હનુમાનજીની કૃપા મેળવવા માટે કરો બજરંગબાણનો પાઠ, દૂર થઈ જશે જીવનની દરેક સમસ્યા અને બાધા

Posted by

હનુમાનજીની પૂજા કરવાથી જીવનના દરેક કષ્ટ હંમેશા માટે ખતમ થઇ જાય છે, તેથી જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા અથવા તો અડચણ આવવા પર નિરાશ થવાની જગ્યાએ હનુમાનજીની પૂજા કરી લેવી જોઇએ અને તેમની સાથે જોડાયેલ બજરંગબાણનો પાઠ અવશ્ય કરવો જોઈએ. હનુમાનજીની પૂજા અને બજરંગબાણનો પાઠ કરવાથી દરેક કષ્ટોમાંથી મુક્તિ મળી જાય છે. મંગળવાર અને શનિવારનાં દિવસને હનુમાનજીની પૂજા કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. તેથી આ દિવસે હનુમાનજીની પૂજા જરૂર કરવી જોઈએ, સાથે જ બજરંગબાણનો પાઠ પણ જરૂર કરવો જોઇએ.

બજરંગબાણનો પાઠ વાંચવાથી હનુમાનજીની વિશેષ કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે અને ઘણી બધી સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય છે. તો ચાલો જાણી લઈએ બજરંગબાણનું મહત્વ અને તેને વાંચવાથી મળતા લાભ.

બજરંગબાણનું મહત્વ

બજરંગબાણ વાંચવાથી હનુમાનજી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તેથી તમારે મંગળવારનાં દિવસે બજરંગબાણનો પાઠ જરૂર કરવો જોઈએ. એવી માન્યતા છે કે બજરંગબાણનો પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પણ પૂરી થઈ જાય છે સાથે જ જીવનમાં કેટલી પણ મોટી પરેશાની કેમ ના હોય બજરંગબલી તેને પણ દૂર કરી દે છે. બજરંગબાણ પાઠ વાંચવાના ઘણા બધા ફાયદાઓ છે જે આ પ્રકારે છે.

ગ્રહોથી રક્ષા

શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહોના પ્રકોપથી બચવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઇએ અને તેમની સાથે જોડાયેલ બજરંગ બાણનો પાઠ પણ કરવો જોઈએ. આ પાઠ વાંચવાથી ગ્રહોની ખરાબ મહાદશા દૂર થઈ જાય છે. મંગળવાર અને શનિવારનાં દિવસે ત્રણ વાર બજરંગબાણનો પાઠ કરવો જોઈએ અને પાઠ કર્યા બાદ હનુમાનજી પાસેથી આશીર્વાદ લેવા જોઈએ કે તમારી કુંડળીમાં ખરાબ ગ્રહોની દશા ઠીક થઈ જશે.

નોકરીની સમસ્યા થઈ જાય છે દૂર

નોકરી ના મળવા પર કે કાર્યમાં કોઇપણ પ્રકારની પરેશાની આવવા પર પણ બજરંગબાણનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. આ પાઠ કરવાથી નોકરી જલ્દી મળી જાય છે અને કાર્ય દરમિયાન આવતી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.

નકારાત્મકતાને રાખે છે દૂર

નકારાત્મકતા મહેસૂસ થવા પર મંગળવાર અને શનિવારનાં દિવસે બજરંગબાણનો પાઠ કરવો જોઈએ. આ પાઠ વાંચવાથી નકારાત્મકતા તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને મન શાંત રહેશે.

ભયથી મળે છે મુક્તિ

ઘણા લોકોને ખૂબ જ ભય લાગતો હોય છે અને તે હંમેશા ડરેલા રહેતા હોય છે. ભય લાગવા પર ડરવાની જગ્યાએ બસ બજરંગબાણનો પાઠ વાંચી લો. તેને વાંચવાથી ભય દૂર થઇ જાય છે સાથે જ ખરાબ સપના આવવાના પણ બંધ થઈ જશે.

રોગોમાંથી મળે છે રાહત

કોઈ રોગથી ગ્રસ્ત હોવા પર દિવસમાં બે વાર સવારે અને સાંજે બજરંગબાણનો પાઠ કરવો જોઈએ. બજરંગબાણનો પાઠ કરવાથી રોગમાંથી છુટકારો મળી જાય છે. આ પાઠને રોગીની જગ્યાએ તેમના પરિવારનાં લોકો પણ કરી શકે છે.

વિવાહ સાથે જોડાયેલી સમસ્યા દૂર થઈ જાય છે

મંગળવાર અને શનિવારનાં દિવસે બજરંગબાણનો પાઠ કરવાથી વિવાહ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને જલ્દી વિવાહ પણ થઈ જાય છે. તેથી વિવાહ માટે પણ તમે આ પાઠ વાંચી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *