જમી લીધા બાદ ગોળનું સેવન હોય છે ખૂબ જ ફાયદાકારક, મોટામાં મોટી બિમારીઓને ભગાડે છે દુર

Posted by

ગોળનું ભારતીય સંસ્કૃતિમાં પોતાનું એક અલગ જ મહત્વ છે. પહેલાના સમયમાં ગોળનું સેવન વધારે પ્રમાણમાં થતું હતું. તે સ્વાસ્થ્ય માટે ઘણા દ્રષ્ટિકોણથી લાભદાયક છે. પરંતુ એક વિશેષ કાવતરા હેઠળ આપણા સ્વાસ્થ્યને ખતમ કરવા માટે અંગ્રેજ સરકારે ગોળ બનાવનારી ભઠ્ઠીઓને ગેરકાયદેસર જાહેર કરીને જબરદસ્તીથી ખાંડ ખવડાવવાનું શરૂ કર્યું અને તેનું પરિણામ આપણે હજી સુધી ભોગવી રહ્યા છીએ.

આજે પણ શેરડીના કિસાનો પોતાના પાકને લઈને ઘરે-ઘરે ભટકી રહ્યા છે અને પહેલા પોતાના ઘરમાં જ શેરડીમાંથી ગોળ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને ખાસ વાત તો એ છે કે આજે પણ એ જ કાયદો ભારત સરકારમાં પણ લાગુ છે. ધન્ય છે તે લોકો જેમણે અંગ્રેજોના કાયદાઓને કોપી-પેસ્ટ કર્યા અને દેશના મહાનાયક બની ગયા. ચાલો છોડો આ મુદ્દો એટલો ગંભીર નથી પરંતુ અમુક ખરાબ વિચાર ધરાવતા લોકો તેને વધારે ગંભીર બનાવી દેતા હોય છે. તો વાત કરીએ શેરડીની.

શેરડીના રસથી ગોળ અને ખાંડ બંને બને છે. પરંતુ શું તમે જાણો છો ખાંડ બનવા પર આયરન તત્વ, પોટેશિયમ, ગંધક, ફાસ્ફોરસ અને કેલ્શિયમ વગેરે તત્વ નષ્ટ થઈ જાય છે પરંતુ ગોળમાં તે તત્વ પૂરી માત્રામાં હાજર હોય છે. ગોલ વિટામિન-એ અને વિટામિન-બી નો સારો સ્ત્રોત છે. ગોળના એવા ઘણા ફાયદા છે જેને જાણીને તમને પણ ગોળ ખાવાની ઈચ્છા વધી જશે. ગોળમાં એવું શું છે અને કઈ રીતે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે સૌથી સારો માનવામાં આવે છે. આજે સમયનો એવો માર પડ્યો છે કે મોટાભાગના શેરડી બનાવનાર પણ તેમની શુદ્ધતા પર પૂરતું ધ્યાન આપતા નથી પરંતુ તેમ છતાં પણ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો અને ફાયદાકારક છે.

શેરડી સ્વાસ્થ્ય માટે લાભદાયક હોવાની સાથે જ સ્વાદિષ્ટ પણ હોય છે. ગોળનું નિયમિત રૂપે થોડું થોડું સેવન કરવાથી ઘણા રોગોમાંથી બચી શકાય છે. આયુર્વેદ સંહિતાના અનુસાર તે ખૂબ જ ઝડપી પચવા વાળો, લોહી બનાવનાર અને ભૂખને વધારનાર હોય છે. ક્યારેક ઘરમાં ગોળનાં ભાત તેમજ દલિયો બનાવીને ટેસ્ટ કરજો. જે સ્વાદ તેમાં આવશે તે કોઈપણ ફાઈવ સ્ટાર હોટલમાં નહીં આવે. (આ લેખકનો વ્યક્તિગત અનુભવ છે). આ સિવાય પણ ગોળથી બનાવેલી ચીજોને ખાવાથી ઘણી બિમારીઓમાંથી રાહત મળે છે. તો ચાલો જાણીએ ગોળના ફાયદાઓ.

બાળકો માટે ફાયદાકારક

ગોળમાં કેલ્શિયમની માત્રા વધારે હોવાથી તે બાળકોની હાડકાઓની નબળાઈઓને દૂર કરે છે. સાથે જ બાળકોના દાંત તૂટવા પર થનાર નબળાઈને પણ દૂર કરે છે. બાળકોને ગોળ ખવડાવવો તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

આર્યનની ખામી માટે

માતાઓ અને બહેનોમાં આર્યનની ખામી જોવા મળે છે. તેવામાં ઘણી વાર માસિક ધર્મમાં પણ પરેશાની બની જાય છે. જો તે ગોળનું સેવન કરે તો તેમનાથી તેમને ફાયદો મળી શકે છે. શરીરમાં લોહીની ઉણપ હોય તો પણ આર્યનની માત્રા પણ ઓછી થઈ જાય છે. તેવામાં ગોળમાં ૧૧% મિલીગ્રામ આર્યન તત્વ હોય છે જે લોહીની ખામી અને હિમોગ્લોબિન ઘટાડવાની સમસ્યાને ઠીક કરી નાખે છે.

