ટીચર : જો તારા લગ્ન થાય અને તારી પત્નિ અને સાળી બન્ને જોડિયા હોય તો તું તારી પત્નિને કેવી રીતે ઓળખીશ?. વિદ્યાર્થી : એકદમ સરળ છે. ટીચર : એ કેવી રીતે?. વિદ્યાર્થી : હું બન્નેને…

Posted by

જોક્સ
છોકરો પોતાનાં મિત્રને : પ્લીઝ ગીવ મી લીટલ નટ્સ વિથ હન્ડ્રેડ થર્ટી ફાઇવ સરાઉન્ડ વિથ ફ્રેશ લાઈમ પાર્સલ ઇન રબર બેન્ડ.
છોકરી : વાઉ… કેટલું સરસ અંગ્રેજી બોલે છે તે. શું માગ્યું?.
છોકરાનો મિત્ર : કાચી પાત્રીસનો માવો.

જોક્સ
અરીસા સામે ઉભી રહેલી પત્નિએ પોતાના પતિદેવને પુછ્યું, શું હું જાડી થઈ ગઈ છું?.
પતિ એ નકામા ઝઘડાથી બચવા માટે કહ્યું, “ના બિલકુલ પણ નહિ”.
પત્નિ એ ખુશ થઈને રોમેન્ટિક અંદાજમાં કહ્યું, ઠીક છે, તો પછી મને પ્રેમથી ઉંચકીને ફ્રીઝ સુધી લઈ જાવ ને, હું આજે આઈસ્ક્રીમ ખાઇશ.
સ્થિતિ બેકાબુ થતા પતિએ કહ્યું, “ઉભી રહે, હું ફ્રીઝ જ અહિયાં લઈ આવું છું”.

જોક્સ
શિક્ષક : એક મહિલા ૧ કલાકમાં ૫૦ રોટલી બનાવે, તો ૩ મહિલાઓ મળીને ૧ ​​કલાકમાં કેટલી રોટલી બનાવશે?.
બાળક : એક પણ નહિ કારણ કે ત્રણેય સાથે બેસીને ખાલી પંચાત જ કરશે.
(શિક્ષક બેહોશ)

જોક્સ
એક કલાક સુધી લેકચર આપીને સાહેબે વિધાર્થીઓને પુછ્યું કે,
“આ તમે ડોકા હલાવ-હલાવ કરો છો પણ હું ભણાવું છું એમાં તમને ખબર તો પડે છે ને?, સમજાય છે ને?”.
છેલ્લી બેંચ પરથી એક છોકરાએ ઉભા થઇને કીધું : “સાહેબ… અમારું તો જે થવું હોય એ થાય પણ એ બહાને તમારું પાક્કું થતું હોય તો અમને વાંધો નથી”.

જોક્સ
રાજુ ગધેડા સાથે શાળાએ પહોંચ્યો.
શિક્ષક : આ ગધેડાને સાથે કેમ લાવ્યો છે?.
રાજુ : મેડમ, તમે જ કહો છો ને કે તમે મોટા મોટા ગધેડાને માણસ બનાવ્યા છે તો મેં વિચાર્યું કે આનું પણ ભલું થઇ જાય એટલે આને લેતો આવ્યો.

જોક્સ
ટીચર : 8 ના અડધા કેટલા થાય?.
હોશિયાર વિદ્યાર્થી : આડા કટકા કરીએ તો 0-0 અને ઉભા કરીએ તો 3-3.
(ધોઈ નાખ્યો મેડમે).

જોક્સ
ચિન્ટુ : માં અને પત્નિમાં સૌથી મોટો તફાવત શું છે?.
મિન્ટુ : મને ખબર નથી, તું મને કહે?.
ચિન્ટુ : માં બોલતા શીખવે છે અને પત્નિ ચુપ રહેતા.

જોક્સ
છોકરી- મમ્મી, જીવનમાં આગળ વધવા માટે મારે શું કરવું જોઈએ?.
મમ્મી (ગુસ્સામાં) : પથ્થર લે અને સૌથી પહેલા આ મોબાઈલને તોડી નાખ.

જોક્સ
ટીચર : જો તારા લગ્ન થાય અને તારી પત્નિ અને સાળી બન્ને જોડિયા હોય તો તું તારી પત્નિને કેવી રીતે ઓળખીશ?.
વિદ્યાર્થી : એકદમ સરળ છે.
ટીચર : એ કેવી રીતે?.
વિદ્યાર્થી : હું બન્નેને ચીટીયો ભરીશ ચીડાઇ જશે તે પત્નિ અને શરમાઈ જશે તે સાળી.

જોક્સ ૧૦
એક દિવસ બકાના ઘરે ગુરુજી પ્રવચન આપવા આવ્યા.
ગુરુજી : કોને કોને સ્વર્ગમાં જવું છે?.
બકાની પત્નિ અને બકાની સાસુએ હાથ ઉપર કર્યો.
ગુરુજી : કેમ તારે સ્વર્ગમાં નથી જવું?.
બકો : આ બન્ને જતી રહેશે પછી સ્વર્ગ અહિયા જ છે.

જોક્સ ૧૧
એક ગરોળીની હરાજી થતી હતી,
પહેલી બોલી બોલાઈ : ૧ લાખ.
બીજી બોલી બોલાઈ : ૧૦ લાખ.
ત્રીજી બોલી બોલાઈ : ૧ કરોડ.
એક વ્યક્તિએ આવીને પુછ્યું : “આ ગરોળીમાં એવી તે શું ખાસીયત છે કે તેની આટલી કિંમત?”.
કોઈ બીજા વ્યકિતએ જવાબ આપ્યો : “સાહેબ આ ગરોળી જ એક એવુ પ્રાણી છે, જેનાથી પત્નિઓ ડરે છે.”
પેલો ભાઈ : ૧૦ કરોડ.

જોક્સ ૧૨
પત્નિ : મારા માટે તો દુર દુર થી માંગા આવતા બોલો.
પતિ : નજીક રહેતા હોય એ તો ઓળખતા હોય ને.

જોક્સ ૧૩
બકાનો અકસ્માત થયો.
ડોક્ટર : ટાંકા લેવા પડશે.
બકો : કેટલા રૂપિયા થશે?.
ડોક્ટર : ૩૦૦૦
બકો : નવરીના… ટાંકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.

જોક્સ ૧૪
ફ્લાઇટમાં એક સુંદર મહિલાની બાજુમાં બેઠેલા એક વ્યક્તિએ મહિલાને કહ્યું,
વ્યક્તિ : સરસ પરફ્યુમ છે, કયો છે?. હું મારી પત્નિને ગીફ્ટમાં આપવા માંગુ છું, એટલા માટે પુછું છું. બીજું કંઈ નહિ.
મહિલા : તમારી પત્નિને આ પરફ્યુમ ગીફ્ટમાં ના આપતા નહિતર કોઇ નકામો અને નપાવટ આ બહાને તેની જોડે વાત કરવા લાગશે.

જોક્સ ૧૫
ભુરો : પપ્પા, મારે તમને એક વાત કહેવી છે.
પપ્પા : બોલ શું કહેવુ છે?.
ભુરો : પપ્પા, મારે ફેસબુકમાં ૧૫ ફેક આઈડી છે.
પપ્પા : તો હરામખોર મને શું કામ આ બધુ કહે છે?.
ભુરો : તમે ૧૦ દિવસથી જે દિપા ભાભીને ખેતરમાં બોલાવો છો પણ આવતા નથી એ હું જ છું.

જોક્સ ૧૬
પોલિસ : પાર્કમાં આવી રીતે બેસવાની મનાઇ છે.
વ્યક્તિ : પણ અમે બંન્ને પરણિત છીએ.
પોલિસ : તો ઘરમાં બેસોને, અહીં શું કરો છો?.
વ્યક્તિ : પણ ઘરમાં આનો પતિ આમ બેસવા નથી દેતો.