દાહોદમાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરણિતાને લોકોએ આપી તાલીબાની જેવી સજા, પતિએ જ જાહેરમાં સાડી ઉતારીને પોતાની પત્નિને માર માર્યો, વિડીયો

માનવી કેટલી હદે કૃર બની શકે છે, તેનું ઉદાહરણ ગુજરાતમાં જોવા મળ્યું છે. અહીં કેટલાક લોકોએ એક મહિલાની પહેલી સાડી ઉતારી હતી બાદમાં તેમનાં વાળને પકડીને ખેંચીને તેમને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને બાદમાં ૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

એક અહેવાલ મુજબ આ ઘટના ગુજરાતના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં બની હતી. આ વીડિયો ૩-૪ દિવસ જુનો છે પરંતુ તે હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહિલા પહેલાથી જ પરણિત હતી પરંતુ તે પોતાના બોયફ્રેન્ડ સાથે બીજે ક્યાંક રહેતી હતી. બાદમાં જ્યારે તે પોતાના બોયફ્રેન્ડ સાથે ગામમાં પાછી આવી તો તેના પતિ અને ગામ લોકોએ તેને “સજા” આપવાના નામે ગાળો ભાંડી હતી. બંનેને જમીન પર પછાડી દીધા હતાં.

લોકોએ મહિલાના વાળ પકડ્યા અને તેને ખેંચીને લઈ ગયા હતાં અને તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. અપમાનજનક ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો. મહિલાનાં બોયફ્રેન્ડને પણ માર મારવામાં આવ્યો હતો. અમે તમને આ ઘટનાનો વીડિયો બતાવી શકતા નથી. એક તરફ ભીડ મહિલા સાથે આ બધુ કરી રહી હતી. સાથે જ કેટલાક લોકો આ વીડિયોમાં ડાન્સ પણ કરી રહ્યા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે ડાન્સર મહિલાનો પતિ છે પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.

આ વીડિયોમાં અન્ય મહિલાઓ પણ ઉભી છે, પણ બધા લોકો ચુપચાપ જોઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસનાં જણાવ્યા મુજબ હવે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચારમાં હજુ વધારે અપડેટ્સ આવવાના બાકી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓગસ્ટ ૨૦૨૧ માં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામમાં એક મહિલાને પરિવારની મહિલાઓ સાથે કેમ ઝઘડો કર્યો તે પુછવા બદલ ત્રાસ આપવામાં આવ્યો હતો. મહિલાના પરિવારજનોએ તેને રસ્તા પર ખેંચીને લાકડીઓ વડે માર માર્યો હતો ત્યારે પણ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.