્દી પૈસા નીકળી શકતા નથી એટલે કે આ યુવતીઓ પૈસાના મામલામાં ખૂબ જ કંજૂસ હોય છે અને કોઈના પર પણ જલ્દી પૈસા ખર્ચ કરતી નથી. પોતાની આ કંજૂસીની આદતના કારણથી ઘણીવાર લોકો તેમને ડિપ્લોમેટિક પણ કહી દેતા હોય છે.
દયાળુ હોય છે આ યુવતીઓ
આ યુવતીઓ દયાળુ અને ઉદાર સ્વભાવની હોય છે. કહેવામાં આવે છે કે જો તેમની સામે કોઇ વ્યક્તિ પરેશાનીમાં હોય તો તે તરત જ તેમની મદદ કરે છે. પોતાના આ દયાળુ સ્વભાવના કારણે જ પરિવાર અને સમાજમાં તેમની ગણતરી એક સારા વ્યક્તિના રૂપમાં થાય છે.
ભાવુક સ્વભાવની હોય છે
R “ર” અક્ષરના નામ વાળી યુવતીઓ ખૂબ જ ભાવુક હોય છે પરંતુ ઘણીવાર તેમના આ ભાવુક સ્વભાવનો લોકો ખોટો ફાયદો ઉઠાવવા લાગે છે અને તે ઘણીવાર મોટી સમસ્યામાં પણ ફસાઈ જાય છે.
જલ્દી બનાવી લે છે મિત્રો
તેમના આકર્ષક સ્વભાવના કારણે લોકો ખૂબ જ જલ્દી તેમના મિત્રો બની જતા હોય છે. આ જ કારણ છે કે આ યુવતીઓનું ફ્રેન્ડ સર્કલ ખૂબ જ મોટું હોય છે. કહેવામાં આવે છે કે તે ક્યારેય પણ એકલું રહેવાનું પસંદ કરતી નથી. તેમને મિત્રોનો સાથ ખુબ જ સારો લાગે છે. એટલું જ નહીં બીજા લોકો પણ તેમની સાથે ટાઈમ પસાર કરવાનું પસંદ કરતા હોય છે. કારણકે R “ર” અક્ષરના નામ વાળી યુવતીઓને દલીલ કે વાદવિવાદ પસંદ હોતા નથી. તેમને શાંતિથી જીવવું પસંદ હોય છે.
ગુસ્સાવાળી
આ યુવતીઓમાં એક ખામી એ હોય છે કે તેમને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જતો હોય છે. તે પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરી શકતી નથી. હકીકતમાં આ યુવતીઓ દરેક લોકોની સમસ્યાઓ હલ કરવાનો પ્રયત્ન કરતી હોય છે અને આ પ્રયત્નમાં જ તે બીજા લોકોનો તણાવ પણ પોતાના ઉપર લઈ લેતી હોય છે.
પોતાના જીવનના નિયમ પોતે જ બનાવે છે
તેમની એક સારી વાત એ હોય છે કે તે ખુલ્લા વિચારોવાળી હોય છે અને પોતાની રીતે જીવન જીવવાનું પસંદ કરે છે. તેમને દુનિયાના લોકો શું કહે છે તેની ચિંતા રહેતી નથી અને પોતાના જીવનના નિયમ પોતે જ બનાવે છે. માનવામાં આવે છે કે આ યુવતીઓની પોતાની એક અલગ દુનિયા હોય છે અને તે તેમાં જ જીવવાનું પસંદ કરતી હોય છે. તેને તેનાથી કંઈ જ ફરક નથી પડતો કે દુનિયાના લોકો શું કહેશે.
બીજા માટે પ્રેરણાદાયી
તે પોતાના પાર્ટનર સહિત મિત્રો માટે ખૂબ જ સારી પ્રેરણાદાયી હોય છે. તેમને બીજા લોકોને પ્રેરણા આપતા ખૂબ જ સારી રીતે આવડે છે અને તેમનો આ જ ગુણ તેમના વ્યક્તિત્વને સૌથી વધારે પ્રભાવિત કરે છે.