હનુમાનજીની ખુબ જ પસંદ છે આ મીઠાઈનો પ્રસાદ, જો તમે આ પ્રસાદ ચઢાવો છો તો હનુમાનજી તમારી તમામ ઈચ્છાઓ કરશે પુરી

મંગળવારનાં દિવસને ભગવાન હનુમાનજીને સમર્પિત કરવામાં આવ્યો છે અને તેથી જ મંગળવારને હનુમાનજીનો દિવસ પણ કહેવામાં આવે છે. તમે ઘણીવાર જોયું હશે કે મંગળવારનાં દિવસે મોટાભાગનાં ભક્તો હનુમાનજીને દુધમાંથી બનાવેલી મીઠાઈની જગ્યાએ બુંદી નો ભોગ લગાવે છે અને પ્રસાદમાં પણ બુંદી જ વહેંચે છે. તમે પણ ઘણીવાર આવું થતાં જોયું હશે પરંતુ શું તમારા મનમાં ક્યારેય પણ એવો પ્રશ્ન આવ્યો છે કે તેની પાછળનું કારણ શું છે?. કારણ જાણતા પહેલા એ પણ જાણી લો કે માનવામાં આવે છે કે બુંદી નો પ્રસાદ ચઢાવવાથી હનુમાનજી ખુબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને સાથે જ ભક્તની તમામ મનોકામનાઓ પણ પુરી કરે છે.

આ કારણથી ચડાવવામાં આવે છે બુંદી

હકિકતમાં માન્યતા છે કે દુધ ચંદ્રમાનો કારક હોય છે. મંગળવારનો દિવસ હનુમાનજીનો માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ચંદ્રમાં અને મંગળ એકબીજાનાં વિરોધી હોય છે, જેનાં લીધે હનુમાનજીને દુધ કે દુધમાંથી બનાવેલ મીઠાઈઓનો ભોગ લગાવવામાં આવતો નથી.

દુધમાંથી બનાવવામાં આવેલ મીઠાઈને છોડી દેવામાં આવે તો બુંદી સિવાય બેસનનાં લાડુ વગેરે પણ ભોગમાં ચડાવી શકાય છે. કહેવામાં આવે છે કે હનુમાનજી બુંદી નાં લાડુ થી જલ્દી પ્રસન્ન થાય છે અને તેમને બુંદીના લાડુ કે પછી બુંદી ચડાવીને મંગળ જ નહી પરંતુ તમામ ગ્રહોને પ્રસન્ન કરી શકો છો. પ્રસાદને સૌથી શુદ્ધ ત્યારે માનવામાં આવે છે જ્યારે તે શુદ્ધ દેશી ઘી માં બનેલો હોય.

હનુમાનજીને ખુશ કરવા માટે એવી પણ માન્યતા છે કે તેમની પુજા હંમેશા શુદ્ધ અને પવિત્ર મન સાથે કરવામાં આવે. જો વ્યક્તિનાં મનમાં જરાપણ છળ-કપટ હોય છે તો તે હનુમાનજીને પ્રસન્ન કરવાની જગ્યાએ ક્રોધ પણ અપાવી શકે છે.