આઈપીએલ ૨૦૨૦ : આ દિવસથી શરૂ થઈ રહી છે આઈપીએલ, જાણો પૂરો કાર્યક્રમ

લાંબા સમયથી રાહ જોયા બાદ હવે આખરે આઈ.સી.સી.એ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ટી-૨૦ વર્લ્ડકપ સ્થગિત થયા બાદ બીસીસીઆઈ માટે આઇ.પી.એલ. યોજવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ખબરોની માનીએ તો બીસીસીઆઈ આઈપીએલનો કાર્યક્રમ બનાવી ચૂકી છે અને આ વિશે ફ્રેન્ચાઇઝી અને બ્રોડકાસ્ટરને પણ જાણ કરી ચૂકી છે.

આઠ નવેમ્બરે રમાશે ફાઇનલ

બીસીસીઆઈનાં સૂત્રએ પીટીઆઈને આપવામાં આવેલ નિવેદનમાં જણાવ્યુ છે કે, આઈપીએલ ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થશે અને આઠ નવેમ્બરે ફાઇનલ રમાશે. સૂત્રએ જણાવ્યુ છે કે આઈપીએલની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી થશે અને આઠ નવેમ્બરે ફાઇનલ રમાશે. ૫૧ દિવસ ચાલનાર ટુર્નામેન્ટનો કાર્યક્રમ ફ્રેન્ચાઇઝીઓ, બ્રોડકાસ્ટર અને સ્ટેકહોલ્ડરની સંમતિ અને તેમની જરૂરતના હિસાબથી બનાવવામાં આવેલ છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે આઈપીએલની શરૂઆત ૨૬ સપ્ટેમ્બરથી થશે પરંતુ ભારત નહોતું ઇચ્છતું કે તેમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસની તૈયારીમાં કોઈ ખામી રહે.

૫૧ દિવસ સુધી રમાડવામાં આવશે ટુર્નામેન્ટ

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જનાર ભારતીય ટીમને ત્યાનાં સરકારી નિયમો અનુસાર ૧૪ દિવસ સુધી ક્વારંટાઈન રહેવું પડશે. જો આઈપીએલના આયોજનમાં મોડુ થશે તો તે ખેલાડીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. સૂત્રએ જણાવ્યુ કે, આ ટુર્નામેન્ટ ૫૧ દિવસ સુધી ચાલશે. જેમાં ડબ હેડર ઘટાડવામાં આવશે. સાત અઠવાડિયા સુધી ચાલનાર ટુર્નામેન્ટમાં ફક્ત પાંચ ડબલ હેડર મેચ જ હશે. કાર્યક્રમ મુજબ અપેક્ષા રાખવામા આવી રહી છે કે તમામ ટીમો ૨૦ ઓગસ્ટથી કેમ્પની શરૂઆત કરશે.

કેટલા વાગ્યે શરૂ થશે આઈપીએલની મેચ?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં છપાયેલ રિપોર્ટ અનુસાર આઈપીએલ ૨૦૨૦ ની તમામ મેચ સાંજે ૭:૩૦ વાગ્યાથી શરૂ કરવામાં આવી શકે છે. ભારતમાં આ મેચો આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવતી હતી અને ૭:૩૦ વાગ્યે ટોસ થતો હતો. પરંતુ આ વખતે આઈપીએલ યુએઈમાં થઈ શકે છે જેના લીધે મેચના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.

જ્યારથી ખબરો મળી રહી હતી કે યુએઇમાં આઈપીએલનું આયોજન થઇ શકે છે ત્યારથી ત્યાની ક્રિકેટ એસોસિએશનએ ખુદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને આઇસીસી એકેડમી મેચો માટે તૈયાર છે. જણાવી દઈએ કે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ૯ પિચ બનેલ છે. જેથી અહીંયા પીચને તૈયાર કરવામાં કોઇ પરેશાની થશે નહી.