વ્યક્તિ વાંચી-લખીને એવું જ સપનું જુએ છે કે તે કોઇ સારી નોકરી કરે. હાલના સમયમાં મોટાભાગનાં યુવાનોનું એવું જ સપનું હોય છે કે તે આઇએએસ, આઇપીએસ ઓફિસર બને. પરંતુ આઈએએસ, આઈપીએસ બનવું એટલું સરળ હોતું નથી. તેના માટે યુપીએસસીની પરીક્ષા પાસ કરવી પડે છે. આ પરીક્ષા દેશની સૌથી કઠિન પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમેદવાર આ પરીક્ષામાં સામેલ થાય છે પરંતુ એવા અમુક જ ઉમેદવાર હોય છે, જેને સફળતા મળી શકે છે. નિષ્ફળ થયેલા ઉમેદવાર પણ સતત પ્રયત્ન કરતાં રહે છે. યુપીએસસીનાં ત્રીજા સ્ટેજમાં જ્યારે ઉમેદવાર પહોંચે છે તો ઈંટરવ્યુમાં ઘણા પ્રકારનાં સવાલ પૂછવામાં આવે છે. હકિકતમાં ત્રીજા સ્ટેજમાં પુછાતા સવાલથી ઉમેદવારની બુદ્ધિ પરીક્ષણ સાથે સાથે તેની તર્કશક્તિ અને દ્રષ્ટિકોણને પારખી શકાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી અમુક એવા સવાલ અને તેના જવાબ લઈને આવ્યા છીએ, જે તમારે કામ આવી શકે છે.
સવાલ – એવી કઈ ચીજ છે જે આપણને જીવનમાં બે વાર ફ્રી મળે છે પરંતુ ત્રીજી વાર નહી.
જવાબ – તમે આ સવાલને વાંચ્યા બાદ થોડા વિચારમાં જરૂર પડી ગયા હશો, આ સવાલનો જવાબ ખૂબ જ સરળ છે. “દાંત” એક એવી વસ્તુ છે, જે આપણને જીવનમાં બે વાર ફ્રી મળે છે પરંતુ ત્રીજી વાર નહીં.
સવાલ – માત્ર બે નો પ્રયોગ કરીને ૨૩ કેવી રીતે લખી શકાય છે?
જવાબ – 22+2/2
સવાલ – બેંકને હિન્દીમાં શું કહે છે?
જવાબ- લગભગ બધા લોકો બેંકમાં પોતાનું ખાતુ ખોલાવીને તેમાં પૈસા જમા કરે છે પરંતુ ક્યારેય તમે લોકોએ એવું વિચાર્યું છે કે આખરે બેંકને હિન્દીમાં શું કહેવામાં આવે છે. તમારા લોકોમાંથી અમુક જ એવા હશે, જેમણે ક્યારેક આ વિષે વિચાર્યું હશે. તો ચાલો અમે તમને તેનો સાચો જવાબ જણાવી દઈએ. બેંકને હિન્દીમાં “અધિકોશ” કહેવાય છે.
સવાલ – “પાસવર્ડ” ને હિન્દીમાં શું કહે છે?
જવાબ – “પાસવર્ડ” એક એવો શબ્દ છે, જેનો પ્રયોગ આપણે સામાન્ય રીતે કરીએ છીએ. લોકો પોતાના મોબાઈલમાં પાસવર્ડ લગાવે છે. લેપટોપ, કોમ્પ્યુટરમાં પાસવર્ડ લગાવે છે, પરંતુ તમે લોકોએ ક્યારેય વિશે વિચાર્યું છે કે આખરે “પાસવર્ડ” ને હિન્દીમાં શું કહેવામાં આવે છે ? તો ચાલો અમે તમને તેનો જવાબ જણાવી દઈએ. “પાસવર્ડ” ને હિન્દીમાં “કુટ શબ્દ” કહે છે.
સવાલ – એક વ્યક્તિ ઉંઘ્યા વગર આઠ દિવસ કેવી રીતે રહી શકે છે?
જવાબ – રાત્રે સુઈને.
સવાલ- એવું કયું કામ છે જે માત્ર રાત્રે જ કરવામાં આવે છે?
જવાબ – “વિશ્રામ” કરવાનું કામ માત્ર રાત્રે કરવામાં આવે છે.