વૃદ્ધત્વ અને માનસિક સ્વાસ્થ્ય માટે

વિટામીન-બી હોવાને કારણે ગોળ માનસિક રોગોને દૂર કરે છે. પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ગોળ, દહીં અને માખણ ખાવાવાળા લોકોને વૃદ્ધત્વ જલ્દી આવતું નથી એટલા માટે ગોળ જરૂર ખાવો.

તુરંત શક્તિદાયક

પહેલા જ્યારે લોકો મહેનતનું કામ કરતા હતા તો કામ શરૂ કરતા પહેલા ગોળ જરૂરથી ખાતા હતા. ગોળ ખાવાથી તુરંત એનર્જી મળી જાય છે. ગામડામાં એવા અનેક ઉદાહરણ મળી જશે જ્યાં વડીલો ગોળનું સેવન કર્યા બાદ ગાય અથવા બળદને પોતાના ખભા પર ઉઠાવી લીધો હોય અથવા કોઈ મોટું વૃક્ષ ઉઠાવી લીધું હોય. ગોળ તુરંત શક્તિ આપવા માટે ખૂબ જ સહયોગી છે.

હૃદયની બીમારી માટે લાભદાયક

ગોળમાં રહેલ પોટેશિયમ હ્રદય સંબંધી બીમારીઓને અટકાવવા માટે ફાયદાકારક છે. હૃદયના દર્દીઓ માટે ખાંડ નુકસાનદાયક હોય એટલા માટે ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક હોય છે.

ગોળના અન્ય ફાયદાઓ

 • શિયાળાના દિવસોમાં ગોળ, આદુ અને તુલસીના પાનનો ઉકાળો બનાવીને ગરમાગરમ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને આ ઉકાળો શરદી ખાંસીથી પણ બચાવે છે.
 • કફ જામી ગયો હોય તો ગોળને ઓગાળીને તેની પાપડી બનાવીને ખાવી જોઈએ.
 • ૫ ગ્રામ ગોળને એટલી માત્રામાં જ સરસવના તેલમાં મિક્સ કરીને ખાવાથી શ્વાસના રોગમાંથી છુટકારો મળે છે.
 • ગોળ અને કાળા તલના લાડુ ખાવાથી શિયાળામાં અસ્થમાની પરેશાની રહેતી નથી.
 • ગોળ, સિંધાલૂણ મીઠું, સંચળ મિક્સ કરીને ખાવાથી ખાટા ઓડકાર આવતા બંધ થઈ જાય છે.
 • શિયાળાના વાતાવરણમાં ગોળની ચા નું સેવન સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.
 • ભોજન બાદ તુરંત ગોળ ખાવાથી પેટમાં ગેસ બનતો નથી.

 • ગોળ તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમના શરીરમાં લોહીની ઉણપ હોય કારણ કે ગોળમાં આર્યનનો ખૂબ જ મોટો સ્ત્રોત હોય છે અને તે શરીરમાં હિમોગ્લોબીનના લેવલને વધારવામાં મદદ કરે છે.
 • ગોળ આપણી પાચન ક્રિયા માટે ખૂબ જ સારો હોય છે એટલા માટે ગોળને ભોજન બાદ થોડો જરૂરથી ખાવો જોઈએ.
 • ગોળનો પ્રયોગ કમળાના રોગના ઉપચાર માટે પણ કરવામાં આવે છે. ૫ ગ્રામ સૂંઠ અને ૧૦ ગ્રામ ગોળ સાથે લેવાથી કમળાના રોગમાં રાહત થાય છે.
 • ગોળનો ઉપયોગ વિભિન્ન પ્રકારે અલગ-અલગ ડિશ બનાવવામાં પણ કરવામાં આવે છે. જેમ કે ગોળની ચીકી, ગોળની ખીર અને ગોળના પરોઠા વગેરે.
 • ગોળમાં અધિક માત્રામાં પોટેશિયમ મળી આવે છે. જે બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં સહાયક હોય છે.
 • જો તમે કબજિયાતથી પરેશાન છો તો રાત્રે જમી લીધા બાદ ગોળનો એક ટુકડો ખાવાથી કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.

 • જૂનો ગોળ વધારે સારો હોય છે પરંતુ જો જૂનો ગોળ ન મળે તો નવા ગોળને થેલીમાં રાખીને અમુક સમય માટે તડકામાં રાખ્યા બાદ પ્રયોગ કરો છો તો તેનાથી તે જુના ગોળ જેવો ગુણકારી બની જાય છે.
 • ગેસની તકલીફને દૂર કરવા માટે દરરોજ સવારના સમયે ખાલી પેટે થોડો ગોળ ચૂસવો જોઈએ.
 • ગોળની સાથે પકાવેલા ચોખા ખાવાથી બેસી ગયેલું ગળું ખુલી જાય છે.
 • ગોળનો હલવો ખાવાથી સ્મરણ શક્તિમાં વધારો થાય છે.
 • બાજરાની ખીચડી માં ગોળ મેળવીને ખાવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે.
 • ખાટા ઓડકાર આવવા પર ગોળને સંચળ સાથે મિક્સ કરીને ખાવું જોઈએ.
 • ખાલી પેટે હૂંફાળા પાણીમાં ગોળ મિક્સ કરીને પીવાથી તમને ફાયદો મળે છે. જેનાથી શરીરની અંદરની બધી જ ગંદકી સાફ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *