ગઇકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ શરૂ થાય તે પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદનાં કારણે ટોસમાં વિલંબ થયો હતો. અમદાવાદમાં વરસાદ આંખે ઉડીને વળગે તેવી રમત રમી રહ્યો છે. ક્યારેક વરસાદનું જોર વધી રહ્યું છે તો ક્યારેક અટકી જાય છે. આવી સ્થિતિમાં ચાહકોનાં મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદનાં કારણે ગઇકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો શક્ય થઈ શક્યો નહોતો, તો આ મેચ રિઝર્વ ડે એટલે કે આજે રમાશે. જો આજે પણ મેચ નહીં રમાય અને બંને દિવસે વરસાદ ચાલુ રહેશે તો ટેબલ ટોપ એટલે કે ગુજરાતની ટીમને આ સિઝનની વિજેતા જાહેર કરવામાં આવશે કારણ કે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.
જો આજે રાત્રે ૯.૩૫ વાગ્યા સુધીમાં મેચ શરુ નહિ થાય તો સમીકરણો બદલાય જશે. પછી ઓવરો કાપવાનું શરૂ કરશે. આવી સ્થિતિમાં બંને ટીમો નવા આયોજન સાથે મેદાન પર ઉતરવાનો પ્રયાસ કરશે. લાંબા સમય સુધી વરસાદ વરસ્યા બાદ હાલ પુરતો તો વરસાદ બંધ થઇ ગયો છે. આવી સ્થિતિમાં મેચની સંભાવના ચાહકો માટે મોટા સારા સમાચાર તરીકે વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને પોતાના હોમગ્રાઉન્ડ પર રમવાનો સૌથી મોટો ફાયદો મળી શકે છે. અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલનું બેટ ખુબ જ ધુમ મચાવી રહ્યું છે. આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી ૧૨ ટી-૨૦ મેચમાં શુભમન ગિલે ૮૪ ની એવરેજથી ૭૫૬ રન બનાવ્યા છે. ગિલે અહીં ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.
ચેન્નઈ સુપર કિંગ્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન : રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોન્વે, શિવમ દુબે/મતિષા પથીરાના, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમ.એસ.ધોની (કેપ્ટન અને વિકેટકિપર), દિપક ચહર, તુષાર દેશપાંડે, માહિષ તિક્ષણા.
ગુજરાત સંભવિત પ્લેઈંગ ઈલેવન : શુભમન ગિલ/જોશુઆ લિટલ, રિદ્ધિમાન સાહા (વિ.કી.), સાઈ સુદર્શન, હાર્દિક પંડયા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, નુર અહમદ, મોહિત શર્મા, મોહમ્મદ શમી.