ઘરની સુખ-શાંતિ અને ઘરની આર્થિક સંપન્નતા માટે લોકો સમય-સમય પર જ્યોતિષ દ્વારા જણાવવામાં આવેલા ઉપાયો અપનાવે છે પરંતુ ઘણીવાર તેના ફળ નથી મળતા. દરેક લોકો ઈચ્છે છે કે તેનાં ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ ના હોય. શહેરનાં જ્યોતિષાચાર્ય પંડિત જગદીશ શર્મા જણાવે છે કે ઘરનું વાતાવરણ સકારાત્મક હોવાથી ના માત્ર ધન સંપત્તિમાં વધારો થાય છે પરંતુ પરિવાર આર્થિક અને શારીરિક રૂપથી સારો રહે છે. જો તમે પણ આર્થિક રૂપથી સંપન્ન થવા માંગો છો અને ઘરની નકારાત્મકતાને દુર કરવા માંગો છો તો ઘોડાની નાળ ના ઉપાયો જરૂર અજમાવી જુઓ.
તો ચાલો જાણી લઈએ કે ક્યાં પ્રકારની ઘોડાની નાળ થી ઘરની સુખ-શાંતિને બચાવી શકાય છે. હંમેશા લોકોની ઈચ્છા હોય છે કે તેમનાં ઘરમાં સુખ-શાંતિ અને આર્થિક સ્થિતિ મજબુત હોય. તેના માટે તે ના જાણે ક્યાં ક્યાં ઉપાયો પણ કરે છે પરંતુ તમને જણાવી દઈએ કે ઘોડાની નાળ તમારી આ ઈચ્છાને પુરી કરી શકે છે. જો ઘોડાની નાળ ને તમારા ઘરમાં લગાવવામાં આવે તો તેનાથી ના માત્ર સુખ-શાંતિનો વાસ થાય છે પરંતુ ઘોડાની નાળ પૈસા ની તંગીને પણ દુર કરી શકે છે. હવે સવાલ એ છે કે ઘોડાની નાળ ને કેવી રીતે લગાવવી. આજનો અમારો લેખ આ વિષય પર જ છે.
આજે અમે તમને આ લેખનાં માધ્યમથી જણાવીશુ કે તમે તમારા ઘર પર ઘોડાની નાળ કેવી રીતે લગાવી શકો છો અને કઈ દિશામાં લગાવી શકો છો. તમે બજારમાંથી સૌથી પહેલા ઘોડાની નાળ ખરીદી લો. જો તમે ઈચ્છો છો તો લુહાર પાસે પણ બનાવડાવી શકો છો. હવે સવારનાં બ્રહ્મ મુહુર્તમાં ઉઠી સ્નાન વગેરે કરો અને ઘોડા ની નાળ ને ગંગાજળ થી ધોઇ નાખો. ત્યારબાદ જ્યારે ઘોડાની નાળ ભીની થઈ જાય તો ભગવાન સુર્યનાં કિરણોમાં ઘોડાની નાળ ને સુકવો. જ્યાં સુધી ઘોડાની નાળ સુકાઈ ના જાય ત્યાં સુધી ભગવાન સુર્યનાં કિરણો ઘોડાની નાળ પર આવવા દો.
આવું કરવાથી ઘોડાની નાળમાં સકારાત્મક ઉર્જા ભરાઈ જશે. હવે ત્યારબાદ ઘોડાની નાળ ને મંદિરમાં લઈ જઈને માતા લક્ષ્મીની સામે રાખી દો. ત્યારબાદ સૌથી પહેલા કુમકુમ અને ચોખા થી માતા લક્ષ્મીની પુજા કરો અને ત્યારબાદ ઘોડાની નાળની પુજા કરો. હવે માતા લક્ષ્મીની આરતી કરો. આરતી બાદ ઘોડાની નાળ પર કાળા રંગનો દોરો બાંધવો અને તમારા ઘરનાં પુર્વ કે ઉત્તર દિશામાં ક્યાંક લટકાવી દો. આવું કરવાથી ના માત્ર તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરંતુ ઘરમાં સુખ-શાંતિ પણ રહે છે. તેનું મુખ્ય કાર્ય ઘોડા ના પગને સુરક્ષા પ્રદાન કરવાનું છે.
આથી કહેવામાં આવે છે કે જે રીતે ઘોડાની નાળ ઘોડાના પગની સુરક્ષા કરે છે, એવી જ રીતે તે ઘરની પણ સુરક્ષા કરે છે. આ જ કારણ છે કે લોકો તેને પોતાના મુખ્ય દ્વાર પર પણ લગાવે છે અને તેને લગાવવાથી ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરી શકતી. ઘોડાના છલ્લાનો ઉપયોગ કરવો દરેક ક્ષેત્રમાં ખુબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે તેનો પ્રયોગ શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે કરવામાં આવે છે એટલા માટે તેને શનિનો છલ્લો પણ કહેવામાં આવે છે. તેને જમણા હાથની મધ્યમ આંગળીમાં ધારણ કરવો સારું માનવામાં આવે છે કારણ કે આ આંગળીની નીચે શનિ પર્વત હોય છે. જે વ્યક્તિ તેને ધારણ કરે છે. તેમનાં જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.