નવરાત્રીનો પાવન તહેવાર હિન્દુ ધર્મ સાથે જોડાયેલા બધા લોકો વચ્ચે સંપુર્ણ ભારતમાં ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. જોકે આ તહેવાર સંપુર્ણ રૂપથી માતા દુર્ગાને સમર્પિત છે પરંતુ દેશનાં અલગ-અલગ પ્રાંતોમાં તેને ઉજવવાના નામ અને રીત અલગ-અલગ હોય છે. જોવા જઈએ તો તે ઉત્તર ભારતમાં નવરાત્રીનાં નામ થી જાણવામાં આવે છે. જોકે મહારાષ્ટ્રમાં ગુડી પડવાના નામથી આ પર્વ ધામધુમથી ઉજવવામાં આવે છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હિન્દુ કેલેન્ડર અનુસાર તેની સાથે નવા વર્ષનો પ્રારંભ થઈ જાય છે. નવરાત્રી વિશેષ રીતે માતા દુર્ગાનાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દરમિયાન તેમનાં બધા નવ રૂપોની પુજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર મહિષાસુરનાં વધ માટે દેવી દુર્ગાનો અવતાર થયો હતો. તેમનો અવતાર ત્રિદેવીનાં તેજથી થયો હતો. જણાવવામાં આવે છે કે તે રાક્ષસનો વધ કર્યા બાદ દેવીને ક્રોધ આવી ગયો હતો અને તેમણે માં કાળીનું રૂપ ધારણ કરી લીધું હતું, જેને શિવજીએ શાંત કર્યા હતાં.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે નવરાત્રીમાં દેવી માતાનાં બધા જ નવ શક્તિ રૂપોની પુજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જે પણ વ્યક્તિ પુરા ૯ દિવસ સુધી માતાજીની પુરી શ્રદ્ધાથી આરાધના કે પુજા કરે છે તો તેની બધી જ મનોકામનાઓ પુરી થાય છે અને માતાજી તેનાં પર પ્રસન્ન થાય છે અને તે પોતાની કૃપાદ્રષ્ટિ રાખે છે અને માતાજીની કૃપાથી તે વ્યક્તિનાં જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. એ પણ જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર જણાવવામાં આવે છે કે નવરાત્રીમાં જે પણ વ્યક્તિ માતાજીની મુર્તિ અને કળશ સ્થાપિત કરે છે અને નિયમિત રૂપે એક જ સમયે માતાજીની પુજા કરે છે તો માતાજી તેનાં પર પ્રસન્ન થાય છે.
માત્ર એટલું જ નહીં એવું પણ જણાવવામાં આવ્યું છે કે નવરાત્રીનાં દિવસોમાં જે પણ વ્યક્તિ માતાજીની પુરી શ્રદ્ધાથી પુજા-અર્ચના કરે છે, માતાજી તેને સ્વપ્નમાં આવીને આ ૩ માંથી કોઈ એક સંકેત આપીને પુજા સફળ થવા વિશે જણાવે છે. આ દિવસોમાં મતાજીની મુર્તિ કે ફોટા ની સામે દેશી ઘી નો દિવો પ્રગટાવવામાં આવે છે. અમુક લોકો પોતાનાં ઘરમાં અખંડ જ્યોત પણ રાખે છે. જોકે ૯ દિવસ સુધી રહે છે. તો ચાલો જાણી લઈએ કે ક્યાં-ક્યાં છે તે સંકેત, જે મળવાથી નવરાત્રીની પુજા સફળ માનવામાં આવે છે.
માતાજી આપે છે આવા સંકેત
- સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે જો નવરાત્રીનાં દિવસોમાં તમને તમારા સપનામાં ઘુવડ દેખાય છે તો તેનો અર્થ થાય છે કે માતાજી તમારાથી પ્રસન્ન છે અને ખુબ જ જલ્દી તમને ધન લાભ થશે કારણ કે ઘુવડ માતા લક્ષ્મીનું વાહન છે.
- નવરાત્રીનાં દિવસોમાં સ્વપ્નમાં જો કોઈ મહિલા સોળ શૃંગાર કરેલી નજર આવે છે તો તેનો અર્થ થાય છે કે માતાજીની વિશેષ કૃપા તમારા પર છે અને હવે તમારી બધી જ મનોકામનાઓ પુરી થવાની છે.
- આ સિવાય જો તમને સપનામાં કમળનું ફુલ, શ્રીફળ દેખાય છે તો તમારે માની લેવું જોઈએ કે તમારી બધી જ પરેશાનીઓ અને દુઃખનો અંત થવાનો છે. જો તમને આમાંથી કોઈ એક સંકેત પણ મળે છે તો તમારી પુજા સફળ થઈ છે અને તે વિશેષ ફળદાયી રહેશે.