હિંદુ ધર્મમાં પુજાપાઠ અને અન્ય કર્મકાંડનું વિશેષ મહત્વ હોય છે. તેની સાથે જોડાયેલી માન્યતા પણ માનવ મસ્તિષ્કને પ્રભાવિત કરવામાં કોઈ કસર નથી છોડતી. પુજા દરમિયાન ઘટિત થવા વાળી શુભ ઘટનાઓ તો ભલે કોઈને નજરમાં આવે કે ના આવે પરંતુ જો કંઈક એવું ઘટિત થાય છે તો તેને બિલકુલ પણ યોગ્ય માનવામાં આવતી નથી. અને મનમાં વહેમ જરૂર થાય છે. ઉદાહરણ તરીકે પુજા દરમિયાન જો દિવો ઓલવાય જાય તો તેને એક મોટું અપશુકન માનવામાં આવે છે. પુજાનો સામાન તુટી જાય કે હાથમાંથી પડી જાય તો તેને પણ સારું નથી માનવામાં આવતું.
આ સિવાય એક બીજી વસ્તુ છે, જેનાં પર ભલે ઓછા લોકોનું ઘ્યાન ગયું હોય પરંતુ તે ખરેખર ખુબ જ મહત્વ રાખે છે. ભારતમાં દેવી-દેવતાઓની મુર્તિની સામે શ્રીફળ વધેરવાનો રિવાજ ઘણો જુનો છે. હિન્દુ ધર્મમાં મોટાભાગે ધાર્મિક સંસ્કારમાં શ્રીફળનું વિશેષ મહત્વ હોય છે. કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાનો નવો ધંધો શરૂ કરે છે તો તે મુર્તિ સામે શ્રીફળ વધેરે છે. ભલે લગ્ન હોય, તહેવાર હોય કે પછી કોઈ મહત્વપુર્ણ પુજા. પુજાની સામગ્રીમાં શ્રીફળ જરૂર હોય છે. ઘણીવાર પુજા દરમિયાન ચઢાવવામાં આવેલું શ્રીફળ ખરાબ નીકળે છે તો તેવામાં મોટાભાગનાં લોકો તેને ફેંકી દે છે અને તેને એ વાતનો ડર પરેશાન કરે છે કે કંઈક અશુભ થઈ ગયું.
ભગવાન નારાજ થઈ ગયા કે કોઈ ઘટના થવાની છે, જેવી ઘણી બધી વાતો તેમનાં મગજમાં ફરવા લાગે છે. એટલા માટે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પુજામાં ચઢાવવામાં આવેલું શ્રીફળ જો ખરાબ નીકળે તો તેને અશુભ નથી માનવામાં આવતું. તેની પાછળ અમુક કારણ હોય છે. શ્રીફળ એટલે કે ભગવાનનું ફળ. તો તેવામાં શ્રીફળ આવશ્યક રૂપથી ભગવાનનું ફળ બની જાય છે. શ્રીફળ વધેરવાનો મતલબ હોય છે કે તમે તમારા અહંકાર તથા સ્વયંને ભગવાનની સામે સમર્પિત કરી રહ્યા છો.
માનવામાં આવે છે કે આવું કરવા પર અજ્ઞાનતા અને અહંકારનું કઠોર કવચ તુટી જાય છે અને તે આત્માનાં શુદ્ધતા અને જ્ઞાનના દ્વાર ખોલે છે, જેને શ્રીફળના સફેદ ભાગના રૂપમાં જોઈ શકાય છે. શ્રીફળ ઘણી રીતે મનુષ્યના મસ્તિષ્ક સાથે મેળ ખાય છે. શ્રીફળની જટ્ટાની તુલના મનુષ્યના વાળ સાથે, કઠોર કવચની તુલના મનુષ્યની ખોપડી સાથે અને શ્રીફળનાં પાણીની તુલના લોહી સાથે થઈ શકે છે. સાથે જ અંદરનાં ભાગની તુલના મનુષ્યના મગજ સાથે કરી શકાય છે. મંદિરમાં શ્રીફળ ચઢાવવામાં આવે છે અને શાસ્ત્ર અનુસાર તે માત્ર પુરુષો જ ચડાવી શકે છે.
શ્રીફળને ગર્ભ સાથે જોડવામાં આવે છે. એટલા માટે સ્ત્રી દ્વારા તેને ફોડવુ વર્જિત માનવામાં આવેલ છે. શ્રીફળને દેવી લક્ષ્મીનું પ્રતિક પણ માનવામાં આવે છે. એટલા માટે વિશેષ કરીને લક્ષ્મી પુજા દરમિયાન શ્રીફળ વધેરવું જરૂરી માનવામાં આવે છે. હંમેશા લોકો એવું માને છે કે પુજામાં ચડાવવામાં આવેલું શ્રીફળ ખરાબ નીકળે તો તે અશુભ સંકેત હોય છે. તે દર્શાવે છે કે ઈશ્વર તમારાથી નારાજ છે પરંતુ સત્ય તેનાથી બરાબર વિપરીત છે. જો પુજામાં ચડાવવામાં આવેલું શ્રીફળ ખરાબ નીકળે છે તો તેને શુભ માનવામાં આવે છે અને તેનું એક ખાસ કારણ પણ છે.
જો શ્રીફળ વધેરતા સમયે તે સુકાયેલું નીકળે તો તેનો અર્થ છે કે ભગવાન દ્વારા શ્રીફળનો પ્રસાદ સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલા માટે તેનું જળ સુકાઈ ગયું છે. તે તમારી મનોકામના પુરી થવાના પણ સંકેત આપે છે. આ સમયે તમારા દિલમાં જે પણ ઈચ્છા હશે, ઈશ્વર તમારી તે ઈચ્છા જરૂર પુરી કરવાના હોય છે. વળી જો તમારું શ્રીફળ સારું નીકળે છે તો તેમાં કોઈ ખરાબી હોતું નથી. તો તમારે તે શ્રીફળ પ્રસાદ તરીકે બધાને વહેંચી દેવો જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે.