જોક્સ – ૧
ભુરાની તબિયત બગડી તો ડોક્ટરને બતાવ્યું.
ડોક્ટરે કહ્યું તમે માત્ર ૧૨ કલાકનાં જ મહેમાન છો. કદાચ કાલની સવાર નહિ જોઈ શકો.
ભુરા એ વાત તેમની પત્નિને કરી અને વિચાર્યું કે જિંદગીની છેલ્લી રાત છે,
તો પત્નિ અને પરિવાર સાથે પ્રેમથી પસાર કરું.
ભુતકાળની વાતો વાગોળી. થોડીવાર પછી તેની પત્નિને જોકા ખાતી જોઈને,
ભુરા એ કહ્યું : લે… તુ સુઈ ગઈ ?.
પત્નિ : તો શુ કરું ?. તમારે તો સવારે નથી ઉઠવાનું પણ મારે તો ઉઠવું પડશે ને…
જોક્સ – ૨
એક મકાન ઉપર માલિકે “મકાન ખાલી છે” નું બોર્ડ લગાવી રાખ્યું હતું.
સાથે જ એ પણ લખ્યું હતું કે, “આ મકાન તે લોકોને આપવામાં આવશે, જેમને “બાલબચ્ચા” ના હોય.
એક દિવસ એક બાળક મકાન માલિક પાસે આવ્યો,
અને બોલ્યો : મહેરબાની કરીને આ મકાન મને આપી દો. મારે કોઈ બાળક નથી, માત્ર માં-બાપ છે.
જોક્સ – ૩
બાળક : મમ્મી, મારે અહીંથી ફટાકડા લેવા છે.
મમ્મી : નાલાયક, આ ફટાકડાની દુકાન નથી. ગર્લ્સ હોસ્ટેલ છે.
બાળક : પણ પપ્પા તો કહેતા હતાં કે અહીં મસ્ત ફટાકડીઓ છે.
જોક્સ – ૪
શિક્ષક : આ વાક્યમાં ખાલી જગ્યા પુરો.
૯૦૦ ઉંદર ખાઈને બિલાડી ………… ચાલી.
વિદ્યાર્થી : ૯૦૦ ઉંદર ખાઈને બિલાડી ધીમે ધીમે ચાલી.
શિક્ષક : નાલાયક મજાક કરે છે?. નીકળી જા મારા વર્ગમાંથી.
વિદ્યાર્થી : સર… એ તો મેં તમારું માન રાખવા માટે કહી દીધું હતું નહિતર ૯૦૦ ઉંદર ખાઈને બિલાડી તો શું તેનો બાપ પણ નથી ચાલી શકતો.
જોક્સ – ૫
એક ભાઈનાં ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.
સામેથી છોકરીનો અવાજ હતો.
“Excuse Me શું તમે કુંવારા છો ?”.
“હા પણ તમે કોણ ?”.
સામેથી જવાબ મળ્યો : તમારી બૈરી. આજે ઘરે આવો પછી તમારી વાત છે.
થોડીવાર પછી બીજા અજાણ્યા નંબર પરથી બીજો ફોન આવ્યો.
છોકરીનો જ અવાજ હતો.
“હેલ્લો, શું તમે પરણેલા છો?”.
“હા… પણ તમે કોણ?”.
“નાલાયક…તારી ગર્લફ્રેન્ડ છું”.
ભુરો : અરે સોરી ડાર્લિંગ… મને એમ કે મારી બૈરીનો ફોન હશે.
સામેથી જવાબ મળ્યો : તારી બૈરી જ બોલું છું હરામખોર… આજે તો આવ ઘરે, પછી જો તારી વાત છે.
ભુરો હજુ હોસ્પિટલમાં છે.
જોક્સ – ૬
છોકરો : ૧૪૩
છોકરી : આ ૧૪૩ શું છે?.
છોકરો : એટલે કે I Love You જાનું.
છોકરી : ૬૬૬
છોકરો : આ ૬૬૬ શું છે?.
છોકરી : ૬૬૬ જીઓનું રીચાર્જ છે.
જોક્સ – ૭
એક નવદંપત્તિ બગીચામાં ફરવા ગયા.
અચાનક એક મોટો કુતરો તેમની તરફ દોડ્યો.
બચવાનો કોઈ રસ્તો ના દેખાતા પતિ એ તરત જ પોતાની પત્નિ ને ઉંચકી લીધી, જેથી કરીને કુતરો કરડે તો તેને કરડે, તેની પત્નિને ના કરડે.
કુતરો એકદમ નજીક આવીને ઉભો રહ્યો. થોડીક વાર તો ભસ્યો અને પછી ભાગી ગયો.
પતિ ને હાશકારો થયો અને તેણે એ આશાએ પોતાની પત્નિ ને નીચે ઉતારી કે પત્નિ તેને ખુશીથી ગળે લગાવી દેશે.
ત્યારે… તેની બધી આશાઓ પર પાણી ફેરવતા તેની પત્નિ એ બુમ પાડી…
“મે આજ સુધી લોકોને કુતરાઓને ભગાડવા માટે પત્થર કે ડંડો ફેંકતા તો જોયા હતાં પણ આજે એવો માણસ પહેલી વાર જોયો જે કુતરાને ભગાડવા માટે પોતાની પત્નિ ને ફેંકવા માટે તૈયાર હતો”.
સાર : “પરણિત પુરુષોએ પોતાની પત્નિ પાસેથી ક્યારેય પ્રશંસાની આશા ના રાખવી જોઈએ”.
જોક્સ – ૮
પત્નિ : જુવો જી… કામ કરતી વખતે મને કિસ-બીસ ના કરો.
ત્યારે કામ વાળી બોલી : મેડમજી… સારી રીતે સમજાવી દો, હું તો કહી કહીને થાકી ગઈ છું.
જોક્સ – ૯
ચિંટુ : તું છોકરીને પપ્રોઝ કેવી રીતે કરીશ?.
પિંટુ : હું તેને બોટમાં બેસાડીને દરિયાની વચ્ચે લઇ જઇશ અને પછી પુછીશ.
તે “હા” પાડશે તો ઠીક છે નહિતર કહીં દઇશ.
“બસ તારો મારો સાથ અહીં સુધી જ હતો. ઉતરી જા મારી બોટમાંથી.
જોક્સ – ૧૦
પત્નિ : આટલા વર્ષો થઇ ગયા આપણા લગ્નનાં… આજ સુધી તમે મને કંઈ જ નથી આપ્યું.
પતિ : દિલ તો આપ્યું છે, હવે બીજું શું જોઈએ છે?.
પત્નિ : નહિ જાનું… કોઈ સોનાની વસ્તુ અપાવો ને.
પતિ : ચાલો સાંજે નવું ઓશીકું લાવી આપું… ખુબ મજે મેં સોના.
જોક્સ – ૧૧
પત્નિ : સામેની બારીએ જુઓ… કબુતર અને કબુતરી ચાંચ માં ચાંચ નાખીને કેવો પ્રેમ કરે છે. તમે તો સાવ ઠોબારા.
પતિ : તું તેને કેટલા સમયથી જુએ છે ?.
પત્નિ : બે કલાક થી…
પતિ : હું અઠવાડિયાથી તેને જોઉ છું. કબુતર તો એનું એ જ છે પણ કબુતરી દરરોજ નવી-નવી હોય છે.