ઇન્જેક્શન હાથમાં લાગશે કે કમરમાં તે કઈ રીતે થાય છે નક્કી, જાણો તેમની પાછળનું લોજિક

Posted by

જ્યારે પણ આપણે ડોક્ટરની પાસે જઈએ છીએ તો ઇન્જેક્શનને લઈને મનમાં એક હળવો ડર રહેલો હોય છે. એક સવાલ મનમાં એ પણ ઉઠે છે કે ડોક્ટર આપણને ઇન્જેક્શન હાથમાં લગાવશે કે કમરમાં. તમે પણ જોયું હશે કે ઇન્જેક્શન શરીરના ક્યા ભાગમાં લગાવવાનું છે તેને લઈને દર્દીને સ્વતંત્રતા આપવામાં આવતી નથી. આ ચીજ ડોક્ટર જ નક્કી કરે છે કે તમને ઇન્જેક્શન હાથમાં લગાવવાનું છે કે કમરમાં. તો હવે સવાલ એ ઉભો થાય છે કે આખરે એવું શા માટે હોય છે ? શું કમર અને હાથમાં લગાવવાની સોઈ અલગ અલગ હોય છે ? કે પછી ડોક્ટરની પાસે જે સોઇ હોય છે તે અનુસાર જ તમને ઇન્જેક્શન લાગે છે ? શું તે તમારી બિમારી પરથી નક્કી થાય છે ? કે પછી મામલો વધારે પેચીદો હોય છે ? તો ચાલો આ સવાલોનાં જવાબ જાણી લઈએ.

આ પ્રકારના ઇન્જેક્શન હાથમાં લાગે છે

હકીકતમાં ઇન્જેક્શન તમને હાથમાં લગાવવાનું છે કે કમરમાં તેમનો નિર્ણય તમને લગાવવા વાળી દવા પરથી થાય છે. હાથમાં ફક્ત તે પ્રકારના ઇન્જેક્શન લાગે છે, જેમાં રહેલ લિક્વિડ લોહીમાં સરળતાથી ભળી જાય છે. તેમને સાધારણ શબ્દોમાં હળવા ઇન્જેક્શન પણ કહેવામાં આવે છે. તેમને હાથમાં લગાવવાથી બોડીમાં કોઇ તકલીફ થતી નથી.

કમરમાં આવા ઇન્જેક્શન લાગે છે

કમરમાં એવા ઇન્જેક્શન લગાવવામાં આવે છે, જે તમારા લોહીમાં સરળતાથી ભળી જતા નથી. આ પ્રકારના લિક્વિડ લોહીમાં ભળવા દરમિયાન દર્દીને દુખાવાનો અહેસાસ થઇ શકે છે. આ દુખાવાને ઓછો કરવા માટે જ આવા ઇન્જેકશન તમારી કમરમાં લગાવવામાં આવે છે. આ ટાઈપના ઇન્જેક્શનને જો ભૂલમાં પણ હાથમાં લગાવી દેવામાં આવે તો તેમાં ખૂબ જ દુખાવો થાય છે. અમુક મામલાઓમાં તો હાથ હંમેશા માટે કામ કરવાનું પણ બંધ કરી શકે છે.

આ લોજિક મેડિકલ ટર્મ્સમાં સમજાવવામાં આવે તો હાથમાં લગાવવામાં આવતા ઈન્જેકશન ઓછી સાંદ્રતા વાળા એટલે કે પાતળું લિકવિડ ધરાવતા હોય છે. તેમને Hypotonic injection પણ કહેવામાં આવે છે. વળી કમરમાં લગાવવામાં આવતાં ઈન્જેકશન વધારે સાંદ્રતા વાળા મતલબ કે ઘાટા લિક્વિડ વાળા હોય છે. તેમને Hypertonic injection કહેવામાં આવે છે. Hypotonic injection લોહીમાં સરળતાથી ભળી જવાના કારણે દુખાવો પણ ઓછો કરે છે, વળી Hypertonic injection ને લોહીમાં ભળવામાં થોડો સમય લાગે છે. આ પ્રક્રિયા દર્દનાક પણ હોય છે. તેથી આવા ઇન્જેક્શન કમરમાં લગાવવામાં આવે છે.

અમે આશા રાખીએ છીએ કે હવે તમે હાથ અને કમરમાં ઇન્જેક્શન લગાવવાનું લોજીક સમજી ગયા હશો. હવે જ્યારે તમે ડોક્ટરની પાસે જાઓ છો તો તેમની સાથે આ વાતને લઈને દલીલ કરવી નહી. તેમને પોતાનું કામ કરવા દેવું. જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા સંબંધી અને મિત્રોની સાથે શેર જરૂર કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *