આ મહિલા ભક્તનાં જીવનમાં મોટાભાઈ બનીને આવ્યા હનુમાનજી, વાંચો હનુમાનજીની સત્ય ઘટના

Posted by

હું મારું નામ ગુપ્ત રાખવા માંગુ છું. હું મહારાષ્ટ્રની રહેવાસી છું. મારી ઉંમર ૩૩ વર્ષ છે. આજે હું તમારા બધા સાથે મારી સાથે થયેલો શ્રી હનુમાનજીનાં ચમત્કાર સાથે જોડાયેલો અનુભવ શેર કરવા માંગુ છું. ૩૩ વર્ષની ઉંમર હોવા છતાં પણ ના તો મારા લગ્ન થયા અને ના તો મને સારી નોકરી મળી. મારું બાળપણ સંઘર્ષપુર્ણ રહ્યું. એજ્યુકેશન માટે હું મારા સંબંધી પાસે રહેતી હતી. મારા ગામમાં શિક્ષણ માટે સારી વ્યવસ્થા નહોતી. મા-બાપથી દુર રહીને મેં મારુ આખું બાળપણ લોકોનાં ટોણા સાંભળ્યા અને માં-બાપના પ્રેમ વગર નીકળી ગયું. મોટી થઈને ઘણા સપના અને ધ્યેય લઈને, સ્કુલ અને કોલેજનાં અભ્યાસમાં ખુબ જ મહેનત કરી પરંતુ કોઈ ફાયદો ના થયો.

અમારા સમાજમાં છોકરીઓને એક બોજ સમજવામાં આવે છે. તેમનાં સપનાની કોઈ કિંમત નથી હોતી. મારી પણ ના થઈ. મારે મારુ સારું કરિયર બનાવવુ હતું. માં-બાપ માટે સમાજમાં કંઈક સારું કરવું હતું પરંતુ પરિવારનાં લોકો અને સંબંધીઓનાં દબાણમાં કંઈ જ ના કરી શકી. લગ્નનાં સંબંધ પણ સારા નહોતા આવી રહ્યા. લોકો મારી મજાક ઉડાવતા હતા. મારો કોન્ફિડન્સ સમાપ્ત થઈ ગયો. હું વાત કરવામાં પણ અચકાતી હતી. મારી જીભ લથડિયા ખાઈ જતી હતી. ત્યારે આ બધુ વિચારીને મને ખુબ જ રડવું આવતું કે હું કેટલું સારું બોલતી હતી, મારામાં કેટલો કોન્ફિડન્સ હતો. આવું વિચારતા-વિચારતા ૧૦ વર્ષ નીકળી ગયા. ના તો સારી નોકરી મળી અને ના તો લગ્નનો સારો સંબંધ આવ્યો.

હનુમાનજીનો અદભુત ચમત્કાર

થોડા દિવસ નાની કંપનીમાં ટેમ્પરરી જોબ કરી પરંતુ ત્યાં પણ નિષ્ફળતા મળી. ઓછી ઉંમરમાં જ વધારે અનુભવ થઈ ગયા હતાં. જિંદગી પરથી, લોકો પરથી, પોતાના પરથી અને ત્યાં સુધી કે ભગવાન પરથી પણ હવે વિશ્વાસ ઉઠી ગયો હતો. મને તો એ પણ ખબર નહોતી કે જીવનમાં ક્યારેય આશાનું કિરણ દેખાશે કે નહીં. મારા મનમાં તો આ-ત્મ-હત્યા કરવા સુધીનાં વિચારો આવતા હતાં. મને સમજવા વાળું કોઈ નહોતું. આ દુનિયામાં હું મારુ દુ:ખ કોને સંભળાવું ?. આ બધી વાતો વિચારીને ડર લાગતો હતો. ગુસ્સો અને રડવું પણ આવતું હતું.

હાલમાં આ તો બધું લખતા પણ હું રડી રહી છું. નસીબ મારા હાથમાં નથી પરંતુ પ્રયાસ તો મારા હાથમાં છે. એવું વિચારીને હું મારુ મનોબળ વધારતી. યુ-ટ્યુબ પર કંઈક ને કંઈક સોલ્યુશન શોધતી કે મારી સિચ્યુએશન બદલી જાય પરંતુ તેનો પણ કોઈ ફાયદો ના થયો. પછી એક દિવસ મેં શ્રી હનુમાનજીનાં અનુભવ સાંભળ્યાં. એક વર્ષ થઈ ગયું આ વાતને, મેં પણ શ્રી હનુમાન ચાલીસાનાં પાઠ શરૂ કર્યા. થોડી રાહત મળી. હું સારી નોકરી શોધી રહી હતી એટલા માટે ઇન્ટરવ્યુની તૈયારી કરી રહી હતી. હું આઈટી ફિલ્ડથી છું. અહીં તો દરરોજ ટેકનોલોજી ચેન્જ થાય છે. એટલા માટે અમારે પણ અપડેટ રહેવું પડે છે.

હું હાલનાં સમયમાં તો મહારાષ્ટ્રનાં એક મોટા શહેરમાં છું. માર્ચ ૨૦૨૦ માં લોકડાઉન થઈ ગયું પરંતુ હું ઘરે ના ગઈ. હું અહીં પર સ્ટડી કરી રહી હતી અને દરરોજ શ્રી હનુમાન ચાલીસા, બજરંગબાણ અને સુંદરકાંડનાં પાઠ કરતી હતી પરંતુ કંઈપણ પોઝિટિવ નહોતું થઈ રહ્યું. જેવું જ લોકડાઉન અનલોક થયું, મારી એક રૂમમેટ ઘરેથી પરત આવી ગઈ, તેની નોકરી માટે. તેનાં થોડા દિવસો બાદ તેને કોરોના થઈ ગયો. હું તેની સાથે રહેતી હતી. અમે સાથે જમતા પણ હતાં. મને પણ કોવિડ ટેસ્ટ કરવા બોલાવવામાં આવી. હું ખુબ જ ચિંતામાં હતી પરંતુ મનમાં વિશ્વાસ હતો હનુમાનજી પર. એટલા માટે બધું જ પરિસ્થિતિ પર છોડી દીધું.

તમે વિશ્વાસ નહીં કરો કે હનુમાનજીની કૃપાથી મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો. આ બધુ જ મારા હનુમાનજીનો ચમત્કાર નથી તો શું છે?. હું ઇન્ટરવ્યુ આપી રહી હતી. કામ થતા-થતા બગડી જતા. બાદમાં મેં ૨૧ દિવસ સુધી શ્રી હનુમાન ચાલીસાનો સંકલ્પ લીધો અને બાદમાં હનુમાનજીનાં મંગળવારનું વ્રત કર્યું. તે દિવસે હું મીઠા વગરનું જમતી. મારા ઇન્ટરવ્યુ અને સ્ટડી બંને ચાલી રહ્યા હતાં. એ દિવસે મને એક મોટી કંપનીમાંથી નોકરી માટે સિલેક્શનનો કોલ આવ્યો. મને આજે પણ યાદ છે, તે મંગળવારનો દિવસ હતો. હું ખુબ જ ખુશ થઈ ગઈ. તેનાં બીજા મંગળવારે મને જોઇનિંગ પણ મળી.

કોવીડનાં કારણે ઘરેથી જ કામ કરવાનું હતું. મારો કોઈ મોટો ભાઈ નથી. મોટો ભાઈ હોત તો કદાચ મારે આટલી મુશ્કેલીઓનો સામનો ના કરવો પડત એટલા માટે મેં શ્રી હનુમાનજીને જ મારા મોટા ભાઈ માન્યા હતાં. હું એક વાત બતાવવાનું ભુલી ગઈ કે બજરંગબલીની કૃપાથી મને તે કંપનીમાં સારું પેકેજ પણ મળી ગયું, જેની હું માત્ર કલ્પના જ કરી શકતી હતી. આજે ૧૦ વર્ષ થઈ ગયા, હું નોકરી માટે મારી સિચ્યુએશન ચેન્જ કરવા માટે ફરી રહી હતી પરંતુ શ્રી હનુમાનજીની શરણમાં આવતા જ મારું નસીબ બદલાય ગયું.

હું હંમેશા વિચારતી હતી કે મારી સાથે કંઈપણ સારું થશે કે નહી પરંતુ હવે ચિંતા મારાથી ખુબ જ દુર ચાલી ગઈ છે. મનમાં એ વાતની શાંતિ અને વિશ્વાસ છે કે હવે તો માત્ર સારું ને સારું જ થશે.  આજે મને જીવવાની ઈચ્છા અને રસ્તો બંને મળી ગયા. મને સમજવા વાળા એક મોટા ભાઈ શ્રી હનુમાનજીનાં રૂપમાં મળી ગયા છે. હનુમાનજીનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે.