પરેશ : અરે વાહ, તે તો લગ્ન પણ કરી લીધા, ભાભીનું નામ શું છે?, નામ વાંચીને તમને પણ પેટમાં દુખવા લાગશે

જોક્સ-૧

Advertisement

તોફાની રાતમાં માવજી એકલો જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો, એટલામાં એક છોકરી રસ્તામાં મળી અને કહ્યું, “કમ ઓન ડાર્લિંગ, મારી છત્રીમાં આવી જા, મારું ઘર અહિયાં પાસે જ છે.

માવજી : “Its OK બહેન જી”. એટલું કહીને માવજી ત્યાંથી ઉભી પુંછડીએ ભાગી ગયો.

મોરલ : મોરલ… વોરલ… કઈ નઈ છોકરીનાં પગ ઉંધા હતાં.

સમજી ગયાં ? કે પછી એ છોકરીને મોકલું?.

જોક્સ-૨

બે બાળકો પરસ્પર લડી રહ્યા હતાં.

પહેલો બોલ્યો : મારો એક હાથ પડવાથી તારા ૩૨ દાંત તુટી જશે.

બીજો બોલ્યો : હુ તારા ૬૪ દાંત તોડી નાખીશ.

એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હસીને બોલ્યો : તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને ૩૨ જ દાંત હોય છે.

બીજો છોકરો બોલ્યો : મને ખબર હતી કે તું વચ્ચે જરૂર બોલીશ, એટલે ૩૨ દાંત તારા પણ ગણી લીધા હતાં.

જોક્સ-૩

સરદાર : ડોક્ટર, મારે એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે.

ડોક્ટર : શું થયું?.

સરદાર : વાત કરતી વખતે સામેનાં માણસનો ખાલી અવાજ જ સંભળાય છે પણ એ મને દેખાતો નથી.

ડોક્ટર : આવું કેટલા વખતથી થાય છે?.

સરદાર : જ્યારથી ઘરમાં ટેલીફોન આવ્યો છે.

જોક્સ-૪

સંતા : હું કાલે ટ્રેનમાં આખી રાત સુઈ ના શક્યો.

બંતા : કેમ ?.

સંતા : ઉપરની સીટ મળી હતી એટલે.

બંતા : પણ કોઈને વિનંતી કરીને સીટ બદલી લેવી હતી ને ?.

સંતા : એ જ તો કઠણાઈ હતી ને… કોની સાથે બદલું?. નીચેની સીટ પર કોઈ હોય તો બદલું ને?.

જોક્સ-૫

મહેસાણાની હોસ્પિટલમાં નર્સ બાટલો ચઢાવવા આવી.

જગો : આ શેનો બાટલો શે બુન.?.

નર્સ : મલ્ટી વિટામિનનો છે, એટલે જમવા જેટલી શક્તિ મળે.

જગો : તો આ પુરો થઈ જાય એટલે એક છાશ નો બાટલો પણ ચઢાવજો. જમ્યા પછી મને છાશ પીવાની ટેવ શે.

જોક્સ-૬

ગુજરાતી ભાષાનો વૈભવ

ગુજરાતી ટીચરે પુછ્યું : “પિતા” એટલે શું?.

ભુરો : પોતે “પિતા” હોય તો ચાલે પણ આપણને “પીતા” જોવે એટલે મારી-મારીને ઢીબી નાખે એને “પિતા” કહેવાય.

બાદમાં આખા ક્લાસે ભુરા ને ઢસડી-ઢસડીને ઢીબ્યો.

જોક્સ-૭

પરેશ : અરે વાહ… તે તો લગ્ન પણ કરી લીધા, ભાભીનું નામ શું છે?.

રાજુ : “ગુગલ બા”

પરેશ : લે… કેમ લ્યા આવું નામ?

રાજુ : પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.

જોક્સ-૮

ક્યારેક ક્યારેક તો વિચાર આવે કે ગોકુલધામ સોસાયટીની બધી લેડીઝ આટલી ખુશ અને શાંતિથી કેમ રહી શકે છે.

પછી ધ્યાન પડ્યું કે કોઈના ઘરે સાસુ જ નથી…

જોક્સ-૯

રીંગણાં અને દુધી ખાતા ના હોય અને પાછાં ક્યે જાનુ, તું મારી સાથે વાત નહીં કર તો હું ઝેર પી લઇશ.

હવે ભાઈ તું પેલા કારેલા ખાતા શીખ. શું હાલી નિકળો છો…

જોક્સ-૧૦

વાળ કપાવતી વખતે ધીમેથી ટીવી જોવા માટે ગરદન ઉંચી કરીએ અને વાણંદ એક જ ઝાટકે ગરદન નીચી કરી નાખે.

ત્યારે સાલું લાગી આવે કે આ દુનિયામાં આપણી કોઈ ઈજ્જત જ નથી..

જોક્સ-૧૧

કંકોત્રીની અંદર પુરુષનાં નામ આગળ ચિ. કેમ લખેલું હોય છે?.

ચિંતાગ્રસ્ત”

પત્નિનાં નામ આગળ અ.સૌ. કેમ લખેલું હોય છે?.

“એકલી સો બરાબર.”

જોક્સ-૧૨

અમુક નંગ એવા હોય જે “હાલો હવે હું રજા લઉં છું”. કહી-કહીને કલાક સુધી ઉભા નો થાય….

જોક્સ-૧૩

જમાઈ : તમારી છોકરીનો બહું ત્રાસ છે, બહું નખરા કરે છે અને વગર કારણે ઝઘડે છે.

સહાનુભુતિ સાથે સસરા કહે : ભાઈ, તારી પાસે જે “કટપીસ” છે ને, એનો “આખો તાકો” મારી પાસે છે.

જમાઈ ચુપ થઈ ગયા.

Advertisement