૫ વર્ષનાં માસુમ બાળકને ચાર્જરનાં વાયરથી ગળુ દબાવીને તડપાવી-તડપાવીને મોત આપ્યું, હત્યારો બીજો કોઈ નહિ પરંતુ તેની જ સગી…

Posted by

હરિયાણામાં હાલનાં સમયે જો કોઈ વાત સૌથી વધારે ચર્ચાઈ રહી હોય તો તે છે નિર્દોષ જશની હત્યા. જશ ને તેની કાકીએ જ ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારથી દરેક લોકો એ જાણવા માંગે છે કે જશ સાથે કાકી અંજલિની દુશ્મની શું હતી, જેણે નિર્દોષને મારી નાખ્યો?. શું આ કામ કરતી વખતે તેના હાથ એકવાર પણ નહોતા ધ્રૂજતા?. હવે ખુદ અંજલીએ પોલીસને આ તમામ સવાલોનાં જવાબ આપ્યા છે. અંજલીએ પોલીસને આપેલા નિવેદનમાં તેણે ઘટનાનાં દિવસે શું થયું હતું અને કેવી રીતે તેણે નિર્દોષના શ્વાસ ઝુંટવી લીધા હતાં, તે અંગે વિસ્તારથી ખુલાસો કર્યો છે.

પોલીસને આપેલા નિવેદનમાં તેમની કાકી અંજલીએ જણાવ્યું હતું કે, તે જશને ખુબ જ પ્રેમ કરતી હતી. જશ ને કારની ગેમ્સ ખુબ જ ગમતી હતી તેથી તેણે તેના માટે ફોનમાં તે ગેમ પણ ડાઉનલોડ કરી હતી. ઘટનાનાં દિવસે જશની બહેન પણ તેની સાથે હતી પરંતુ જશે ફોન પર કાર ની ગેમ રમવાનું શરૂ કર્યું હોવાથી તે તેના ઘરે જતી રહી હતી. અંજલીનાં જણાવ્યા પ્રમાણે હત્યાનાં દિવસે ઘરનું કામ કરતી વખતે તેણે લોઅર ટીશર્ટ પહેર્યુ હતું. કામ કર્યા પછી કપડા બદલવા માટે રૂમ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે જશ રૂમમાં જ મોબાઇલ પર ગેમ રમી રહ્યો હતો.

કપડા બદલ્યા બાદ તે પણ બેડ પર આડી પડીને સીઆઇડીને જોવા લાગી હતી. આ દરમિયાન તેના હાથમાં મોબાઇલનું ચાર્જર હતું. સીરિયલ જોતી વખતે તેને અચાનક ગુસ્સો આવી ગયો. તેણે ફરીને બેડ પર સુતા સુતા જ મોબાઈલ જોઈ રહેલા જશ ના ગળાને ચાર્જરના કેબલથી દબાવવાનું શરૂ કરી દીધું. તેનાં પર જ્યારે જશે જોરજોરથી ચીસ પાડવાનું શરૂ કર્યું તો તેની કાકી અંજલિએ ચાર્જરનો કેબલ ઢીલો છોડી દીધો. પછી તેણે વિચાર્યું કે હવે જશ ઘરે જઈને બધાને કહી દેશે કે કાકીએ આવું કર્યું છે તો તેનાં પરિવારનાં અન્ય સભ્યો તેને મારી નાખશે.

આવું વિચારીને અંજલી એ ફરી એકવાર ચાર્જર કેબલને ટાઇટ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેણે ત્યાં સુધી તેનું ગળુ દબાવી રાખ્યું જ્યાં સુધી તેનો જીવ ચાલ્યો ના ગયો. અંજલી એ પોલીસને જણાવ્યું હતું કે હવે તેને જશ ની હત્યાનો અફસોસ છે. તે સમજી શકતી નથી કે આ બધું તેના હાથે કેવી રીતે થયું. ઘણા સમય સુધી અંજલીએ જશની ડેડબોડીને બેડ પર જ છોડી દીધી હતી.

તેને ખબર હતી કે રાજેશને જશના પરિવાર સાથે દુશ્મનાવટ છે તેથી તેણે જશની ડેડબોડી રાજેશની છત પર મુકી દીધી હતી. અંજલીનું કહેવું છે કે જો તેના ઘરે સીડી હોત તો તેણે જશ ની લાશને પોતાની છત પર રાખી હોત અથવા તો ડેડ બોડીને બેડની અંદર રાખી દીધી હોત. અંજલિએ આ હત્યાને એટલી નક્કર બનાવી દીધી હતી કે તેને કોઈપણ પ્રકારનો ડર નહોતો. તેણે જશના સંબંધીઓને પણ એક જ પલંગ પર બેસાડીને ચા-નાસ્તો કરાવ્યો હતો.

અંજલિએ તેના પરિવારના કોઈપણ સભ્યને એ વાતનો અહેસાસ થવા દીધો નહીં કે તેણે આટલું મોટું પગલું ભર્યું છે. અંજલીએ પાડોશમાંથી સાંભળ્યું હતું કે આરોપી ફિંગર પ્રિન્ટ સાથે પકડાશે તેથી તે તેના પતિ વિકાસને વારંવાર કહેતી હતી કે તેની ફિંગરપ્રિન્ટ આવશે. અંજલિ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતી તેથી કોઈને શંકા નહોતી કે તે આ હત્યાને અંજામ આપી શકે છે.