ભારતમાં પશ્ચિમી સભ્યતા ખૂબ જ ઝડપથી પોતાના પગ ફેલાવી રહી છે. તેનું જ પરિણામ છે કે પહેલાના ભારત અને હાલના ભારતમાં ખૂબ જ અંતર છે. અહીંયા ખાણીપીણી, પહેરવેશ અને રહેણી-કહેણીની સંસ્કૃતિઓમાં ખૂબ જ બદલાવ આવી ચૂક્યો છે. તેનું એક સૌથી મોટું ઉદાહરણ છે કે આજકાલ લોકો ચમચી થી જ ભોજન કરે છે. આજના સમયમાં જે લોકો હાથ થી ભોજન કરે છે તેમને અસભ્ય માનવામાં આવે છે. તમને જાણ હશે કે આપણા પૂર્વજો હાથ થી જ ભોજન કરતા હતાં અને બીમારીઓથી દૂર રહીને ખૂબ જ સ્વસ્થ જીવન પસાર કરતા હતાં.
આજના સમયમાં બધું જ ઊલટું થઈ ગયું છે. જે લોકો ચમચી થી ભોજન કરે છે તે જ સભ્ય કહેવાય છે અને જે લોકો હાથ થી ભોજન કરે છે તેને અસભ્ય કહેવામાં આવે છે. આજના સમયમાં ગામડામાં લોકો હાથ થી ભોજન કરવાની રીત ભૂલી રહ્યા છે. ત્યાં પણ પશ્ચિમી સભ્યતાએ પોતાની જડ મજબૂતી સાથે જમાવી લીધી છે. આજે પણ દક્ષિણ ભારતમાં લોકો હાથ થી ભોજન કરે છે. આયુર્વેદમાં હાથ થી ભોજન કરવાના વિશે જણાવવામાં આવ્યું છે અને તેનાથી શું-શું ફાયદાઓ થાય છે, તેમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો આજે જાણી લઈએ કે હાથ થી ભોજન કરવાના કેટલા ફાયદાઓ છે.
શરીરમાં પંચ તત્વોનું સંતુલન જળવાઈ રહે છે
દરેક મનુષ્યનું શરીર પાંચ તત્વોથી મળીને બનેલું હોય છે. આ પાંચ તત્વોમાં અગ્નિ, જળ, હવા, આકાશ અને પૃથ્વી હોય છે. આ બધાં જ તત્વોને જીવનઊર્જાનાં નામથી પણ જાણવામાં આવે છે. આર્યુવેદના અનુસાર આ બધા જ પાંચ તત્વો મનુષ્યના હાથની આંગળીઓમાં જ ઉપસ્થિત રહે છે. મનુષ્યના હાથની પાંચેય આંગળીઓ અલગ-અલગ તત્વનું પ્રતીક હોય છે. તેમાંથી અંગૂઠો અગ્નિનું પ્રતીક હોય છે, તર્જની આંગળી વાયુનું પ્રતીક, મધ્યમ આંગળી આકાશનું, અનામિકા આંગળી પૃથ્વીનું પ્રતીક હોય છે અને સૌથી નાની આંગળી જળનું પ્રતીક હોય છે. જાણકારોનું કહેવું છે કે જો શરીરમાં તત્વોનું અસંતુલન થઈ જાય તો લોકો બીમાર પડી જાય છે, જ્યારે જો વ્યક્તિ હાથ થી ભોજન કરે છે તો શરીરમાં પાંચેય તત્વોનું સંતુલન જળવાઈ રહે છે. તેથી હાથ થી ભોજન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે.
પાચનક્રિયા રહે છે યોગ્ય
શરીરની ત્વચા પાંચ જ્ઞાનેન્દ્રિયોમાંથી એક હોય છે. જ્યારે પણ આપણે હાથ થી કોઈપણ ચીજને સ્પર્શ કરીએ છીએ તો તેમની સૂચના તરત જ મસ્તિષ્કને થઈ જાય છે. જ્યારે પણ આપણે ભોજન કરીએ છીએ અને હાથ થી ભોજનને સ્પર્શ કરતાં જ મસ્તિષ્કને તેમની સૂચના મળી જાય છે અને તે ભોજન પચાવવા માટે પેટને જાણકારી આપે છે. પેટ ભોજન પચાવવા માટે તૈયાર થઈ જાય છે અને પાચક રસોનો સ્ત્રાવ કરવા લાગે છે, જેનાથી પાચનક્રિયા યોગ્ય જળવાઈ રહે છે.
ભોજન કરવા વિશે જાણ થાય છે
ઘણીવાર ચમચીથી ભોજન કરનાર લોકોની જીભ બળી જાય છે, તેનું એક જ કારણ હોય છે કે ચમચીથી ભોજનનાં વિશે જાણ થતી નથી કે તે કેટલું ગરમ છે. પરંતુ જ્યારે આપણે હાથ થી ભોજન કરીએ છીએ તો આપણને જાણ હોય છે કે ભોજન કેટલું ગરમ છે અને તમે તે હિસાબથી જ ભોજનને મોઢામાં રાખો છો. આ કારણના લીધે હાથ થી ભોજન કરવાથી તમારી જીભ પણ બળતી નથી.