પાકિસ્તાન ક્રિકેટ ટીમને ૨ વર્ષ માટે બેન કરશે આઇસીસી, ભારત સાથે પંગો લેવો ભારે પડી ગયું, ભારત જ્યાં કહેશે પાકિસ્તાનને ત્યાં જ એશિયા કપમાં રમવું પડશે : આઇસીસી

Posted by

બીસીસીઆઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) વચ્ચે ગત વર્ષથી જ સતત વિવાદ ચાલી રહ્યો છે અને બંને બોર્ડ વચ્ચેની ખેંચતાણ હજુ પણ પુરી થાય એવું લાગતું નથી. તે જ સમયે હવે પીસીબી બોર્ડ ભારતીય બોર્ડની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) ને સતત ધમકી આપી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પીસીબી અને બીસીસીઆઈ વચ્ચે એશિયા કપ ૨૦૨૩ ની યજમાનીને લઈને વિવાદ થયો હતો.

ત્યારબાદ પીસીબી સતત બીસીસીઆઈ અને આઈસીસીને ધમકી આપી રહ્યું છે. તેની સાથે જ હવે આઈસીસી પીસીબી પર મોટી કાર્યવાહી કરીને પાકિસ્તાન ક્રિકેટ પર ૨ વર્ષનો પ્રતિબંધ લગાવી શકે છે. બીસીસીઆઈનાં સચિવ જય શાહે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે જો એશિયા કપ ૨૦૨૩ પાકિસ્તાનમાં રમાશે તો ટીમ ઈન્ડિયા એશિયા કપમાં નહિ રમે અને જય શાહે આઈસીસી પાસે તટસ્થ સ્થળની માંગણી કરી હતી.

પીસીબીનાં તત્કાલિન અધ્યક્ષ રમીઝ રાજા એ આઈસીસી અને બીસીસીઆઈને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં રમવા માટે નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ ભારતમાં યોજાનારા વર્લ્ડકપ ૨૦૨૩ માં રમવા માટે નહીં આવે. ત્યારબાદ મામલો વધુ વધી ગયો હતો. ત્યારપછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇ અને આઇસીસીની સામે હાઈબ્રિડ મોડલનો પ્રસ્તાવ મુક્યો હતો.

તમામ બોર્ડની સહમતી બાદ હવે એશિયા કપની માત્ર ૪ મેચ જ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની ૯ મેચ શ્રીલંકામાં રમાશે. જ્યારે ટીમ ઇન્ડિયા પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમશે. એ જ સમયે પીસીબી (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) હજુ પણ આ નિર્ણયથી નારાજ છે અને આઈસીસીને સતત વર્લ્ડકપ ૨૦૨૩ ના રમવાની ધમકી આપી રહ્યું છે.

આઇસીસીની રૂલ બુક અનુસાર જ્યારે પણ ક્રિકેટ બોર્ડ વારંવાર આઇસીસી ટુર્નામેન્ટ નહીં રમવાની ધમકી આપે છે ત્યારે આઇસીસી તે ટીમને ૧ થી ૨ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા પર પ્રતિબંધ મુકી શકે છે. પીસીબી પોતાની હરકતોથી બહાર આવી રહ્યું નથી જેથી આઈસીસીને કોઈ નક્કર પગલું ભરવાની અને પાકિસ્તાનને ૨ વર્ષ માટે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવવાની ફરજ પાડી શકે છે.