ગુસ્સો નાક પર લઈને જન્મે છે આ ૬ નામવાળી યુવતીઓ, તેમના ગુસ્સાથી તો બચીને જ રહેજો

Posted by

ભલે સેકસપિયરે એ વાત કહી હોય કે દુનિયામાં કોઈ વ્યક્તિનું નામ કંઈ જ મહત્વ રાખતું નથી. પરંતુ જ્યોતિષની દુનિયામાં કોઈપણ વ્યક્તિનું નામ ખૂબ જ મહત્વ રાખે છે. જ્યોતિષશાસ્ત્રમાં નામના પહેલા અક્ષરથી કોઇપણ વ્યક્તિના સ્વભાવ વિશે જાણવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે. બસ એટલું જ નહીં આપણે કોઈપણ વ્યક્તિના નામથી જ એ જાણી શકીએ છીએ કે તેમના જીવનમાં ખુશી અને દુઃખ ક્યારે અને કઈ રીતે આવશે.

પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. તે નામની યુવતીઓ વિશે જેને જ્યોતિષશાસ્ત્રમાં સૌથી વધારે ગુસ્સો કરવા વાળી બતાવવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રમાં એ વાતનો ઉલ્લેખ છે કે B, H, L, P, R અને S નામવાળી યુવતીઓનો સ્વભાવ કેવો હોય છે.

એ વાત તો આપણે બધા જ માનીએ છીએ કે જન્મનો સમય અને સ્થાનનો પ્રભાવ દરેક વ્યક્તિના સ્વભાવ પર પડે છે. પરંતુ જન્મ પછી બાળકનું નામ રાખવામાં આવે છે તેમનો પ્રભાવ પણ તેમના સ્વભાવ પર પડતો હોય છે. ઘણા એવા લોકો હોય છે જેમના નામના અક્ષર એકસરખા હોય તો તેમનો સ્વભાવ પણ લગભગ એક જેવો જ હોય છે.

આજે અમે તમને B, H, L, P, R અને S નામવાળી યુવતીઓનો સ્વભાવ બતાવવા જઈ રહ્યા છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે B, H, L, P, R અને S નામની યુવતીઓનો સ્વભાવ ખૂબ જ ગુસ્સા વાળો હોય છે. આ નામની યુવતીઓને ખુબ જ ગુસ્સાવાળી માનવામાં આવે છે. જો કે તેમનામાં અમુક ખુબીઓ પણ હોય છે.

B નામની યુવતીઓનો સ્વભાવ

જે યુવતીનું નામ B થી શરૂ થાય છે તેમનો સ્વભાવ સાફ હદયનો હોય છે. પરંતુ વાત વાત પર ગુસ્સો આવવો તેમની સૌથી મોટી પરેશાની હોય છે. ઘણીવાર આ નામની યુવતીઓ પોતાનો ગુસ્સો બીજા લોકો પર ઉતારે છે. જોકે વધારે ગુસ્સો હોવા છતાં પણ તે સારું વ્યક્તિત્વ ધરાવે છે.

H નામની યુવતીઓનો સ્વભાવ

આ નામવાળી યુવતીઓ બીજા સાથે હળી-મળીને રહેવાનું પસંદ કરતી હોય છે. તેમને ઘર અને પરિવારમા બધાની સંભાળ રાખવી પસંદ હોય છે. તે પોતાના અને પોતાના પરિવારના માન સન્માન માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. પરંતુ વાત-વાતમાં ગુસ્સો આવવો તેમનો સૌથી ખતરનાક સ્વભાવ માનવામાં આવે છે. તે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખી શકતી નથી અને તેનું પરિણામ પણ તેમણે જ ભોગવવું પડતું હોય છે.

L નામની યુવતીઓનો સ્વભાવ

આ નામવાળી યુવતીઓ એવું કોઈ પણ કામ પસંદ કરતી નથી કે જેનાથી તેમની છબી ખરાબ થાય. આવી યુવતીઓ દરેક કામમાં આગળ રહેતી હોય છે. આ નામવાળી યુવતીઓને પોતાના જીવનમાં નવી નવી ચીજો અજમાવવાનો શોખ હોય છે. પરંતુ તેમનો ગુસ્સો તેમને કમજોર બનાવે છે. તે કોઈપણ સમયે કોઇપણ વ્યક્તિ પર પોતાનો ગુસ્સો ઠાલવી નાખે છે. પરંતુ તે હૃદયની ખુબ જ સારી હોય છે.

P નામવાળી યુવતીઓનો સ્વભાવ

આ નામવાળી યુવતીઓનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો હોય છે. તેમનો સ્વભાવ ખૂબ જ બોલવાવાળો અથવા તો એકદમ શાંત રહેવાવાળો હોઈ શકે છે. આ નામની યુવતીઓને ઓછું બોલવું અને પોતાની દુનિયામાં ખોવાયેલા રહેવું પસંદ હોય છે. તે ક્યારેય પણ પોતાનો ગુસ્સો બીજા પર નહીં પરંતુ પોતાના પર જ ઉતારતી હોય છે. ગુસ્સામાં ઘણીવાર તે પોતાનું જ નુકસાન કરી બેસે છે.

R નામવાળી યુવતીઓનો સ્વભાવ

આ નામ વાળી યુવતીઓ દેખાવમાં ખુબ જ સુંદર હોવાની સાથે-સાથે બુદ્ધિથી પણ ખૂબ જ તેજ હોય છે. આ કારણને લીધે જ લોકો તેમની તરફ સરળતાથી આકર્ષિત થઇ જાય છે. આવી મહિલાઓ સમાજ માટે કાર્ય કરતી હોય છે. પરંતુ ગુસ્સો તેમની સૌથી મોટી નબળાઇ હોય છે. તે ગુસ્સો અને પ્રેમ કરવાનું પણ જાણતી હોય છે. જોકે તે પોતાનું દુઃખ છુપાવી શકતી નથી.

S નામવાળી યુવતીઓનો સ્વભાવ

આ નામવાળી યુવતીઓ પ્રેમની બાબતમાં સાથ આપનાર સાબિત થાય છે. પરંતુ દુશ્મની પણ તે ખૂબ જ સારી રીતે નિભાવે છે. તે દેખાવમાં ખૂબ જ ભોળી હોય છે. પરંતુ ગુસ્સો પણ તેમને સૌથી વધારે આવે છે. તેના ગુસ્સાના લીધે જ લોકો તેનાથી દૂર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *