હોળીનાં દિવસે હોળીકા દહન ની રાખ ઘરમાં લાવીને આ ખાસ જગ્યા પર રાખી દો, તમે મનમાં જે વિચારશો તે બધું જ આપશે માતા લક્ષ્મી

ભારત દેશને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. ભારતમાં ઘણા તહેવાર આવે છે પરંતુ મુખ્ય તહેવારોની વાત કરવામાં આવે તો હોળીને મોટો તહેવાર માનવામાં આવે છે. ખાસ કરીને બાળકો હોળીનાં દિવસની ખુબ જ આતુરતાપુર્વક રાહ જોતા હોય છે. ધુળેટીનાં દિવસે રંગોથી રમવા માટે બાળકો ઉત્સુક રહે છે. હોળીનો તહેવાર થોડા જ દિવસમાં આવવાનો છે.

માર્ચ મહિનામાં હોળીની ઉજવણી કરવામાં આવશે, તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. હોળીનાં એક દિવસ પહેલા હોળીકા દહન કરવામાં આવે છે, તેવામાં દરેક જગ્યાએ હોળીકા દહનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે પરંતુ શું તમે જાણો છો કે હોળીનાં એક દિવસ પહેલા એટલે કે હોળીકા દહનનાં સમયે જો તમે આ પાંચ કામ કરી લો છો તો તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તમારી તમામ મનોકામનાઓ પુરી થઈ જશે. તો ચાલો જાણી લઈએ તે પાંચ ઉપાયો ક્યાં છે.

ઉપાય નંબર

ધુળેટીનાં એક દિવસ પહેલાં એટલે કે હોળીકા દહનનાં દિવસે તમારે આ ઉપાય કરવાનો છે. ખાસ કરીને આ ઉપાય તે યુવાનો માટે છે, જે નોકરી મેળવવા માંગે છે અથવા તો પછી પોતાની નોકરીથી સંતુષ્ટ નથી. આવા લોકોએ હોળીકા દહન દરમિયાન પુજામાં શ્રીફળની આહુતિ આપવી પડશે. ત્યારબાદ ૭ વાર હોળીકાની પરિક્રમા કરવી પડશે, તેનાથી તમને ઇચ્છિત નોકરી મળવાનાં યોગ બની જાય છે.

ઉપાય નંબર

દરેક વ્યક્તિ પોતાનાં ઘરમાં સુખ અને શાંતિ રહે તેવું જ ઇચ્છે છે. જો તમે પણ પોતાના ઘરમાં સુખ અને શાંતિ રહે તેવું ઈચ્છતા હોય અને પોતાની આર્થિક સ્થિતિને સુધારવાની કોશિશ કરી રહ્યા છો તો તેમાં તમારે હોળીકા દહનની પુજાનાં પ્રસાદમાં મીઠાઈને સામેલ કરવી પડશે. આવું કરવાથી તમારી આર્થિક સ્થિતિ ખુબ જ જલ્દી સારી થઈ જશે.

ઉપાય નંબર

જો તમે પણ એવું ઈચ્છો છો કે તમારી દરેક મનોકામના પુરી થઈ જાય તો તેના માટે તમારે હોળીકા દહનનાં દિવસે આ નાનો ઉપાય કરવો પડશે. આવું કરવાથી તમારી દરેક મનોકામના પુરી થઈ જશે. તમારે બસ એટલું જ કરવાનું છે કે હોળીકા દહનની પુજામાં પાનમાં સોપારી રાખીને શ્રીફળ સાથે તેને અગ્નિમાં અર્પિત કરવું પડશે, તેનાથી તમને તેનું ફળ જરૂર મળશે.

ઉપાય નંબર

આપણા લોકોમાંથી ઘણા લોકોને મનમાં એક અજીબ પ્રકારનો ડર હોય છે અને તે શા કારણે હોય છે તે તો આપણને પણ ખબર હોતી નથી પરંતુ અવારનવાર ખરાબ વિચારો આવતા હોય છે. તેવામાં તમારે એક નાનો ઉપાય કરવો પડશે. આ ઉપાય પણ હોળીકા દહનનાં દિવસે જ કરવાનો રહેશે. તમારે સુકુ શ્રીફળ, તલ અને સરસવનું તેલ લઈને ૭ વાર પોતાનાં માથા પરથી ઉતારવાનું છે. ત્યારબાદ તેને હોળીકા દહનની અગ્નિમાં આહુતિ આપી દો.

ઉપાય નંબર

જો તમે ઘરમાં ખુશીઓ આવે તેવું ઈચ્છો છો અને જો તમારો ખરાબ સમય ચાલી રહ્યો છે તો તમારે હોળીકા દહનનાં દિવસે આ ખાસ ઉપાય કરવો પડશે. તમારે હોળીકા દહનની રાખ ને ઘરે લઈ આવવી પડશે. ત્યારબાદ તેમાં રાય અને મીઠું નાખવું પડશે. ત્યારબાદ તેને ઘરની સૌથી શુદ્ધ જગ્યા પર રાખી દો. આવું કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મકતા દુર થઈ જશે.