હવે વ્હોટ્સએપ નો ઉપયોગ કરવા માટે આપવા પડશે પૈસા, કંપની એ બ્લોગ પોસ્ટમાં આપી જાણકારી, જાણો ક્યારથી થશે લાગુ

Posted by

ફેસબુકનાં સ્વામિત્વ વાળી મેસેજિંગ એપ Whatsapp દુનિયામાં સૌથી વધારે ઉપયોગ થનાર પ્લેટફોર્મમાંથી એક છે. હવે ખબરો મળી રહી છે કે લોકોએ વોટ્સએપનો ઉપયોગ કરવા માટે પૈસા આપવા પડશે. કંપનીનાં આધિકારિક બ્લોગ પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે. દુનિયાભરમાં આ એપ નો કરોડો લોકો ઉપયોગ કરે છે.

તમને જણાવી દઈએ કે Whatsapp નાં તમામ યુઝર્સને નહી પરંતુ “Whatsapp Business” એપ ઉપયોગ કરતા લોકોએ પૈસા આપવા પડશે. “Whatsapp” યુઝર્સ માટે એક જરૂરી ખબર આવી રહી છે. “Whatsapp Business” એપ નો ઉપયોગ કરવા વાળા યુઝર્સને મોટો ઝટકો આપતા એલાન કર્યું છે કે ખુબ જ જલ્દી તે પોતાના “Whatsapp Business” એપ યુઝર્સ પાસેથી સેવાનાં બદલામાં પૈસા લઈ શકે છે.

Whatsapp ની સામાન્ય સર્વિસનો ઉપયોગ ઘણા લોકો કરે છે પરંતુ ઘણા યુઝર્સ એવા પણ છે જે બિઝનેસ ના કરતા હોવા છતાં પણ “Whatsapp Business” એપનો ઉપયોગ કરે છે. આવા લોકોને કંપનીના નવા નિયમથી મોટો ઝટકો લાગી શકે છે. Whatsapp એ કહ્યું છે કે ખુબ જ જલ્દી તે પોતાના “Whatsapp Business” એપ યુઝર્સ પાસેથી સેવાનાં બદલામાં ચાર્જ વસુલશે.

“પે ટુ મેસેજ” ફીચર આવશે

“Whatsapp Business” એપ નાં યુઝર્સની સંખ્યા ૫ કરોડથી વધારે થઈ ગઈ છે. તેવામાં કંપનીએ બીઝનેસ એપ યુઝર્સ માટે પે ટુ મેસેજ (Pay to Message) ફીચર આપવાનું એલાન કર્યું છે, જેના લીધે બીઝનેસ એપ ઉપયોગ કરવા વાળા યુઝર્સ પાસેથી કંપની પૈસા લેશે. નવા અપડેટને લઈને કંપનીએ યુઝર્સને મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું છે. જોકે કેટલા પૈસા લેવામાં આવશે તેની જાણકારી કંપનીએ હજુ સુધી આપી નથી.

કંપનીએ કહી આ વાત

Whatsapp એ આ વાતની જાણકારી એક બ્લોગ દ્વારા આપી છે. કંપનીએ કહ્યું છે કે અમે પોતાનાં બિઝનેસ ગ્રાહકોને આપવાવાળી અમુક સેવાઓ માટે ચાર્જ વસુલવા માટે જઈ રહ્યા છીએ કારણકે પોતાના બે અરબથી વધારે યુઝર્સને ફ્રી માં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ ટેક્સ્ટ, વિડિયો અને વોઈસ કોલિંગ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવતા રહીએ. ઘણા લોકો કોઈપણ પ્રકારનો વ્યવસાય કર્યા વગર પણ “Whatsapp Business” એપ નો ઉપયોગ કરી રહ્યા છે કારણકે તે આ ફીચરની મદદથી કોઈ મેસેજનો ઓટોમેટીક રીપ્લાય કરી શકે છે.

વળી Whatsapp ની જનરલ એપ માં આ સુવિધા આપવામાં આવી નથી. હવે જે લોકો ફક્ત ઓટોમેટીક રીપ્લાય માટે “Whatsapp Business” એપનો ઉપયોગ કરી રહ્યા છે, તેમણે પણ નવા અપડેટ બાદ પૈસા આપવા પડી શકે છે. તેવામાં તેમના માટે એ જ સારું રહેશે કે તે “Whatsapp Business” એપ ને ડીલીટ કરીને જનરલ એપ ને ઇન્સ્ટોલ કરી લે અને તેનો જ ઉપયોગ કરે.