આઈટમ સોંગ કરીને રાતોરાત મશહૂર થઈ હતી આ ૫ હસીનાઓ, આજે જીવી રહી છે ગુમનામીનું જીવન

Posted by

ફિલ્મ જગતમાં આજકાલ આઈટમ સોંગનો જલવો કેવો છે, તે કોઈનાથી છુપાયેલ નથી. ખાસ કરીને વાત કરીએ બોલિવૂડની તો અહીંયા આઈટમ સોંગનો ક્રેઝ તો કંઈક વધારે જ જોવા મળી રહ્યો છે અને આ ગીતોને હિટ બનાવવાનું કામ કરે છે બોલિવૂડની સુંદર હસીનાઓ. જેમને ઇન્ડસ્ટ્રીમાં “આઈટમ ગર્લ” ના નામથી જાણવામાં આવે છે. એક સમયે અમુક આઈટમ ગર્લ્સનો બોલિવૂડમાં જબરદસ્ત દબદબો રહ્યો હતો અને તેમના વગર ફિલ્મો હિટ કરાવવી મુશ્કેલ માનવામાં આવતી હતી. આ આઈટમ ગર્લ્સ ફિલ્મોમાં પોતાના ગીતોનાં કારણે એટલી મશહૂર થઈ ગઈ હતી કે ફિલ્મોમાં તેમને તેમના ગીતો અને ડાન્સના કારણે જ યાદ કરવામાં આવતી હતી. જોકે થોડા સમયની જ સફળતા ચાખીને બોલિવૂડની આ પોપ્યુલર આઈટમ ગર્લ્સ હવે ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ચૂકી છે. એક સમયે લોકોના દિલો પર રાજ કરવા વાળી આઈટમ ગર્લ્સ હવે ગુમનામીનું જીવન પસાર કરી રહી છે.

યાના ગુપ્તા


વર્ષ ૨૦૦૩માં “દમ” ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં વિવેક ઓબરોય અને દિયા મિર્ઝા લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં એક ગીત હતું “બાબુજી જરા ધીરે ચલો” જેમણે દર્શકો પર પોતાનો જાદુ ચલાવી દીધો હતો. તે સમયે આ ગીતે ખૂબ જ ધૂમ મચાવી હતી અને આજે પણ આ ગીત લોકોને એટલું જ પસંદ આવે છે.

તમને જણાવી દઇએ કે આ ગીત યાના ગુપ્તા પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ આઇટમ સોંગની આગળ લોકોનું ફિલ્મ પર ધ્યાન જ ના ગયું. આ ગીત આવ્યા બાદ યાના ખૂબ જ પોપ્યુલર થઈ ગઈ હતી પરંતુ આજે તે ક્યાં છે તેમના વિશે કોઈને પણ જાણકારી નથી.

દીપલ શો


બોલીવુડ હિટ ગીત “કભી આર કભી પાર” ના રિમેકમાં દીપલ શો નજર આવી હતી. આ ગીતમાં દીપલ એટલી ગ્લેમરસ જોવા મળી હતી કે લોકો તેમને “બાર્બી ગર્લ” ના નામથી બોલાવવા લાગ્યા હતા. તે ઈમરાન હાશ્મીની ફિલ્મ કલયુગમાં નજર આવી હતી.

દીપલને છેલ્લે વર્ષ ૨૦૧૧ની ફિલ્મ “સાહેબ બીવી ઔર ગેંગસ્ટર” માં જોવામાં આવી હતી. હાલના દિવસોમાં દીપલ બોલિવૂડમાં તો નહી પરંતુ સોશિયલ મીડિયા પર જરૂર એક્ટિવ રહે છે.

મેઘના નાયડુ


મેઘના નાયડુ પોતાના જમાનાની સૌથી મશહૂર અને “આઈટમ ગર્લ” માંથી એક રહી હતી. મેઘના “કલીયો કા ચમન” ગીતના રિમેકમાં નજર આવી હતી અને પોતાની સુંદરતાથી લોકોના હોશ ઉડાવી દીધા હતા. ત્યારબાદ ફિલ્મ “હાદિયા” થી પણ મેઘનાએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.

જોકે મેઘનાનું એક્ટિંગ કરિયર ક્યારેય ઉપર આવી શકયું નહી. મેઘનાએ ત્યારબાદ ટેનિસ ખેલાડી મિચેલ રેઈસ સાથે લગ્ન કરી લીધા. હાલના દિવસોમાં મેઘના બોલિવૂડથી દૂર છે અને દુબઈમાં પોતાનું લગ્નજીવન એન્જોય કરી રહી છે.

મુમૈત ખાન


બોલિવૂડની સુપરહિટ ફિલ્મ “મુન્નાભાઈ MBBS” માં મુમૈત ખાનનું એક આઈટમ સોંગ ખૂબ જ મશહૂર થયું હતું. તે ફિલ્મનું ગીત “દેખલે આંખો મેં આંખે ડાલ” માં નજર આવી હતી. આ ગીતે તેમના કરિયરને ઊંચાઇઓ પર પહોંચાડી દીધું હતું. સાઉથ અને હિંદી ફિલ્મોમાં સારું કરિયર હોવા છતાં પણ તેમનું નામ હંમેશાં વિવાદોમાં જ રહ્યું.

એન ટી રામા રાવ જુનિયર દ્વારા હોસ્ટ કરવામાં આવેલ બિગ બોસ તેલુગુની પહેલી સીઝનની મુમૈત પહેલી કન્ટેસ્નન્ટ હતી. જોકે ત્યારબાદ તે પણ ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ.

નિગાર ખાન


નિગાર ખાન નોર્વેની મશહૂર મોડલ હતી અને તે જ્યારે પહેલીવાર “ચડતી જવાની મેરી” ગીતના રિમેકમાં નજર આવી તો લાખો લોકોનું દિલ ચોરી લીધું. તેમનો આ મ્યુઝિક વીડિયો ખૂબ જ લોકપ્રિય થયો હતો. નિગાર એ સાહિલ ખાન સાથે લગ્ન પણ કર્યા હતા.

બંને પોતાના લગ્નને લઈને ખૂબ જ વિવાદોમાં રહ્યા હતા. જોકે અંતમાં બંનેના છૂટાછેડા થઈ ગયા. જોકે હાલમાં તો નિગાર ખાન ક્યાં છે અને શું કરી રહી છે તેમના વિશે કોઈને પણ જાણકારી નથી. તે છેલ્લે વર્ષ ૨૦૧૫ની ફિલ્મ “દો ચહેરે” માં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *