હવે કાનમાં પણ પહોચ્યો કોરોના : સંક્રમિત મૃતકના કાનમાં મળ્યો વાયરસ

કોરોના વાયરસ કાન અને તેની પાછળની મેસ્ટોયડ હાડકાને પણ સંક્રમિત કરી શકે છે. તેના ૨ કિસ્સા અમેરિકી સંશોધનકારોની સામે આવ્યા છે. સંશોધનકારોના અનુસાર રિસર્ચ દરમિયાન ૩ સંક્રમિત મૃતક લોકો માથી બે લોકોના કાન અને તેની પાછળના ભાગમાં કોરોના વાયરસ મળ્યો છે. રિસર્ચ કરનાર અમેરિકાના જોન હોપકિંસ સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધનકારોનું કહેવું છે કે જે લોકોમાં કોરોનાના લક્ષણો દેખાય છે તેમના કાનની પણ તપાસ થવી જોઈએ. હવે સામે આવેલ રિસર્ચમાં આ વાત સાબિત થઈ ચૂકી છે કે કોરોના વાયરસ શરીરના અંદરના કોઈપણ ભાગ સુધી પહોચી શકે છે. તે નાક, ગળું અને ફેફસાઓને સંક્રમિત કરી શકે છે. કાનમાં મળેલ કોરોનાની વાત ચોકાવનારી છે.

૬૦ વર્ષના પુરુષ અને ૮૦ વર્ષની મહિલામાં મળ્યો વાયરસ

જામા ઓટોલૈરંગોલોજી જર્નલમાં પ્રકાશિત શોધ પ્રમાણે માથાની તેમજ ગળાની સર્જરી કરવાવાળી ટીમે કોરોનાના ત્રણ દર્દીઓની તપાસ કરી. ત્રણેયનું મોત થઈ ગયું હતું. તેમાં બે મહિલા અને એક પુરુષ હતો. એક મહિલા અને એક પુરુષની ઉમર ૬૦ વર્ષની હતી. જ્યારે ત્રીજી મહિલાની ઉમર ૮૦ વર્ષ હતી. તેમના શરીરના ભાગમાં સ્વાબ સેમ્પલ મળી આવ્યા છે.

ત્રણમાથી બે દર્દીઓના કાનમાથી મળ્યો વાયરસ

૮૦ વર્ષની ઉમરવાળી મહિલાના જમણા કાનમાં કોરોના મળી આવ્યો હતો. ૬૦ વર્ષના પુરુષના જમણા અને ડાબા કાનના હાડકામાં આ વાયરસ મળી આવ્યો. સંશોધનકારોનું કહેવું છે કે આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે કોરોના કાનના કોઈ ભાગમાં મળ્યો છે. એપ્રિલ ૨૦૨૦ માં પણ કાનમાં સંક્રમણ જોવા મળ્યું હતું. ત્યારે સંક્રમિત વ્યક્તિના ઈયર ડ્રમમા સોજો ચડી ગયો હતો.

કાનમાં સંક્રમણ થવા પર સારવાર પહેલા કોવિડ-૧૯ ની તપાસ જરૂરી

આવા જ બીજા ૨૦ દર્દીઓ પર પણ એક રિસર્ચ થયું હતું. તેનામાં કોરોનાનો ચેપ જોવા નહોતો મળ્યો. તેમના કાન સાથે જોડાયેલ કોઈ તકલીફ પણ જોવા મળી નહોતી. પરંતુ સંક્રમણ ફેલાયા બાદ કાનની સાંભળવાની ક્ષમતા પર ખૂબ જ ખરાબ અસર થઈ હતી. સ્થિતિ ધીમે ધીમે ગંભીર બની ગઈ. જોન હોપકિંસ સ્કૂલ ઓફ મેડિસિનના નવા રિસર્ચમાં સંશોધનકારોનું કહેવું છે કે કાનમાં સંક્રમણની સ્થિતિમાં કોઈ સર્જરી અથવા તો સારવાર પહેલા કોવિડ-૧૯ ની તપાસ થવી જોઈએ.