ફેશનનાં ચક્કરમાં રક્ષાબંધન પર તમારા ભાઈને ભુલમાં પણ ના બાંધતા આવી રાખડી, નહિતર અનર્થ થઈ જશે

Posted by

દર વર્ષે શ્રાવણ માસની પુર્ણિમાએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનનાં પ્રેમનું પ્રતિક હોય છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ નાં રોજ ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે બહેન પોતાનાં ભાઈને રાખડી બાંધીને તેની લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે. શાસ્ત્રો અનુસાર રાખડીનાં અમુક નકારાત્મક પ્રભાવ હોય છે એટલા માટે રાખડી બાંધતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એવી કોઈ રાખડી પોતાનાં ભાઈને ભુલમાં પણ ના બાંધવી, જે પોતાનાં ભાઈને શુભ ફળ ની જગ્યાએ અશુભ ફળ આપે. તો ચાલો જાણી લઈએ કે કેવી રાખડી ભાઈને ના બાંધવી જોઈએ.

રક્ષાબંધન પર આવી રાખડી ના બાંધવી

  • ફેશનનાં ચક્કરમાં એવી રાખડી ના બાંધવી, જેમાં અશુભ ચિન્હ અંકિત હોય છે. શાસ્ત્રો અનુસાર આ પ્રકારની રાખડી ભાઈ પર મોટું સંકટ લઈને આવે છે.
  • ક્યારેય પણ પોતાનાં ભાઈ ને કાળા રંગની રાખડી ના બાંધવી. જે રાખડીમાં કાળો રંગ હોય છે, તેને અશુભ માનવામાં આવે છે. કાળો રંગ નકારાત્મકતા અને સકારાત્મક આ બંનેનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે પુજા સામગ્રીમાં પણ કાળા રંગનો પ્રયોગ ના કરવો જોઈએ.
  • ભગવાનની ફોટો વાળી રાખડી પોતાના ભાઈને ક્યારેય ના બાંધવી જોઈએ કારણકે દરેક સમયે તમારા ભાઈનાં હાથમાં આ રાખડી બંધાયેલી હોય છે, જે ઘણીવાર અપવિત્ર પણ થઈ જાય છે અથવા તો પછી ઘણીવાર રાખડી ખુલીને નીચે પડી જાય છે, જેનાથી ભગવાનનું અપમાન થાય છે અને જાણતા-અજાણતામાં તમારા ભાઈને પાપ નું ભાગીદાર બનવું પડે છે.
  • જ્યારે પણ રાખડી ખરીદો તો વધારે મોટી રાખડી ના ખરીદવી જોઈએ. રાખડી આકારમાં મોટી હોવાનાં લીધે તે સરળતાથી તુટી શકે છે, જેનાથી તમારા ભાઈને પોતાના જીવનમાં ઘણા બધા પ્રકારનાં કષ્ટ સહન કરવા પડે છે. મોટા આકારની રાખડીથી ભાઈ-બહેનનાં સંબંધ પર પણ નકારાત્મક અસર પડે છે.
  • ક્યારેય પણ ભુલમાં પોતાનાં ભાઈને પ્લાસ્ટિકની રાખડી ના બાંધવી, તેનાથી તમારા ભાઈને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્લાસ્ટિક ખુબ જ અશુદ્ધ વસ્તુઓને મેળવીને બનાવવામાં આવે છે, જેનાં લીધે પ્લાસ્ટિકની રાખડીને પણ અશુભ માનવામાં આવે છે.
  • રાખડી ખરીદતા સમયે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રાખડી કોઈપણ જગ્યાએથી તુટેલી અને ખંડિત ના હોય કારણ કે તે અશુભ હોય છે, જેનાથી ભાઈને ઘણા પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે.
  • જો ઘરમાં કોઈ જુની રાખડી પડી છે તો તેને ભુલમાં પણ ના ફેંકી દેવી જોઈએ. આવું કરવું રાખડીનું અપમાન માનવામાં આવે છે. રાખડીને વહેતા પાણી કે નદીમાં પ્રવાહિત કરી દેવી.