છોકરો : મારે લગ્ન નથી કરવા, મને બધી જ મહિલાઓથી બીક લાગે છે, પિતા : દિકરા… એકવાર લગ્ન કરી લે, પછી તને…

જોક્સ

ટીચર : ભેંસ પુછડી કેમ હલાવે છે?.
મનીયો : કેમ કે… પુછડીમાં એટલી તાકાત નથી હોતી કે તે ભેંસ ને હલાવી શકે.

જોક્સ

શાકભાજી વાળો ક્યારનો ભીંડા માથે પાણી છાંટતો હતો…
ગ્રાહક ઉભો ઉભો કંટાળી ગયો.
૧૦ મિનીટ પછી શાક વાળો બોલ્યો : બોલો સાહેબ શું આપુ?.
ગ્રાહક : ભીંડો ભાનમાં આવી ગયો હોય તો ૧ કિલો આપી દે…

જોક્સ

લગ્ન પહેલા થનારી પત્નિ નો મેસેજ આવ્યો…
મારા લગ્ન ક્યાંક બીજે નક્કી થઈ ગયા છે, હવે આપણા લગ્ન નહિ થઈ શકે.
છોકરો ટેંશનમાં આવી ગયો.
થોડી વારમાં બીજો મેસેજ આવ્યો : સોરી ભુલથી તમને મેસેજ મોકલાઈ ગયો.
છોકરો ફરીથી ટેંશનમાં આવી ગયો.

જોક્સ

પતિ- તું મને જ્યારે “જાન” કહીને બોલાવે છે ને ત્યારે મને બહુ ગમે છે.
પત્નિ : પણ શું તમને ખબર છે કે હું તમને જાન કહીને કેમ બોલાવું છું?.
પતિ : ના… કેમ બોલાવે છે?.
પત્નિ : જાવ ને તમને નહીં ગમે.
પતિ : ના…ના… ગમશે, કહે ને… પ્લીઝ.
પત્નિ : કારણ કે જાનવર કહેવું થોડું લાંબુ થઇ જાય છે એટલે.

જોક્સ

જમાઈ : તમારી છોકરીમાં કંઈ મગજ જેવું છે કે નહીં?. પહેલા ખબર હોત તો લગ્ન જ ના કર્યા હોત.
સસરા : તમને યાદ કરાવી દઉં કે તમે જોવા આવ્યા ત્યારે તમે ખાલી હાથ જ માંગ્યો હતો, મગજની કોઈ વાત જ નહોતી થઈ.

જોક્સ

એક છોકરી ઘણીવાર સુધી બસ સ્ટોપ ઉપર ઉભી હતી.
એક વ્યક્તિએ તેને કહ્યું : ક્યાં જવું છે મેડમ તમારે?.
છોકરી : ભાઈ ચાંદની ચોક કઈ બસ જાય છે?.
વ્યક્તિ : ૨૧ નંબરની.
એવું કહીને વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો.
એક કલાક પછી…
વ્યક્તિ : મેડમ તમે હજુ સુધી ગયા નથી?.
છોકરી : અરે ૧૮ બસ જઈ ચુકી છે બે બીજી જતી રહે પછી આવશે ૨૧ નંબરની બસ.
(વ્યક્તિ બેભાન)

જોક્સ

પત્નિ એ આકાશમાં તારાને જોઈને પતિને કહ્યું : એવી કંઈ વસ્તુ છે કે જે તમે દરરોજ જોઈ શકો છો પણ લાવી નથી શક્તાં?.
પતિ : પાડોશણ.

જોક્સ

પતિ ઓફિસ જવા માટે નીકળ્યો હતો,
ત્યાં જ તેની પત્નિ બોલી : ભગવાનને પગે લાગીને નીકળો તો બધા કામ સફળ થશે.
પતિ : એવું થોડું હોય… લગ્નનાં દિવસે તો ભગવાનને પગે લાગીને જ નીકળ્યો હતો.

જોક્સ

સંતા : હું તો દ્વિધામાં ફસાઈ ગયો છું
બંતા : કેમ?.
સંતા : યાર પત્નિનાં મેકઅપના ખર્ચા સહન નથી થતા અને મેકઅપ વગર પત્નિ સહન નથી થતી.

જોક્સ ૧૦

છોકરો : મારે લગ્ન નથી કરવા, મને બધી મહિલાઓથી બીક લાગે છે.
પિતા : દિકરા લગ્ન કરી લે… પછી તને એક જ મહિલાથી બીક લાગશે, બાકી બધી જ સારી લાગશે.

જોક્સ ૧૧

બંતા : આજે તો માંડમાંડ બચી ગયો.
સંતા : કેમ?. એવું તો શું થયું??.
બંતા : અરે આજે મને ફેસબુકે બચાવી લીધો.
સંતા : કેવી રીતે?.
બંતા : અરે આજે મારી પત્નિનો બર્થ-ડે હતો.

જોક્સ ૧૨

પતિ અને પત્નિ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો.
પતિ : હું ડરતો નથી તારાથી.
પત્નિ : તું ડરતો નથી તો પહેલી વખત મને જોવા આવ્યો હતો ત્યારે ચાર-પાંચ લોકોને સાથે કેમ લાવ્યો હતો? અને જયારે મને લેવા આવ્યો ત્યારે ૨૦૦ લોકોને લઈને આવ્યો હતો. મને જો એકલી શેરની ની જેમ આવતી રહી.
(પતિ હજુ સુધી વિચારમાં છે).

જોક્સ ૧૩

પત્નિ : એમ પુછું છું કે આ મોદી એક જ દિવસમાં ૩-૩ દેશમાં કેવી રીતે પ્રવાસ કરી શકે છે?.
પતિ : પતિ સાથે પત્નિ ના હોય તો જ એ શક્ય બને. એવો માણસ ૩ શું ૩૦ દેશમાં પણ પ્રવાસે જઈ શકે. પત્નિ સાથે હોય તો ડી-માર્ટ માં જ સાંજ પડી જાય.