મારી કહાની : હું ૨૯ વર્ષની છું, મારા લગ્ન નથી થઈ રહ્યાં, જેનું કારણ ખુબ જ શરમજનક છે, હું મારા બોયફ્રેન્ડ સાથે…

Posted by

હું મારી PHD ની પણ તૈયારી કરી રહી છું. મને મારા અંગત જીવનમાં કોઈ તકલીફ નથી પરંતુ મારી સમસ્યા એ છે કે ૫ વર્ષથી મારા માતા-પિતા મારા માટે યોગ્ય જીવનસાથીની શોધી રહ્યાં છે, જેઓ મારા કાળા રંગનાં કારણે ભારે નિરાશાનો સામનો કરી રહ્યા છે. મારી વાર્તા પણ ભારતની તે છોકરીઓ જેવી છે, જેમને તેમનાં શ્યામ રંગનાં કારણે સુંદર માનવામાં આવતી નથી.

એનું કારણ એ છે કે મારી પ્રતિભા કરતાં મારા રંગને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. ફરી એકવાર મારી સામે તે બધું જ આવ્યું, જેનાથી હું લાંબા સમયથી ભાગી રહી હતી. હકિકતમાં મારા કોલેજનાં દિવસોમાં મારો એક બોયફ્રેન્ડ હતો. હું તેને ખુબ જ પ્રેમ કરતી હતી. હું તમારાથી કંઈપણ છુપાવવા માંગતી નથી, અમે શા-રીરિક સંબંધ પણ બાંધ્યા હતાં પણ કોલેજ પુરી કર્યા બાદ તરત જ તેણે મારી સાથેનાં બધા જ સંબંધો તોડી નાખ્યા.

તે માત્ર વાંચવા માટે બીજા શહેરમાં જ ગયો નહોતો પરંતુ તેણે મારી સાથે એકવાર પણ વાત ના કરી. એવું નથી કે મેં તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન નહોતો કર્યો પરંતુ ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ મને કશું જ મળ્યું નહીં. એ પણ એક કારણ છે કે જ્યારે હું મારા જીવનનાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક દિવસ હું તેનાં એક મિત્રને મળી. જ્યારે મેં તેને મારા એક્સ બોયફ્રેન્ડ વિશે પુછ્યું તો તેણે કહ્યું કે, “મને કહેતા ખરેખર દુ:ખ થાય છે. તે અવારનવાર અમારી સામે તારી મજાક ઉડાવતો હતો. તેણે તારું હુલામણું નામ “કાળી” રાખ્યું હતું. તું તેને ભુલી જઈશ તો સારું છે”.

જ્યારે મેં આ વાતો તેમની પાસેથી સાંભળી ત્યારે મારું દિલ તુટી ગયું. મારી જાણ બહાર મારો એક્સ બોયફ્રેન્ડ મારી સાથે કેટલો ગંદો વ્યવહાર કરી રહ્યો હતો. તેણે મારો ઉપયોગ માત્ર તેની મજા માટે જ કર્યો નહોતો પરંતુ સમય આવ્યો ત્યારે મને છોડી પણ દીધી. હાલની પરિસ્થિતિમાં ફરી એકવાર જ્યારે આ બધી ચીજો મારી સાથે ફરી થવા લાગી છે ત્યારે હું ખુબ જ પરેશાન થવા લાગી છું. મને ખબર નથી પડતી કે આ બધા સાથે કેવી રીતે વ્યવહાર કરવો. હવે હું શું કરું યોગ્ય ઉતર આપવા વિનંતી.

જવાબ

મને એ જાણીને ખુબ જ દુઃખ થયું છે કે તમે તમારા જીવનમાં આવા નિરાશાજનક અનુભવોમાંથી પસાર થઈ રહ્યા છો. જો કે તેમ છતાં પણ હું તમને સલાહ આપીશ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તે એટલા માટે કે તેમાં તમારી કંઈ ભુલ જ નથી. કમનસીબે આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં આજે પણ સુંદરતાનો મતલબ ગોરા હોવાની સાથે જોડવામાં આવે છે. આ પણ એક કારણ છે કે આપણા સમાજમાં છોકરી રૂપાળી ના હોવી તેમનાં માટે જીવવા અને મ-રવા કરતાં પણ મોટો મુદ્દો બની રહ્યો છે. તમે ઉલ્લેખ કર્યો તેમ તમારો એક બોયફ્રેન્ડ હતો, જેણે તમારા સંદિગ્ધ રંગની મજાક ઉડાવી હતી.

આવી સ્થિતિમાં સૌ પ્રથમ હું તમને કહેવા માંગુ છું કે અગાઉની બાબતોને ભુલી જવાનાં પ્રયાસ કરો. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે જે વ્યક્તિએ તમને માન અને સન્માન ના આપ્યું હોય તેને યાદ કરવાનો કોઈ અર્થ નથી. તે તદ્દન અપ્રમાણિક વ્યક્તિ હતો, જે એક હેતુ સાથે તમારી નજીક આવ્યો હતો. તે એટલા માટે છે કારણકે સ્વાર્થી લોકો દ્વારા આપવામાં આવેલ લેબલ્સ તમને દુ:ખ સિવાય બીજું કશું જ આપવાના નથી. એટલું જ નહીં તમારી જાતને બીજા સાથે સરખાવવાનું ટાળો. તમે જે પણ છો તેમાં તમે સંપુર્ણ છો.