બોલિવુડ સિતારા બહારથી જેટલા ડેશિંગ નજર આવે છે, તેમની અંદર એટલા જ રહસ્યો છુપાયેલાં હોય છે. વળી વાત સની દેઓલના નાના ભાઈ બોબી દેઓલની કરવામાં આવે તો હાલના દિવસોમાં બોબી દેઓલ પોતાના એક ઇન્ટરવ્યૂને લઇને ચર્ચામાં બનેલા છે. જોકે બોબી દેઓલનું ફિલ્મી કરિયર હાલના દિવસોમાં તો હિલોળા ખાઈ રહ્યું છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તે બોલિવુડમાં એક સ્ટાર તરીકે ઉભરી આવ્યા હતા. તેમની પ્રીતિ ઝિન્ટાની સાથેની ફિલ્મ “સોલ્જર” કોણ ભૂલી શકે. આજે ભલે બોબી દેઓલની પાસે ફિલ્મોની કમી છે પરંતુ એક એવો પણ સમય હતો જ્યારે તેમની આગળ ફિલ્મ નિર્માતાઓ અને નિર્દેશકોની લાઈન લાગી રહેતી હતી.
પિતાના કારણે બોબીને મળતી હતી છૂટ
બોબી દેઓલ એ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ઘણા બધા ખુલાસાઓ કર્યા હતા. આ ઇન્ટરવ્યુમાં તેમણે તે સમયની વાત શેર કરી હતી જ્યારે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે તેમની ત્રીજી ફિલ્મ હતી જ્યારે શૂટિંગ દરમિયાન તેમની સામે એક અજીબો ગરીબ કિસ્સો બન્યો હતો. બોબીએ તેના વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, “ફિલ્મ કરીબ મારા ફિલ્મી સફરની ત્રીજી ફિલ્મ હતી. હું તે સમયે પોતાને સ્થિર કરવાની કોશિશ કરી રહ્યો હતો. ફિલ્મના ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડા હતા. આ ફિલ્મની હિરોઈન નેહા પણ ત્યારે નવી નવી આવી હતી. તેમનો ડાયરેક્ટરની સાથે અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો હતો. તે હંમેશા નેહા પર રાડો પાડતા હતાં. પરંતુ તે મારા પર કડક વલણ અપનાવતા ના હતા કારણ કે લગભગ તેનું કારણ મારા મશહૂર પિતા ધર્મેન્દ્ર હતા.
ડાયરેક્ટર હતા નેહા ના ટેકથી નારાજ
બોબીએ જાણકારી આપતા જણાવ્યું કે નેહા તે સમયે અમુક સીન્સને લઈને ખૂબ જ મૂંઝવણમાં રહેતી હતી. તેમનો એક સીન હતો જેમાં તેમણે પોતાનો ડાબો હાથ પહાડની નીચે આવીને બોબીની તરફ આગળ કરવાનો હતો. પરંતુ તે નીચે આવતા જ ભૂલી જતી હતી કે ક્યો હાથ તેમણે આગળ કરવાનો છે. ત્યારે જ ડાયરેક્ટર વિનોદે કહ્યું કે તે પોતાના જમણા હાથ પર બટકું ભરી લે કારણ કે તેમને યાદ રહે કે ડાબો હાથ આગળ કરવાનો છે. પરંતુ નેહાએ ડાયરેક્ટરની વાત પર ધ્યાન આપ્યું નહિ અને ટેક દરમિયાન ફરીથી ભૂલમાં બીજો હાથ આગળ કરી દીધો.
અંતમાં ખોટા શોટને કરવામાં આવ્યો ફાઇનલ
બોબીએ આગળ જણાવ્યું કે નેહાએ ૨૦ ટેક આપ્યા પરંતુ બધામાં જ તેમણે જમણો હાથ આગળ કરી દીધો. આ વાત પર ડાયરેક્ટરે જે કર્યું તે જોઈને હું પોતે પણ અચંબામાં પડી ગયો. તમે જાણો છો કે ડાયરેક્ટરે શું કર્યું ? તેમણે નેહાના જમણા હાથ પર જઈને બટકું ભરી લીધું અને કહ્યું કે હવે યાદ રહેવું જોઈએ કે આ હાથ આગળ કરવાનો નથી. પરંતુ નેહા તે સમયે એટલી ડરી ગઈ હતી કે તે ધ્રુજવા લાગી હતી. અંતમાં તેમણે જે ટેક ઓકે કર્યો તેમાં નેહાનો જમણો હાથ જ આગળ આવ્યો. તમે આ ચીજને ફિલ્મમાં પણ નોટિસ કરી શકો છો. જણાવી દઈએ કે બોલિવૂડમાં નેહા સિવાય એવી ઘણી અભિનેત્રીઓ કે અભિનેતાઓ છે જેમણે ખોટા ટેકના લીધે ડાયરેક્ટરના ગુસ્સાનો શિકાર થવું પડ્યું છે.