તમારામાં તાકાત હોય તો E અક્ષરની વચ્ચે છુપાયેલા બીજા શબ્દને શોધી કાઢો, ૧૦ સેકન્ડમાં જવાબ આપનાર વ્યક્તિ જ જિનિયસ હશે

સોશિયલ મીડિયા પર દરરોજ હજારોની સંખ્યામાં તસ્વીરો શેર કરવામાં આવે છે. કેટલીક તસ્વીરો જોવા મળતા જ વાયરલ થઇ જાય છે. તેમાંથી અમુક તસ્વીરો જોઈને લોકોને હસવું આવે છે તો અમુક તસ્વીરોને જોઈને લોકોને આશ્ચર્ય પણ થાય છે. સાથે જ કેટલીક તસ્વીરો મુંઝવણમાં પણ મુકી દે છે. આપણે તેને ઓપ્ટિકલ ઇલ્યુઝન તસ્વીરો કહીએ છીએ કારણ કે આ તસ્વીરોમાં જવાબ સામે હોવા છતાં પણ લોકોને સરળતાથી દેખાતો નથી.

જોકે કેટલાક લોકો એટલા જિનિયસ હોય છે કે તેઓ સરળતાથી જવાબ શોધી લે છે. હવે સમય આવી ગયો છે કે લોકો માત્ર ફની વીડિયો જોવા માટે જ નહીં પરંતુ પોતાના મન અને આઈકયુને મજબુત કરવા માટે પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ વસ્તુઓ માટે બેસ્ટ છે ઓપ્ટિકલ ઇલ્યુઝન, જેને લોકો માત્ર સોલ્વ જ નથી કરતા પરંતુ તે બીજા કોઇની તુલનામાં ઝડપથી વાયરલ પણ થઇ જાય છે અને લોકોને ખુબ જ પસંદ આવે છે.

અમને આવી જ એક તસ્વીર મળી છે, જેમાં ઇલ્યુઝનનો એટલો જબરદસ્ત ધસારો છે કે તેને કેવી રીતે ઉકેલવી એ લોકો સમજી જ નથી શકતા. જોકે તમારી જાણકારી માટે અમને તમને જણાવી દઇએ કે જે ઇલ્યુઝન વાળી તસ્વીરો હોય છે, તે તસ્વીરો આપણા મગજ સાથે ઘણીવાર રમત રમે છે. જેમાં લોકો મુંઝવણમાં આવી જાય છે અને આ તસ્વીરોને લોકો ઉકેલ્યા વગર જ છોડી દે છે.

એટલે કે આ તસ્વીર જોઇને લોકો ખુબ જ એક્સાઇટેડ થઇ જાય છે પરંતુ ખુબ જ ઓછા લોકો એવા હોય છે, જે તેને સંપુર્ણ રીતે હલ કરવામાં સક્ષમ થાય છે. હવે E ની ભીડમાં બીજો એક અક્ષર શોધવા માટે આ તસ્વીર જુઓ અને અમને ૧૦ સેકન્ડની અંદર જ તેનો જવાબ આપો. આ ઓપ્ટિકલ ઇલ્યુઝન વાળી તસ્વીરમાં તમને ફક્ત E જ દેખાશે. આ તસ્વીર બનાવનાર સર્જકે ચતુરાઈથી એમાં F છુપાવીને રાખ્યો છે, જે સામે હોવા છતાં પણ દેખાતો નથી.

જો તમારી નજર પણ તેજ છે તો આ પઝલને માત્ર ૧૦ સેકન્ડમાં જ સોલ્વ કરી આપો. જો તમે તેને નિર્ધારિત સમયમાં ઉકેલી શકો છો તો તમારી પાસે સૌથી તેજ નજર છે. અમને ખાતરી છે કે તમે નિર્ધારિત સમયમાં જ આ તસ્વીરને ઉકેલી દીધી હશે પરંતુ જે લોકો હજુ સુધી તેને ઉકેલી શક્યા નથી, તેમના માટે અમે નીચે એક તસ્વીર શેર કરી છે, જેમાં તમે સાચો જવાબ જોઇ શકો છો અને તમારા જવાબ સાથે મેચ કરી શકો છો. જો તમને તેને સોલ્વ કરવામાં મજા આવતી હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.