ઘુઘો : હેલ્લો, કોણ શિલા?. શિલા : સોરી… મારે બોયફ્રેન્ડ છે. ઘુઘો : મને તારું પર્સ મળ્યું છે અને એમાં ૧૦ હજાર રૂપિયા છે. શિલા : તું એ મને પાછું આપીશ?. ઘુઘો : સોરી… મારે…

Posted by

જોક્સ
સાહેબ : ભુરા… હું તને દરરોજ એટલો મારું છું તો પણ તું લેશન કેમ નથી કરીને લાવતો?.
ભુરો : સાહેબ… હું લેશન કરીને લાવીશ તો તમે તમારી પત્નિનો ગુસ્સો કોનાં પર ઉતારશો?. તમારો આ ગુસ્સો નીકળી જાય એટલે હું માર ખાઈ લઉં છું સાહેબ.
સાહેબ રડવા જેવા થઈ ગયા અને ભુરા ને ક્લાસ નો મોનીટર બનાવી દિધો. આને કહેવાય બગાસું ખાતાં પતાસું મળ્યું.

જોક્સ
બે મિત્ર નશાની હાલતમાં રેલ્વે ટ્રેકની વચ્ચેથી જઈ રહ્યા હતાં.
પહેલો : ઓહ માય ગોડ, હું આટલી બધી સીડીઓ પહેલા ક્યારેય નથી ચડ્યો.
બીજો : અરે સીડીઓ તો બરાબર છે, મને નવાઈ લાગે છે કે પકડવા માટે રેલિંગ કેટલી નીચી લગાવેલી છે.

જોક્સ
છોટુ : તારા પપ્પા કેટલા વર્ષના છે?.
મોટુ : જેટલા વર્ષનો હું છુ.
છોટુ : એ કેવી રીતે?.
મોટુ : અરે, જે દિવસે હું પેદા થયો એ દિવસે જ તો તે પપ્પા બન્યા.

જોક્સ
પતિ : તું બહાર જાય છે તો મને ડર લાગે છે.
પત્નિ : હું જલ્દી આવી જઈશ.
પતિ : એ વાતનો જ તો ડર લાગે છે.

જોક્સ
લુંગી પહેરેલી ગામડાની છોકરીને ઝાડ પર બેઠેલી જોઈને કાકીએ કહ્યું, ત્યાં શું કામ બેઠી છે?.
છોકરી : સફરજન ખાવા.
મહિલા : પણ આ તો આંબાનું ઝાડ છે.
છોકરી : ઓ કાકી, બહુ ડાહી ના બન, હું ઘરેથી સફરજન લઈને આવી છું.

જોક્સ
એક છોકરો દરરોજ બસમાં સ્કુલ જતો હતો. એક દિવસ તેણે પોતાનાં પપ્પાને કહ્યુ,
પપ્પા મોટરસાયકલ અપાવી દો ને.
તેના પપ્પાએ કહ્યુ : અરે, મોટરસાયકલનું શું કરીશ. જો સામે વાળા શર્માજીની છોકરી દરરોજ બસમાં જાય છે.
પુત્ર : પપ્પા એ જ તો જોવાતુ નથી મારાથી.

જોક્સ
શિક્ષક : આ જુઓ, તમારા છોકરાનાં પરીક્ષામાં માર્કસ…
ગુજરાતી : ૨૦
સામાજિક વિજ્ઞાન : ૨૨
કોમ્પુટર : ૨૦
ગણિત : ૧૨
વિજ્ઞાન : ૧૪
કુલ : ૮૮
પપ્પા : અરે વાહ શાબાશ દિકરા, “કુલ” વિષયમાં તો બોવ જ સારા માર્કસ લાવ્યો. એનાં શિક્ષક કોણ છે?.

જોક્સ
જમાઈ પોતાની સાસુને : તમારી દિકરીમાં કોઈ વાત ઢંગની નથી. જમાઈ એ બહુ ફરિયાદ કરી.
બધી વાતો સાંભળ્યા પછી સાસુ બોલી : હા બેટા મને ખબર છે, એટલા માટે તો તેને કોઈ સારો છોકરો ના મળ્યો.

જોક્સ
સાહેબ : પત્નિને સંસ્કૃતમાં શું કહેવાય.
ગગો : સંસ્કૃતમાં શું સાહેબ, એકેય ભાષામાં પત્નિને કંઇ ના કહેવાય.

જોક્સ ૧૦
ગર્લફ્રેન્ડ (બોયફ્રેન્ડને) : અરે બાબુ, ઝટ કર, બારીમાંથી કુદી જા, પપ્પા આવી રહ્યા છે.
બોયફ્રેન્ડ : પણ આ તો ૧૩ મો માળ છે.
ગર્લફ્રેન્ડ : અરે, શુકન-અપશુકન વિચારવાનો આ સમય નથી.

જોક્સ ૧૧
સુખી સંસાર માટેની બે ટિપ્સ.
૧. પત્નિ બોલતી હોય ત્યારે શાંત રહેવું.
૨. પત્નિ શાંત હોય ત્યારે બોલવું નહીં.

જોક્સ ૧૨
ટીચર : તું કાલે કેમ આવ્યો નહોતો?.
પપ્પુ : નહિ કહું?.
ટીચરે થપ્પડ મારીને કહ્યું : જલ્દી બોલ, ક્યાં ગયો હતો?.
પપ્પુ : ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયો હતો.
ટીચર : આટલો નાનો હોવા છતાં ગર્લફ્રેન્ડ સાથે ફરતો હતો, કોણ હતી તે છોકરી?.
પપ્પુ : તમારી દિકરી.
(ટીચર બેભાન)

જોક્સ ૧૩
છગન : યાર, હું જે છોકરીને પ્રેમ કરતો હતો, તેણે મારી સાથે લગ્ન ના કર્યા.
મગન : તેં તેને કહ્યું નહિ કે તારા કાકા કરોડપતિ છે?.
છગન : હા મેં કહ્યું હતું.
મગન : તો પછી?.
છગન : હવે તે મારી કાકી છે.

જોક્સ ૧૪
ઘુઘો : હેલ્લો, કોણ શિલા?.
શિલા : સોરી… મારે બોયફ્રેન્ડ છે.
ઘુઘો : મને તારું પર્સ મળ્યું છે અને એમાં ૧૦ હજાર રૂપિયા છે.
શિલા : તું એ મને પાછું આપીશ?.
ઘુઘો : સોરી… મારે ગર્લફ્રેન્ડ છે.