જાદુઇ રત્ન : આ રત્ન રાજાને રંક બનાવી દે છે અને રંકને રાજા, પહેરતા પહેલા ખાસ જાણી લો તેમની આ ૮ વાતો નહિતર…

Posted by

ભગવાન શનિનાં રત્ન નીલમનું હિન્દુ જ્યોતિષશાસ્ત્રમાં ખુબ જ મોટું મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે નીલમ જ્યારે કોઈપણ વ્યક્તિને સકારાત્મક પરિણામ આપે છે તો તે થોડા જ દિવસોમાં તે વ્યક્તિને રાજા બનાવી દે છે અને જો ખરાબ પ્રભાવ આપવા લાગે છે તો રાજાને પણ રંક બનાવતાં જરા પણ સમય લાગતો નથી. તેથી ખુબ જ પારખીને નીલમ રત્ન ધારણ કરવો પડે છે. તો ચાલો જાણી લઈએ કે નીલમ રત્ન ધારણ કરવા દરમિયાન તે કઈ ૮ વાતો લોકો સાથે થાય છે.

  • નીલમ રત્ન શનિ ગ્રહનો પ્રતિનિધિ રત્ન છે. શનિ ગ્રહ ખુબ જ પ્રભાવશાળી હોય છે, જેથી કરીને નીલમ રત્ન પણ ખુબ જ અસરકારક હોય છે. આ રત્ન ને શનિ ગ્રહને સંતુલિત કરવા માટે પહેરવામાં આવે છે અને તેને પહેરવાથી આકસ્મિક ઘટનાઓ ખુબ જ વધી જાય છે, જેનાં લીધે પણ લોકો તેને પહેરવાથી અચકાય છે.
  • આ રત્નનો પ્રભાવ ખુબ જ ઝડપથી દેખાવા લાગે છે. જો આ રત્ન તમારા માટે અનુકુળ નથી અથવા તો તમને સકારાત્મક ફળ આપતો નથી તો તમને આંખોમાં તકલીફ મહેસુસ થવા લાગે છે.

  • નીલમ રત્ન તમારા માટે પ્રતિકુળ હોવા પર દુર્ઘટનામાં ઈજા પહોંચી શકે છે અને શારીરિક કષ્ટ પરેશાન કરી શકે છે.
  • નીલમ રત્ન વ્યક્તિને શુભ ના હોવા પર આ રત્ન ધારણ કરનાર વ્યક્તિને તરત જ આર્થિક નુકશાનીનો સામનો કરવો પડી શકે છે.
  • જો નીલમ રત્ન કોઈ વ્યક્તિ માટે અનુકુળ નથી તો ખરાબ સપના આવવા લાગે છે.

  • નીલમ રત્ન જેમના માટે અનુકુળ અને શુભ હોય છે, તેમને ધારણ કરતાં જ શુભ ફળ આપવા લાગે છે. સૌથી પહેલાં તો સ્વાસ્થ્ય સંબંધિત જો કોઈ પરેશાની ચાલી રહી હોય તો તેમાં રાહત મહેસુસ થવા લાગે છે.
  • નીલમ રત્ન શુભ હોવા પર ધારણ કરનાર વ્યક્તિને આર્થિક લાભ મળે છે. નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિનાં સંકેત પણ નીલમ રત્ન તરત જ આપવા લાગે છે.
  • નીલમ રત્ન ધારણ કર્યા બાદ તમારી સાથે જો કોઈ અશુભ ઘટના ના થાય તો ત્યારે જ તમારે એવું સમજવું જોઈએ કે તમારા માટે આ રત્ન શુભ છે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. આ રત્ન પહેરતાં પહેલાં કોઈ જ્યોતિષ વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી.