હોટલમાં લોકોનાં એટ્ઠા વાસણો સાફ કરવા વાળો આ બાળક આજે છે બોલિવૂડ સુપરસ્ટાર, એક મિનિટની કમાણી છે ૨૦૦૦ રૂપિયા

Posted by

હીરો-હીરોઇન બનવા માટે માયાનગરી મુંબઈમાં દરરોજ હજારો લોકો આવે છે. અહી આવતા મોટાભાગના લોકોનું સપનું હોય છે બોલિવૂડના સુપરસ્ટાર બનવાનું. ટીવી ઇન્ડસ્ટ્રી અને મોડલિંગમાં પણ ઘણા એવા લોકો છે, જે બોલિવૂડ એક્ટર બનવા માગે છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જ નસીબ વાળા હોય છે જેમને બોલિવૂડમાં એક્ટિંગ કરવાનો અવસર મળે છે. દરેક લોકોનું નસીબ સ્ટાર કિડ્સ જેટલું સારું હોતું નથી કે તેમને બોલિવૂડમાં હીરો કે હીરોઇન બનવા માટે વધારે સંઘર્ષ કરવો પડતો નથી. પરંતુ સામાન્ય માણસ ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ આ સ્થાન પર પહોંચે છે.

એક સામાન્ય માણસને ફિલ્મમાં લીડ રોલ મળી જાય તે પણ તેમના માટે ઘણું હોય છે. બોલિવૂડમાં પણ ઘણા એવા સ્ટાર રહેલા છે, જે કોઈ મોટા સેલિબ્રિટીના બાળકો તો નથી પરંતુ પોતાની મહેનતના દમ પર આજે બોલિવૂડના ટોપ એક્ટર બની ચૂક્યા છે. આજની આ પોસ્ટમાં અમે બોલિવૂડના એક એવા જ સિતારાની વિશે વાત કરીશું, જે આજે પોતાની મહેનતના દમ પર સફળતાના શિખરે પહોંચી ચૂક્યા છે અને આજે તેમની વર્ષમાં એક નહીં પરંતુ ત્રણ-ચાર ફિલ્મો રિલીઝ થાય છે.

અમે વાત કરી રહ્યા છે બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની. અક્ષય કુમાર બોલીવુડનાં એક એવા અભિનેતા છે જેમને દરેક ઉંમરના લોકો પસંદ કરે છે. તે દરેક વખતે પોતાની ફિલ્મોથી લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. તેમની દરેક ફિલ્મનો કોન્સેપ્ટ અલગ હોય છે અને તે હંમેશાં કોશિશ કરે છે કે દર્શકોને કંઈક નવું આપી શકે. અક્ષય આજકાલ સામાજિક મુદ્દાઓ પર વધારે ફિલ્મો બનાવી રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે એક સામાન્ય વ્યક્તિથી સુપર સ્ટાર બનવાની સફર અક્ષય માટે એટલી સરળ નહોતી.

વેઈટરનું કામ કરતા હતા અક્ષય

તમને જણાવી દઈએ કે ફિલ્મોમાં આવતા પહેલા અક્ષય કુમાર એક હોટલમાં વેઈટરનું કામ કરતા હતા. બેંગકોકથી માર્શલ આર્ટસની ટ્રેનિંગ લીધા બાદ પણ જ્યારે તેમને ભારતમાં કંઇ ખાસ કામ મળ્યું નહીં તો તે પોતાનું ગુજરાન ચલાવવા માટે વેઇટર બની ગયા હતા. એટલું જ નહી અક્ષય કુમારે ઢાકામાં ૬ મહિના સુધી સેલ્સમેનની નોકરી પણ કરી હતી. ઢાકા બાદ તે પરત દિલ્હી આવ્યા અને આખરે તેમણે મુંબઇની એક સ્કૂલમાં બાળકોને માર્શલ આર્ટ્સ શીખવવાનો અવસર મળ્યો.

બાળકોને શિખવ્યુ માર્શલ આર્ટ

સ્કૂલમાં માર્શલ આર્ટ્સ શીખવા દરમિયાન એક બાળકના પિતાએ અક્ષય કુમારને સલાહ આપી કે તેમણે મોડલિંગ કરવું જોઈએ. બસ ત્યારબાદ અક્ષય કુમારે ફોટોશૂટ કરાવ્યું અને નાના-મોટા અસાઇનમેન્ટ કરવા લાગ્યા. ધીરે ધીરે તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય થવા લાગ્યા અને વર્ષ ૧૯૯૯ માં તેમની પહેલી ડેબ્યૂ ફિલ્મ “સૌગંધ” આવી. આ ફિલ્મ આવ્યા બાદ જ અક્ષયના ફિલ્મી કરિયરની શરૂઆત થઈ અને બાદમાં તેમણે ક્યારેય પણ પાછળ ફરીને જોયું નહી.

એક મિનિટમાં કમાય છે આટલા રૂપિયા

આજે અક્ષય કુમાર બોલીવૂડના સૌથી લોકપ્રિય સુપરસ્ટાર છે. અક્ષયની એક વર્ષમાં ઘણી ફિલ્મો રિલીઝ થાય છે અને તેમની મોટાભાગની ફિલ્મો હિટ જાય છે. ફિલ્મોમાંથી તે ખૂબ જ સારી કમાણી કરે છે. અક્ષયની ગણતરી બોલીવૂડના સૌથી અમીર એકટરમાં કરવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમની એક મિનિટની કમાણી ૧૮૬૯ રૂપિયા છે.

જીવે છે ડીસિપ્લીન લાઇફ

અક્ષય કુમાર એક ખૂબ જ ડિસિપ્લિન લાઈફ સ્ટાઈલ ફોલો કરે છે. તે દરરોજ સવારે ૪ વાગ્યે ઊઠે છે અને ત્યારબાદ દિવસભર કામ કર્યા બાદ સાંજે ૬-૭ વાગ્યાની વચ્ચે ભોજન કરીને સુઈ જાય છે. અક્ષયમાં કોઈપણ ખરાબ આદત નથી. તે શરાબ અને સિગરેટને પોતાનાથી દુર રાખે છે. તેમને પાર્ટીઓમાં જવું પણ પસંદ નથી. તે સિમ્પલ લિવિંગ અને હાઈ થીંકિંગમાં વિશ્વાસ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *