દિકરી : હું પાડોશીને પ્રેમ કરું છું અને તેની સાથે ભાગી રહી છું. પિતા : અરે વાહ, ઘણું સરસ, મારો સમય અને પૈસા બંને બચી ગયા. દિકરી : પપ્પા… હું…

Posted by

જોક્સ

છોકરી : સ્ટેશન સુધીના કેટલા પૈસા લેશો?.

રીક્ષાવાળો : મેડમ ૨૦ રૂપિયા.

છોકરી (આશ્ચર્યજનક જેવું મોઢું કરીને) : સ્ટેશનનાં ૨૦ રૂપિયા?.

રીક્ષાવાળો : હા મેડમ… સ્ટેશન બે કી.મી. દુર છે અહિયાથી.

છોકરી (હાથનો ઈશારો કરીને) : પેલું તો છે સ્ટેશન.

રીક્ષાવાળો : મેડમ હાથ પાછો લઇ લો ક્યાંક ટ્રેન નીચે ના આવી જાય.

જોક્સ

લલ્લુ એ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી : ચોર મારા ઘરમાં ટી.વી. સિવાય બધું જ ચોરી ગયા.

પોલીસ : પણ એવું કેવી રીતે બને?. ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?.

લલ્લુ : ટી.વી. તો હું જોતો હતો ને.

જોક્સ

પતિ પોતાની નોકરાણીને પ્રેમ કરતો હતો.

પતિ : તું મારી પત્નિ કરતા પણ સુંદર છે.

નોકરાણી : ખોટું ના બોલો માલિક.

પતિ : નહિ… સાચું બોલી રહ્યો છું.

નોકરાણી : સારું પણ ડ્રાઈવર તો કહી રહ્યો હતો કે શેઠાણી જ વધુ સુંદર છે.

પતિ બેભાન.

જોક્સ

સાસુ : જમાઈ રાજા આવતા જન્મમાં શું બનશો?.

જમાઈ : જી ગરોળી બનીશ.

સાસુ : કેમ?.

જમાઈ : કેમ કે તમારી દિકરી માત્ર ગરોળીથી જ ડરે છે.

જોક્સ

રાજુ : મેં મારી પત્નિ ને ૧૨ મું ધોરણ પાસ કરાવી. પછી બીએ કરાવ્યું, પછી એમએ કરાવ્યું અને હવે તેને સરકારી નોકરીએ લગાવી દીધી. હવે શું કરું?.

શ્યામુ : બસ હવે એક સારો છોકરો જોઇને લગ્ન કરાવી દે.

જોક્સ

પત્નિ : તમને યાદ છે તમે મને પહેલી વાર જોવા આવયા ત્યારે મે કઈ સાડી પહેરી હતી?.

પતિ : ના… યાદ નથી.

પત્નિ : તેનો અર્થ તમે મને પ્રેમ કરતા નથી.

પતિ : ના એવુ નથી, માણસ પાટા પર આપઘાત કરવા જાય,

ત્યારે જોતો નથી કે રાજધાની આવે છે કે શતાબ્દી.

જોક્સ

પતિ : વ્હાલી… હું તને ખુબ પ્રેમ જ કરું છું.

પત્નિ : તો શું હું તમને પ્રેમ નથી કરતી?. હું તો તમારા માટે આખી દુનિયા સાથે લડી શકું છું.

પતિ : પણ તું તો હંમેશા મારી સાથે જ ઝઘડે છે.

પત્નિ : પણ તમે જ મારી દુનિયા છો.

જોક્સ

એક સમય હતો જયારે રાત્રે ૧૨ વાગ્યા પછી ભુતોનું રાજ હતું. પરંતુ ફેસબુક અને વોટ્સઅપે તેની પણ રોજગારી છીનવી લીધી.

જોક્સ

એક દિવસ ટીટી એ ભોલુ ને પ્લેટફોર્મ ઉપર પકડી લીધો.

ટીટી (ભોલુને) : ચાલ ટીકીટ બતાવ.

ભોલુ : અરે… હું ટ્રેનમાં આવ્યો જ નથી.

ટીટી : એ વાતની શું સાબિતી છે?.

ભોલુ : અરે એજ સાબિતી છે કે મારી પાસે ટીકીટ નથી.

(બિચારો ભોલુ છેલ્લા બે દિવસથી જેલમાં બંધ છે).

જોક્સ ૧૦

એક દિવસ રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નિ એ પતિને પુછ્યું,

પત્નિ : જો કોઈ સુંદર નવયુવાન મને ભગાડીને લઇ જઈ રહ્યો હોય અને તમે સામેથી આવી જાવ તો તમે શું કરશો?.

પતિ : હું તેને કહીશ, હે ભગવાનનાં ઈમાનદાર માણસ, ભગાડીને લઇ જવાની શું જરૂર છે, આરામથી લઇ જા.

જોક્સ ૧૧

મહેશભાઈ પંખો સાફ કરવા ટેબલ ઉપર ચડ્યા.

આ દ્રશ્ય સામે વાળા મીના ભાભી એ જોતા જ એમણે વીજળી વેગે દોટ મુકી અને હાંફતા હાંફતા મહેશભાઈનાં ઘરે આવ્યા અને જોરથી બોલ્યા…

ખોટું પગલું ના ભરતા, મારી “હા” જ છે.

જોક્સ ૧૨

દિકરી : હું પાડોશી સાથે પ્રેમ કરું છું અને તેની સાથે ભાગી રહી છું.

પિતા : અરે વાહ, ઘણું સરસ, મારો સમય અને પૈસા બંને બચી ગયા.

દિકરી : પપ્પા… હું ચિઠ્ઠી વાચી રહી છું, જે મમ્મી મુકીને ગઈ છે.