પેટ્રોલ પંપ પર આવી હાલતમાં લોકોને ચા પીવડાવતો નજર આવ્યો વર્લ્ડકપ વિજેતા ક્રિકેટર, લોકોને મદદ કરવાની કરી રહ્યો છે અપીલ

શ્રીલંકા ૧૯૪૮ માં યુનાઇટેડ કિંગડમમાંથી આઝાદ થયા બાદ અત્યાર સુધીનાં પોતાનાં સૌથી ખરાબ આર્થિક મંદીનાં સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ગયા વર્ષનાં અંતથી જ દેશમાં ભોજન, દવા અને ઈંધણ જેવી આવશ્યક વસ્તુઓની ભારે કમી થઈ રહી છે. મુદ્રાસ્ફિતી પણ ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. આ બધાની વચ્ચે શ્રીલંકાનાં ક્રિકેટર ટીમનાં પુર્વ ઓપનર રોશન મહાનામા પેટ્રોલ પંપ પર લોકોને ચા પીવડાવતા દેખાયા હતાં. રોશન મહાનામા ૧૯૯૬ માં વર્લ્ડકપ જીતવા વાળી શ્રીલંકાઈ ટીમનાં ક્રિકેટ ટીમનાં મુખ્ય સદસ્યમાંથી એક છે.

Advertisement

રોશન મહાનામા એ પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર અમુક તસ્વીરો શેર કરી છે. તેમાથી પેટ્રોલ પંપની બહાર લાઈનમાં ઉભેલા લોકોને ચા પીવડાવતા દેખાઈ રહ્યા છે. તેમની આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. લોકો તેમનાં ખુબ જ વખાણ કરી રહ્યા છે. રોશન મહાનામા એ તસ્વીરનાં કેપ્શનમાં લખ્યું છે કે, “અમે આજે સાંજે “કોમ્યુનિટી મિલ શેર” ની ટીમ સાથે વાર્ડ પ્લેસ અને વિજેરામા માવથાની આસપાસ પેટ્રોલ પંપની બહાર લાઈન માં ઉભેલા લોકોને ચા અને બન વેચ્યા”.

તેમણે આગળ લખ્યું કે, “દિવસે ને દિવસે લાઈન લાંબી થઇ રહી છે. આ લાઇનમાં ઉભેલા લોકોનાં સ્વાસ્થ્ય પર જોખમ છે”. એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું કે, કૃપયા, ઇંધણની લાઈનમાં ઉભેલા લોકો એકબીજાની દેખભાળ કરો. પર્યાપ્ત તરલ પદાર્થ અને ભોજન લાવો. જો તમે સારા નથી તો કૃપયા તમારા નજીકનાં વ્યક્તિ સુધી પહોંચો અને મદદ માંગો અથવા તો પછી ૧૯૯૦ પર કોલ કરો. આ મુશ્કેલ સમયમાં આપણે એકબીજાની દેખભાળ કરવાની આવશ્યકતા છે”.

જણાવી દઇએ કે શ્રીલંકા આવશ્યક વસ્તુનાં આયાત માટે ડોલર ભેગા કરવામાં અસમર્થ છે. લાંબા સમય માટે વીજળી સંકટ ઉત્પન્ન થઈ ગયું છે. આર્થિક સંકટનાં કારણે શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની પણ મારામારી છે. પેટ્રોલ પંપ પર લાંબી-લાંબી લાઈનો જોઇ શકાય છે. લોકોને મુળભુત જરૂરિયાત માટે વધારે કિંમત ચુકવવાની સાથે જ કલાકો સુધી રાહ પણ જોવી પડે છે. આ કારણે જ રાષ્ટ્રપતિ ગોટાબાયા એ રાજીનામું આપવું પડ્યું હતું.

કોલંબોમાં ૩૧ મે ૧૯૬૬ માં જન્મેલા રોશન મહાનામા એ શ્રીલંકા માટે ૫૨ ટેસ્ટ અને ૨૧૩ વનડે મેચ રમી છે. તેમણે ટેસ્ટમાં ૨૫૭૬ અને વન-ડેમાં ૫૧૬૨ રન બનાવ્યા છે. તેમાંથી તેમનાં ૪ શતક અને એટલા જ વન-ડે શતક છે. ટેસ્ટમાં તેમણે ૧૧ અને વન-ડેમાં ૩૫ અર્ધ શતક પણ લગાવ્યા છે. રોશન મહાનામા એ ૧૯૯૯ વર્લ્ડકપ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો.

Advertisement