IND vs AUS : ચોથી ટેસ્ટ રમવા માટે વિરેન્દ્ર સહેવાગ તૈયાર, BCCI પાસે કરી માંગણી

Posted by

ભારતીય ક્રિકેટ ટીમ હાલના દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં છે જ્યાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે વન-ડે અને ટ્વેન્ટી૨૦ સીરિઝ બાદ ટેસ્ટ સીરીઝમાં સારું પ્રદર્શન કરી રહી છે. જોકે હાલમાં તો ટેસ્ટ સીરીઝ ખૂબ જ રોમાંચક જોવા મળી રહી છે. ૪ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા અને બીજી મેચ ભારતે પોતાના નામે કરી હતી, જ્યારે ત્રીજી મેચ ડ્રો થઈ હતી. તેવામાં હવે ચોથી મેચ ખૂબ જ રોમાંચક બની ગઈ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમનાર સિરીઝની ચોથી અને આખરી ટેસ્ટ મેચ હવે નિર્ણાયક મેચની ભૂમિકા અદા કરશે. જણાવી દઈએ કે સિરીઝની ચોથી ટેસ્ટ મેચ ૧૫ જાન્યુઆરીથી બ્રિસ્બેનનાં ગાબા સ્ટેડિયમમાં રમવામાં આવશે. જોકે ભારત માટે ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન જ એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઘણા સ્ટાર ખેલાડી અત્યાર સુધીમાં ઇજાગ્રસ્ત થઇ ચુક્યા છે અને ટેસ્ટ સીરીઝથી બહાર પણ થઇ ગયા છે. ત્રીજી ટેસ્ટ મેચના સમાપન બાદ સમાચાર મળી રહ્યા છે કે મેચ ને ડ્રો કરાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવવા વાળા ભારતીય બેટ્સમેન હનુમા વિહારી અને ભારતના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે બહાર થઇ ચુક્યા છે, જ્યારે દમદાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ હાથના અંગુઠામાં થયેલી ગંભીર ઇજાના લીધે બહાર થઈ ગયા છે.

એક પછી એક ભારતના ઘણા સ્ટાર ખેલાડીઓ ઈજા થવાના કારણે ભારતની સામે સૌથી મોટો પડકાર આગામી મેચ માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવાનો છે. ભારતની પ્લેઇંગ ઇલેવન માટે દરેક લોકો મૂંઝવણમાં છે. તેમની વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ભારતીય ટીમની સ્થિતિને જોતા એક શાનદાર ટ્વિટ કરી છે અને તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI પાસે ચોથી ટેસ્ટ મેચ રમવાની માંગણી કરી છે.

વીરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના મજેદાર ટ્વીટ્સનાં લીધે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં બનેલા રહે છે. તે પોતાના આ ટ્વીટનાં કારણે પણ ચર્ચામાં બનેલા છે. સેહવાગે પોતાના ટ્વિટર એકાઉન્ટનાં માધ્યમથી ટ્વિટ કરતાં લખ્યું છે કે મોટાભાગના ખેલાડી ઇજાગ્રસ્ત છે, જો ૧૧ ખેલાડી ના થઈ રહ્યા હોય તો હું ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર છું. કવોરંન્ટાઈન જોઈ લઈશું. સેહવાગે પોતાના ટ્વિટમાં BCCI ને પણ ટેગ કર્યું છે. આ ટ્વીટની સાથે તેમણે ભારતના ઇજાગ્રસ્ત ખેલાડીઓની તસ્વીર પણ શેર કરી છે.

જોકે હાલમાં તો સોશિયલ મીડિયા પર વીરેન્દ્ર સેહવાગના આ ટ્વીટની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. તેમના તમામ ફેન્સ આ ટ્વિટ માટે તેમને ખૂબ જ સમર્થન કરી રહ્યા છે. આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઇ રહી છે અને ફેન્સ તેમના પર ઘણી મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે વિરેન્દ્ર સહેવાગ ઘણીવાર આ પ્રકારના ટ્વીટના લીધે ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બનતા રહે છે.

મહત્વપૂર્ણ છે કે ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કપ્તાન વિરાટ કોહલી પહેલી ટેસ્ટ મેચ રમી લીધા બાદ પૈટરનીટી લીવ લઈને ભારત આવી ગયા હતાં. તેવામાં કેપ્ટનશીપ અજિંક્ય રહાણેને સોંપવામાં આવી હતી. સ્ટાર ઝડપી બોલર ઇશાન્ત શર્મા આ ટેસ્ટ સિરીઝ પહેલાં જ ઈજાના કારણે બહાર થઇ ગયા હતાં. વળી અન્ય સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ સામી બીજી ટેસ્ટ મેચ રમ્યા બાદ ઈજાના કારણે સિરીઝમાંથી બહાર થઇ ગયા હતાં.

સીરીઝ આગળ વધતી જઈ રહી હતી અને એક પછી એક ભારતના ખેલાડી ઈજાના કારણે બહાર થઇ રહ્યા હતાં. સામી બાદ ઈજાના કારણે જ ભારતના ઓપનીંગ બેટ્સમેન અને વિકેટકીપર કે.એલ.રાહુલ પણ સિરીઝમાંથી બહાર થઇ ચુક્યા છે જ્યારે તેમની વચ્ચે ઝડપી બોલર ઉમેશ યાદવને પણ ઇજા થવાથી આ સિરીઝમાંથી બહાર થવું પડયું છે.

ભારતીય ક્રિકેટ ટીમ માટે ત્રીજી ટેસ્ટ મેચ પણ ઈજાના કારણે ખરાબ સાબિત થઈ. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, બેટમેન હનુમા વિહારી, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન ઇજા સામે ઝઝૂમતા જોવા મળ્યા. આ ખેલાડીઓમાંથી રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી અને જસપ્રીત બુમરાહ પણ બહાર થઇ ચુક્યા છે. જોકે ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન જોવી ખૂબ જ દિલચસ્પ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *