વર્ષ ૧૯૯૭ની સૌથી સફળ અને વધારે કમાણી કરવાવાળી બોલીવુડ ફિલ્મ “ઇશ્ક” એ પોતાના ૨૩ વર્ષ પૂરા કરી લીધા છે. ૨૯ નવેમ્બર ૧૯૯૭નાં રોજ સિનેમાઘરોમાં દસ્તક આપનારી ફિલ્મ “ઈશ્ક” એ દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. આ ફિલ્મમાં લીડ રોલ નિભાવવા વાળી જુહી ચાવલા એ ફિલ્મ સાથે જોડાયેલ એક મજેદાર સીન શેર કર્યો છે. કાજોલ, આમીરખાન, જુહી ચાવલા અને અજય દેવગન જેવા સિતારાઓથી ભરપૂર ફિલ્મ “ઈશ્ક” આજે પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે.
જુહી ચાવલાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી યાદો
બોલિવૂડની ચુલબુલી અને શ્રેષ્ઠ એક્ટ્રેસ જુહી ચાવલાએ પોતાની યાદગાર ફિલ્મનાં ૨૩ વર્ષ પુરા થવા પર ફિલ્મનો એક મજેદાર સીન સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સીનમાં ચારેય કલાકારો એકસાથે જોવા મળી રહ્યા છે. સીનમાં અજય દેવગન એક્ટ્રેસ જુહીની કારને પોતાની ગાડીથી ટક્કર મારે છે. આગળનો મજેદાર સીન તમે વીડિયોમાં પણ જોઈ શકો છો.
View this post on Instagram
જુહીએ આ વીડિયો ક્લિપને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું છે કે, “ઈશ્ક” ના ૨૩ વર્ષ. મારા ફેવરિટ સીનમાંથી એક. તમારી પાસેથી સાંભળવું ખૂબ જ સારું લાગે છે… આમિરખાન, અજય દેવગન, કાજોલ. તમારી મનપસંદ મેમરી ?
૧૯૯૭ ત્રીજી સૌથી હિટ ફિલ્મ
ફિલ્મ “ઈશ્ક” ની સફળતાનો અંદાજો તમે તે વાતથી જ લગાવી શકો છો કે તે ફિલ્મ વર્ષ ૧૯૯૭ ની ત્રીજી સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ હતી. ફિલ્મના ગીતો અને સંગીત એ પણ લોકોનું ખૂબ જ મનોરંજન કર્યું હતું. જણાવી દઈએ કે તે આમિર ખાન અને જુહી ચાવલાની જોડી વાળી છેલ્લી ફિલ્મ હતી. ત્યારબાદ બંનેએ ક્યારેય પણ કોઈ ફિલ્મમાં એકસાથે કામ કર્યું નથી. જ્યારે બીજી તરફ ફિલ્મ “ઈશ્ક” સુપરસ્ટાર અજય દેવગન અને કાજોલની વચ્ચે પ્રેમ કરાવવામાં સફળ રહી હતી. કહેવામાં આવે છે કે ફિલ્મ “ઈશ્ક” માં સાથે કામ કરવા દરમિયાન અજય અને કાજોલ એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા.
કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિત પણ ફિલ્મ “ઇશ્ક” માટે હતી પહેલી પસંદ
પહેલા ફિલ્મ માટે મેકર્સ એ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને માધુરી દિક્ષિતને એપ્રોચ કરી હતી. જોકે અજય દેવગન આ ફિલ્મમાં હોવાના લીધે કરિશ્માએ પોતાના હાથ પાછા ખેંચી લીધા હતા, જ્યારે કોઇ કારણવશ માધુરીએ પણ ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી દીધી હતી. નિર્દેશક ઇન્દર કુમારનાં નિર્દેશનમાં બનેલી ફિલ્મ “ઈશ્ક” માં કાજોલ, આમીરખાન, જુહી ચાવલા અને અજય દેવગન સિવાય જોની લીવર, દિલીપ તાહિલ, સદાશિવ અમરાપુરકર જેવા કલાકારોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. દિલીપ તાહિલ એ જુહી ચાવલા જ્યારે સદાશિવ અમરાપુરકર એ અજય દેવગનનાં પિતાનો રોલ ભજવ્યો હતો.