ઇશા અંબાણીના આ ડ્રેસને જોઈને બોલિવૂડ અભિનેત્રીઓનાં ઉડી ગયા હતાં હોંશ, ૩૫૦ કલાકમાં થયો હતો તૈયાર

Posted by

ઇશા અંબાણી ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની દિકરી છે. ખરેખર તેમની લાઈફસ્ટાઈલ પણ તેમના પરિવારનાં નામ પ્રમાણે જ હશે. તેમની ફેશન અને ડ્રેસ સેન્સ બોલિવૂડની તો શું હોલિવૂડની પણ મોટી મોટી અભિનેત્રીઓની ફેશનને ખૂબ જ સારી ટક્કર આપે છે. ઇશા અંબાણીએ પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતે જ કહ્યું હતું કે, મને એવા જ કપડાં પસંદ છે, જે તમારી બોડી પર ફીટ બેસે છે. ફેશનના એ જમાનામાં એવું કંઈપણ નથી પહેરી શકતી, જે બીજાની નજરમાં ખરાબ દેખાય.

આજ કારણે પિંક કાર્પેન્ટ ઇવેન્ટથી લઈને ફોર્મલ મીટીંગ સુધી ઇશા અંબાણીની સુંદરતા ઘણીવાર બીજી હસીનાઓ પર ભારે પડે છે. સામાન્ય દિવસોમાં ઈશા જ્યાં સ્ટેટમેન્ટ પેન્ટશૂટથી લઈને હેવી એમબ્લિશડ ગાઉનમાં જોવા મળે છે. જ્યારે કોઈ સમારોહ માટે તે સબ્યસાચી મુખર્જી, અબુ જાની, સંદીપ ખોસલા જેવા ઇન્ડિયન ડિઝાઇનરર્સના ડિઝાઇન કરવામાં આવેલા કપડા જ પહેરે છે.

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani Piramal (@ishaambaniii)

ઇશા અંબાણીને તેના એથનિક વેસ્ટર્ન સ્ટાઈલ માટે પણ ઓળખવામાં આવે છે. કોઈ ફેશન ઈવેન્ટમાં જો તે સૂટ-સાડી પહેરી ના રહી હોય તો તે તેવા ડ્રેસ પસંદ કરે છે, જેમાં તેમની સુંદરતા સાથે-સાથે ફેશનનો પણ ઉલ્લેખ કરવામાં આવે. તેનું સૌથી તાજું ઉદાહરણ વર્ષ ૨૦૧૯માં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં સંપન્ન થયેલ મેટ ગાલા ૨૦૧૯ ઇવેન્ટ છે. પ્રિયંકા-દિપીકાનાં સિવાય ઇશા અંબાણીએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

આ ડિઝાઈનરનો ડિઝાઇન કરેલો સુટ પહેર્યો હતો

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani Piramal (@ishaambaniii)


તમને જણાવી દઈએ કે આ ઇવેન્ટ માટે ઇશા અંબાણીએ અમેરિકન ફેમસ ફેશન ડિઝાઈનર પ્રબલ ગુરંગનો ડિઝાઇન કરેલ હેવી લવંડર કોઉચર ગાઉન પહેર્યું હતું. તમને જણાવી દઈએ કે ઈશાનો આ ડ્રેસ એક ફ્લોર સ્વીપિગ બોલરૂમ ગાઉન હતું, જેને સુંદર બનાવવા માટે ટ્યૂલ અને શિમર જેવા મિક્સડ્ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગળની તરફ ગાઉનમાં પ્લંજિગ નેકલાઇન બનેલી હતી‌.

આવો હતો ઇશા અંબાણીનો ઓવરઓલ લૂક

આ ઈવેન્ટમાં જો ઇશાના સંપૂર્ણ લૂકની વાત કરીએ તો સ્ટનરે પોતાનાં લૂકને સુંદર બનાવવા માટે ડાર્ક ટોન મેકઅપની સાથે લિપસ્ટિક, કોહલ આઇઝ, બિંમિગ હાઈલાઈટર અને વાળને પફી લુક આપીને સોફ્ટ કર્લ સાથે ખુલ્લા જ રાખ્યા હતાં. જ્યાં પોતાના લુકને વધારે શ્રેષ્ઠ બતાવવા માટે ઈશાએ એક ચમકતા હીરાનો હાર સાથે સ્ટેટમેન્ટ રીંગને પહેરી હતી. તેની સાથે તેમણે ડ્રાપ ડાઉન ઇયરિંગ્સને પસંદ કરી હતી.

આ રીતે બન્યો હતો ઈશાનો બહુમૂલ્ય ડ્રેસ

ડિઝાઇનર પ્રબલ ગુરંગએ ઇશા અંબાણીનાં આ જબરજસ્ત ડ્રેસ વિશે પોતાનાં ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર જાણકારી શેર કરી જણાવ્યું કે, ઈશા ના આ ડ્રેસને તૈયાર કરવામાં ૩૫૦ કલાકથી પણ વધારે સમય લાગ્યો હતો. આ ડ્રેસની ખાસિયત ઓસ્ટ્રિચ ફેધર છે, જે બોલરૂમને ફ્લોન્ટ કરવામાં ઘણી મદદ કરે છે. અમે તેમનાં પર ઘણી બારીકાઇથી કામ કર્યું છે, કારણકે અમને ખબર હતી કે ઈશા કોણ છે અને તેમને કેવા પ્રકારના આઉટફિટ્સ પહેરવાનું પસંદ છે. તેમણે જણાવ્યું કે ફેશન ઈવેન્ટની થીમને ધ્યાનમાં રાખીને અમે આ આઉટફિટમાં ડ્રામૈટિક ટચ આપવાની કોશિશ કરી હતી, તેમાં અમે સફળ પણ થયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *