આઈસોલેશનમાં વરુણ ધવનનાં થઈ ગયા આવા હાલ, તસ્વીરોમાં ઓળખવા પણ થયા મુશ્કેલ

બોલિવૂડ એક્ટર વરુણ ધવન હાલના દિવસોમાં કોઈને કોઈ કારણના લીધે ચર્ચામાં બનેલા રહે છે. થોડા દિવસો પહેલાં જ તે કોરોના પોઝિટિવ થયા હતા. આવુ ચંદીગઢમાં ફિલ્મ “જુગ જુગ જિયો” ના શૂટિંગ કરવાને કારણે થયું હતું. તેમની સાથે એક્ટ્રેસ નીતુ કપૂર અને ફિલ્મના ડાયરેક્ટર રાજ મહેતા પણ કોરોના પોઝિટિવ થયા હતા.

કોરોના પોઝિટિવ થયા બાદથી જ વરુણ આઈસોલેશનમાં છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ત્રણ તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તેમનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનો લુક જોવા મળી રહ્યો છે. મતલબ કે પહેલા ફોટોમાં તે ખૂબ જ યંગ, જ્યારે બીજામાં વર્તમાન લૂકમાં જ્યારે ત્રીજા ફોટોમાં વૃદ્ધ દેખાઈ રહ્યા છે.

આ તસ્વીરોને સોશિયલ મીડિયા પર શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “આઈસોલેશનનું જીવન, મને વધતી ઉંમરમાં જોવા માટે રાઈટ સાઈડમાં સ્વાઈપ કરો”.

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)

વરુણ ધવનનો આ આઈસોલેશન લુક ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ફેન્સને વરૂણનો આ અંદાજ ખૂબ જ પસંદ આવ્યો છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વરુણએ આ ફોટોઝ એક ફોટો એડિટિંગ એપની મદદથી બનાવ્યો છે. તેમની આ પોસ્ટને અત્યાર સુધીમાં ૧૨ લાખથી વધારે ફેન્સ લાઈક કરી ચૂક્યા છે. તેમના પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. જણાવી દઈએ કે વરુણનું સેન્સ ઓફ હ્યુમર હંમેશાથી જ ગજબનું રહ્યું છે.

કામની વાત કરવામાં આવે તો વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ “કુલી નંબર વન” ૨૫ ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર પણ આવી ચૂક્યું છે અને તેમને ફેન્સ દ્વારા ખૂબ જ પ્રેમ પણ મળી રહ્યો છે. તેના સિવાય ફિલ્મના ગીતો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. હાલમાં જ વરુણ એ ફિલ્મનું “મમ્મી કસમ” ગીત ટ્વિટ કર્યું છે.