હિરા મોતી નહિ પરંતુ બ્રેસ્ટ મિલ્કથી જ્વેલરી બનાવે છે આ મહિલા, જુઓ જ્વેલરીની તસ્વીરો

જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. હવે હિરા મોતી નહીં પરંતુ માં ના દૂધથી બનેલી જ્વેલરી આજકાલ ટ્રેન્ડમાં છે. સ્તનપાન દરેક મહિલાના જીવનનો એક સુંદર અહેસાસ હોય છે, જે તેને ક્યારેય પણ ભૂલી શકતી નથી. આ એહસાસને હંમેશા માટે યાદગીરી બનાવવા માટે આ ૩૦ વર્ષની મહિલા પ્રીતિએ ખુબ જ હૃદયસ્પર્શી અનોખી રીત અપનાવી. પ્રીતિ વ્યવસાયે એક જ્વેલરી ડિઝાઇનર છે. તેમને આ આઇડિયા સોશીયલ મીડિયા પર આવેલ એક કવેરીમાંથી મળ્યો છે. અત્યાર સુધીમાં પ્રીતિએ અનેક પ્રકારના ઇયર રિંગ્સ, રિંગ્સ, પેડેન્ટ વગેરે બનાવી ચૂકી છે. આજકાલ લોકોની વચ્ચે આ પ્રકારની જ્વેલરીનું ખાસ્સુ ચલણ બનેલ છે.

બ્રેસ્ટ મિલ્કમાંથી બનેલી જ્વેલરી

જેમણે આ પ્રકારની જ્વેલરી પ્રીતિ પાસે બનાવેલ છે તેમનું કહેવું છે કે તેમના માટે ખૂબ જ ભાવુક અહેસાસ છે, જેને તે હંમેશા માટે પોતાની પાસે રાખી શકે છે. પ્રીતિના કામને ખુબ જ પ્રશંસા મળી રહી છે. પ્રીતિ પોતે જણાવે છે કે પહેલા તે માટી કે અન્ય ચીજોથી ઘરેણા બનાવતી હતી પરંતુ સોશિયલ મીડિયા પર આવેલ આ કવેરીએ તેમને બ્રેસ્ટ મિલ્કથી બનાવવામાં આવતી જ્વેલરી બનાવવાનો આઈડિયા આપ્યો, જેને તે સફળતાપૂર્વક એક્સપ્લોર કરી રહી છે.

ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો

આજથી થોડા સમય પહેલા આ આર્ટ આટલો ફેમસ ન્હોતો, આવી પણ કોઈ ચીજ થઈ શકે છે, તેના વિશે લોકો જાણતા ના હતાં. પ્રીતિનું કહેવું છે કે તેમણે આ કળા ઇન્ટરનેટના માધ્યમથી શીખી છે કે કઈ રીતે માતાના દૂધનો ઉપયોગ જ્વેલરી બનાવવા માટે કરી શકાય છે. પ્રીતિ માટે બ્રેસ્ટ મિલ્ક અને પ્રિઝર્વ કરવી રાખવું ખૂબ જ મુશ્કેલ કામ હતું, કારણ કે બ્રેસ્ટ મિલ્ક ખૂબ જ જલદી ખરાબ થઈ જાય છે. પ્રીતિ જણાવે છે કે શરૂઆતમાં તેમણે ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો કારણકે ઇન્ટરનેટ પર જે ટેકનીક જણાવવામાં આવી હતી તે બિલકુલ પણ કામ કરી રહી નહોતી, પરંતુ બાદમાં પ્રીતિએ પોતે જ અમુક પ્રેજરવેટિવ કાઢ્યા હતાં જેની મદદથી તે હવે બ્રેસ્ટ મિલ્કને ૬ મહિના સુધી ફ્રિજમાં રાખી શકે છે.

આજની તારીખમાં દૂરથી પ્રીતિની પાસે લોકોની રિક્વેસ્ટ આવે છે બ્રેસ્ટ મિલ્કથી જ્વેલરી બનાવવા માટે. જો તમે પણ બ્રેસ્ટ મિલ્ક જ્વેલરી બનાવવા માંગતા હોય તો તમે પ્રીતિ સાથે ફેસબુક પર સંપર્ક કરીને જાણકારી પ્રાપ્ત કરી શકો છો.