બોલીવુડ એક એવી દુનિયા છે. જ્યાં દરરોજ કોઈને કોઈ સાથે લવ અફેર ચાલતું હોય છે. ફિલ્મી દુનિયામાં ઘણા લવ અફેર વધારે ફેમસ છે. જેમ કે અમિતાભ-રેખા, સલમાનખાન-એશ્વર્યા વગેરે. પરંતુ આજે અમે તમને બોલિવૂડના એવા લવ અફેર્સના વિશે જણાવીશું જેના વિશે તમે જાણતા નહી હોય. હકીકતમાં આ લવ અફેર્સ એટલા સિક્રેટ હતા કે મીડિયામાં પણ તેમની કોઈ ખાસ ચર્ચા થઈ નહી.
આમિર ખાન અને પૂજા ભટ્ટ
આમિર ખાન અને પૂજા ભટ્ટએ ૧૯૯૧માં આવેલી ફિલ્મ “દિલ હૈ કી માનતા નહી” માં સાથે કામ કર્યું હતું. મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક કોમેડી લવ સ્ટોરી હતી. આ પૂજા ભટ્ટની અભિનેત્રી તરીકે પહેલી ફિલ્મ હતી. કહેવામાં આવે છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન પૂજા આમિર ખાનને પસંદ કરવા લાગી હતી. ત્યારબાદ એક ખબર એવી પણ આવી હતી કે આમિર ખાનની સાથે તેમનો સંબંધ લવ-હેટ ટાઇપનો છે. જોકે મીડિયામાં બન્નેની લવસ્ટોરી પર ખૂબ જ ઓછી ચર્ચા થયેલી છે.
દિપીકા પાદુકોણ અને નિહાર પંડ્યા
દિપીકા પાદુકોણ બોલિવૂડમાં આવતા પહેલા મોડલિંગ કરતી હતી. તે દિવસોમાં તે નિહાર પાંડયાને ડેટ કરી રહી હતી. તે બન્નેની મુલાકાત મુંબઈની એક સ્કૂલમાં થઈ હતી. બંનેએ હિમેશ રેશમિયાના ફેમસ આલ્બમ “આપકા સુરુર” માં સાથે કામ કર્યું હતું. જોકે દિપીકાને “ઓમ શાંતિ ઓમ” થી બોલિવૂડમાં બ્રેક મળ્યો તો તેમણે નિહાર સાથે સંબંધ તોડી નાખ્યો. આ લવ અફેરના વિશે પણ ઘણાં જ ઓછા લોકો જાણે છે. મહત્વપૂર્ણ છે કે વર્તમાનમાં દિપીકા અભિનેતા રણવીર સિંહની પત્ની છે. બંને એક સુખી લગ્નજીવન પસાર કરી રહ્યા છે.
અનુષ્કા શર્મા અને જોહેબ યુસુફ
જોહેબ યુસુફ અનુષ્કા શર્માનો પહેલો પ્રેમ હતો. આ ત્યારની વાત છે જ્યારે તે મોડલિંગ કરતી હતી. ત્યારબાદ અનુષ્કાને યશરાજ ફિલ્મ્સ “રબ ને બનાદી જોડી” માં બ્રેક મળી ગયો. ત્યારબાદ અનુષ્કાએ પોતાના પ્રેમને પણ ભુલાવી દીધો. આ પણ એક એવું લવ અફેર હતું. જેમની ચર્ચા ના થવા બરાબર હતી. વર્તમાન સમયમાં અનુષ્કા વિરાટ કોહલી સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે.
રણબીર કપૂર અને અવંતિકા મલિક
અવંતિકા મલિક બોલિવૂડ અભિનેતા અને આમિર ખાનના ભત્રીજા ઇમરાનની પત્ની છે. ઘણા ઓછા લોકોને એ વાતની જાણકારી છે કે એક જમાનામાં રણબીર કપૂરનું અવંતિકા મલિક સાથે અફેર ચાલતું હતું. તે રણબીરનો પહેલો ક્રશ હતો. રણબીર અવંતિકાને મળવા માટે જસ્ટ મહોબત્તે ના સેટ્સ પર જતા હતા. ત્યારે અવંતિકા તેમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. જોકે ત્યારે તેમનો આ સંબંધ કંઈ ખાસ રીતે આગળ વધી શક્યો નહીં.
રણવીર સિંહ અને આહના દેઓલ
રણવીર સિંહ વર્તમાન સમયમાં દિપીકા પાદુકોણની સાથે એક સુખી લગ્નજીવન પસાર કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે એક સમય એવો પણ હતો જ્યારે રણવીર હેમા માલિનીની નાની પુત્રી આહના દેઓલને ડેટ કરતા હતા. આ રણવીરના કોલેજના દિવસોની વાત છે. ત્યારે બન્ને રિલેશનશિપમાં હતા. જો કે બંનેનો સંબંધ તેમના કોલેજના દિવસોમાં જ સમાપ્ત થઈ ગયો હતો.