જોક્સ – ૧
ડોક્ટર : દારૂ પીવામાં વાંધો નહી પણ ચાલવાનું રાખો.
દર્દી : સાહેબ, દારૂ લેવા ચાલીને જ જાઉં છું અને પોલીસ પાછળ પડે તો દોડું પણ છું.
જોક્સ – ૨
પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ?.
પત્નિ (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ.
પતિ : ખુબ જ સરસ, તો મારાથી ૩,૮૪,૪૦૦ કિમી દુર જતી રહે.
(પછી પતિની જોરદાર ધોલાઈ થઇ).
જોક્સ – ૩
ફિલ્મનાં ઇન્ટરવલ પછી સ્વીટીએ છેલ્લી સીટ પર બેઠેલા ભાઇનું પુછ્યું,
સ્વીટી : હે ભાઇ, હમણાં બહાર જતી વખતે મેં તમારો પગ કચડ્યો હતો?.
યુવક : હા, હવે શું માફી માંગવા આવી છે કે ફરી પગ તોડવા?.
સ્વીટી : ના ના, આ તો મને ખબર પડે ને કે મારી સીટ આ જ રોમાં છે કે નહી?.
જોક્સ – ૪
એકવાર ભગવાને એક માણસની બધી જ મેમરી ડીલિટ કરી નાખી પછી પુછ્યું,
ભગવાન : શું તને કાંઈ યાદ છે?.
માણસ : હા, પત્નિનો ચહેરો.
ભગવાન : આખી સિસ્ટમ ફોર્મેટ કરી નાખી તોય વાયરસ તો રહી જ ગયો.
જોક્સ – ૫
પત્નિ : અરે સાંભળો છો?. જેણે આપણા લગ્ન કરાવ્યા હતાં, તે ગુજરી ગયા.
પતિ : એક દિવસ તેમને તેમના કર્મનું ફળ તો મળવાનું જ હતું.
જોક્સ – ૬
ખુશ કેમ રહેવું એ તો કુકર પાસેથી શીખવા જેવું છે.
ઉપર પ્રેશર
નીચે આગ
તો પણ બિન્દાસ સીટી મારતો રહે છે.
જોક્સ – ૭
નવશેકા પાણીમાં મીઠું-હળદર નાખીને કોગળા કરવાથી
.
.
.
.
.
.
.
.
છત પર કરોળિયાનાં કેટલા જાળા થઈ ગયા છે તે ખબર પડે છે, બાકી આજકાલનાં મોબાઈલનાં જમાનામાં ઉંચું કોણ જોવે છે?.
જોક્સ – ૮
એક વકીલે નવી ઓફિસ ખોલી,
બીજા દિવસે તેને પહેલો ક્લાયન્ટ આવતો દેખાયો.
ક્લાયન્ટ જેવો જ ઓફિસમાં પ્રવેશ કરવાનો હતો કે, વકીલે ટેલિફોન ઉંચકીને ક્લાયન્ટની સામે હોંશિયારી મારતા કહ્યું, સાંભળો મગનલાલ, તમે હરજીભાઈને કહો કે તે કેસ જીતી ગયા છે.
પછી ઓફિસમાં આવેલા તે વ્યક્તિ તરફ જોઈને બોલ્યા : જી કહો, હું તમારી શું સેવા કરી શકું છું.
વ્યક્તિએ થોડું અચકાઈને કહ્યું : મારે કાંઈ નથી કરાવવું, હું તો ખાલી તમારો ટેલિફોન રિપેર કરવા આવ્યો છું.
જોક્સ – ૯
બકો : સર મારે, મારી પત્નિ સાથે બહાર ફરવા જવું છે. રજા જોઇએ છે.
બોસ : રજા નહિ મળે.
બકો : થેંક્યું સો મચ સર, મને ખબર હતી કે મુશ્કેલીનાં સમયમાં એક પુરુષ જ બીજા પુરુષનાં કામમાં આવશે.
જોક્સ – ૧૦
ટીચર : આજે હું તમને બધા ને “Noun” ભણાવીશ, પપ્પુ ચલ ઊભો થા.
પપ્પુ : જી ટીચર.
ટીચર : છોકરી બધા સાથે હસી-હસીને વાતો કરી રહી છે આમાં છોકરી શું છે?.
પપ્પુ : છોકરી બગડેલી છે મેડમ, તે સેટિંગ કરવા માંગે છે.
જોક્સ – ૧૧
કામ કરીને થાકી ગયેલી મહિલાઓ માટે યોગાસન
૧. પહેલા તો ખુરશી પર બેસો.
૨. પોતાના માથાને પાછળની બાજુ ટેકવો
૩. આંખો બંધ કરો અને ઉંડો શ્વાસ લો.
૪. પછી બોલો
.
.
.
“ભાડમાં જાય બધુ કામ”.
જોક્સ – ૧૨
પપ્પૂ : યાર ગપ્પૂ, તું હંમેશા મારી સાથે રહ્યો છે. જ્યારે મારો અકસ્માત થયો ત્યારે પણ તું મારી સાથે હતો, જ્યારે મારી નોકરી ગઈ ત્યારે પણ તું મારી સાથે જ હતો. જ્યારે મારા પિતાએ મને ઘરેથી લાત મારીને બહાર કાઢી મુક્યો, ત્યારે પણ તું મારી સાથે હતો.
ગપ્પુ : હું હંમેશાં તારા ખરાબ સમયમાં તારી સાથે જ રહીશ મારા મિત્ર.
પપ્પુ : અરે દુર હટ મારાથી. લાગે છે તું જ પનોતી છે રે બાબા.
જોક્સ – ૧૩
એક સંતાની હિટ એન્ડ રન કેસમાં ધરપકડ થઇ.
પોલિસ : તે ૨૦ લોકોને કેવી રીતે ઉડાવી દીધા?.
સંતા : હું ફુલ સ્પીડમાં જતો હતો. મેં જ્યારે બ્રેક મારવાની ટ્રાય કરી તો મને ખબર પડી કે મારી કાર ની બ્રેક ફેઇલ છે.
પોલિસ : તો?.
સંતા : મેં સામે જોયું તો એકબાજુ ૨ માણસો જઇ રહ્યા હતાં અને બીજી બાજુ એક લગ્નની જાન હતી. હવે તમે જ કહો હું કંઇ બાજુ ગાડી ફેરવું?.
પોલિસ : બે માણસો તરફ, ઓછુ નુક્શાન થાત.
સંતા : બસ, મેં પણ આવું જ કર્યું હતું પણ તે બે માણસો મારી ગાડીને જોઇને લગ્નની જાન તરફ ભાગી ગયા.
જોક્સ – ૧૪
પતિ-પત્નિની વચ્ચે ઝઘડો થયો. બન્ને જણાએ સાંજ સુધી એકબીજા સાથે વાત ના કરી.
સાંજે પત્નિએ કહ્યું : સાંભળો, આમ આપણે ઝઘડતા સારા ના લાગીએ, ક્રોમ્પોમાઇઝ કરી લઇએ.
પતિ : શું કરવું છે બોલ?.
પત્નિ : તમે મોટું મન રાખીને મારી માફી માંગી લો. હું મન મોટું રાખીને તમને માફ કરી દઇશ.