સરકારી ઓફિસનાં બોર્ડ પર લખેલું હતું, “મહેરબાની કરીને અવાજ ના કરો”, કોઈએ તેની નીચે લખી લીધું કે…

Posted by

જોક્સ

લગ્ન બાદ પતિ-પત્નિનો પ્રેમ કેવો બદલાય જાય છે જાણો…

પહેલા વર્ષે : જી… જમવાનું તૈયાર છે, જમી લો. તમે ક્યારનુંય કંઇ નથી ખાધું.

બીજા વર્ષે : જી… જમવાનું તૈયાર છે. આવી જાઓ.

ત્રીજા વર્ષે : જમવાનું તૈયાર છે, જ્યારે જમવું હોય ત્યારે કહી દેજો.

ચોથા વર્ષે : મેં જમવાનું બની ગયું છે, જમી લેજો, હું બહાર જાવ છું.

પાંચમાં વર્ષે : હું જમવાનું નહીં બનાવું, હોટેલથી લઇ આવજો.

છઠ્ઠા વર્ષે : જ્યારે જોવો ત્યારે જમવું-જમવું, હજી સવારે તો ખાધું.

હવે વાંચો લગ્ન પછી પતિ ઓ કેવા બદલાય જાય છે…

પહેલા વર્ષે : ડાર્લિંગ… સાચવીને, ત્યાં ખાડો છે.

બીજા વર્ષે : અરે યાર… જોઈને તો ચાલ, ત્યાં ખાડો છે.

ત્રીજા વર્ષે : દેખાતું નથી?. ત્યાં ખાડો છે.

ચોથા વર્ષે : આંધળી છે… ખાડો નથી દેખાતો?.

પાંચમા વર્ષે : અરે ત્યાં ક્યાં મરવા જાય છે, ખાડો તો અહીંયા છે.

જોક્સ

એક છોકરીનો મોબાઈલ ખુબ જ ગરમ થઇ રહ્યો હતો.

છોકરી : મારા મોબાઈલમાં હિટીંગ થઇ રહ્યું છે, ખુબ જ ગરમ થઇ રહ્યો છે.

દુકાન વાળો : તેમાં તો તમારા મમ્મી ની ભુલ છે.

છોકરી : કેમ?… મારી મમ્મી એ શું કર્યું?.

દુકાન વાળો : આખો દિવસ-રાત તો તારી મમ્મી દુવા કરતી રહે છે કે,

“આગ લાગે આ ફોન ને. બસ દુવા મંજુર થઇ ગઈ છે”.

જોક્સ

એક છોકરાની “માં” ને ખબર પડી કે ગઇ રાતે તેનો છોકરો બાર ડાન્સમાં હતો.

“માં” એ દિકરાને ખુબ જ માર્યો પછી પુછ્યું : એ તો કહે… ત્યાં તે કોઇ તેવી વસ્તુ જોઇ?,

જે તારે ના જોવી જોઇએ?.

છોકરા : હા… જોઈને.

માં : શું??.

છોકરો : “માં”, પાપા પણ ત્યાં જ હતાં.

જોક્સ

એક અમેરિકન ડોક્ટર ભારત આવ્યા.

બસ સ્ટેન્ડ પાસે એક બુક સ્ટોલ ઉપર પુસ્તક જોતા જ તેમને હાર્ટ-એટેક આવી ગયો.

૨૦ રૂપિયાનાં એક પુસ્તકનું નામ હતું : “૩૦ દિવસમાં ડોક્ટર કેવી રીતે બનવું?”.

જોક્સ

ગુજરાતીઓનાં ગાડી ચલાવવાના ફંડા

જો કોઇ તેમનાથી ફાસ્ટ ચલાવતું હોય તો “સાલો મરવાનો લાગે છે”.

જો કોઇ તેમનાથી ધીમે ચલાવતું હોય તો “બાપાનાં બગીચામાં ફરવા આવ્યો છે”.

જો કોઇ તેમની સાથે ચલાવતું હોય તો “બાપ સાથે રેસ લગાવે છે… આવી જા ચાલ”.

જોક્સ

એક છોકરી એ બોયફ્રેન્ડ સાથે ઘણા દિવસોથી વાત નહોતી કરી.

છોકરી એ રોમેન્ટિક થઈને ફેસબુક ઉપર અપડેટ કર્યું.

છોકરી : ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના..

થોડા સમય પછી છોકરાની કોમેન્ટ આવી.

છોકરો : નાલાયક… ધીમે ધીમે જ આવી રહ્યો હતો,

તારી સોસાયટી વાળાઓએ ચોર સમજીને ઢીબી નાખ્યો.

જોક્સ

જ્યારે તમે રોવો છો તો કોઈ નથી જોતુ.

જ્યારે તમે ચિંતિત હોવ છો તો કોઈ નથી જોતુ.

જ્યારે તમે મુશ્કેલીમાં હોવ છો તો પણ કોઈ નથી જોતુ.

પણ એક દિવસ કોઈ છોકરી સાથે ફરવા નિકળો,

તો એની માને… ઇ દિવસે આખુ ખાનદાન જોઇ લે છે.

જોક્સ

સરકારી ઓફિસનાં બોર્ડ પર લખેલું હતું,

“મહેરબાની કરીને અવાજ ના કરો”.

કોઈએ તેની નીચે લખી લીધું,

“નહીંતર અમે જાગી જઈશું”.