જમીન પર બેસીને જમવાથી થાય છે આ ૫ આશ્ચર્યજનક લાભ, વિજ્ઞાન પણ માને છે

આજના આધુનિક યુગમાં આપણે આપણી પ્રાચીન પરંપરાઓને ભૂલી રહ્યા છીએ. બની શકે છે કે એ પરંપરાઓને આગળ વધારવામાં આપણને શરમ અનુભવાતી હોય કે પછી તેના બીજા કોઈ અન્ય કારણ પણ હોઈ શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ પરંપરાને નજરઅંદાજ કરીને આપણે પોતાનું જ નુકસાન કરી રહ્યા છીએ. આજે અમે વાત કરી રહ્યા છીએ, જમીન પર બેસીને જમવાની પરંપરા વિશે. જે ભારતની ખૂબ જ પ્રાચીન પરંપરાઓમાંથી એક છે.

આજકાલ લોકો ડાઇનિંગ ટેબલ પર કે બેડ પર જમવા લાગ્યા છે. બની શકે છે કે તમે પણ તેમાંથી એક હોય. પરંતુ શું તમે જાણો છો કે વિજ્ઞાન તેને લઈને શું કહે છે? જણાવી દઈએ કે વિજ્ઞાનનું એવું માનવાનું છે કે ડાઈનીંગ ટેબલની જગ્યાએ જમીન પર બેસીને જમવાથી ખોરાક સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક હોય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે જમીન પર બેસીને ભોજન કરવાથી શું લાભ થાય છે.

એક પ્રકારે યોગાસન

જમીન પર બેસીને ભોજન કરવાથી એક પ્રકારે યોગાસન થાય છે, જેને સુખાસન કહેવાય છે. આ આસનના ઘણા બધા લાભ છે. જેમ કે આસન મેરુદંડ (કરોડરજ્જુ) મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવે છે. આ સિવાય ચિંતા, અવસાદ કે અતિ ક્રોધની ભાવનાને શાંત કરીને માનસિક શાંતિ પ્રદાન કરે છે. આ આસનમાં બેસીને જમવા સમયે એક વાતનું વિશેષ ધ્યાન રાખો કે મોઢામાં કોળિયો લેતા સમયે આગળની તરફ વધારે ના વળો.

વજન વધતું નથી

સુખાસન સિવાય તમે જમતા સમયે અર્ધ પદ્માસન લગાવીને પણ બેસી શકો છો. જે ખૂબ જ સારું આસન છે. આ આસનમાં બેસીને જમવાનો લાભ એ થાય છે કે તે ભોજનને ધીરે ધીરે ખાવામાં અને પચાવવામાં મદદ કરે છે, જેનાથી વજન નિયંત્રણમાં રહે છે અને વજન વધતું નથી.

બ્લડપ્રેશર સામાન્ય રહે છે

જમીન પર બેસીને ભોજન કરવાથી કમરના હાડકાના નીચેના ભાગ પર દબાણ પડે છે, જેનાથી શરીરને આરામ મળે છે અને શ્વાસ થોડો મધ્યમ પડી જાય છે અને તમારું બ્લડપ્રેશર સામાન્ય થઈ જાય છે.

પાચન ક્રિયામાં આવે છે સુધારો

ખોટી રીતે ભોજન કરવાથી જે લોકોને સૌથી મોટી અને સામાન્ય સમસ્યા થાય છે તે હોય છે પાચનતંત્રનું ખરાબ થવું. જો તમે જમીન પર બેસીને ભોજન કરશો તો થોડા જ દિવસોમાં તમને ફરકનો અનુભવ થવા લાગે છે અને તેનાથી તમારી પાચનક્રિયામાં ઘણો સુધારો આવશે. સાથે જ પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાંથી પણ રાહત મળશે.

હૃદય બનશે મજબૂત

આ રીતે બેસીને ભોજન કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે. જાણકારી માટે જણાવી દઈએ કે પાચન પ્રક્રિયામાં લોહીનાં પ્રવાહનું ઘણું યોગદાન હોય છે. જો  તમારો ખાધેલો ખોરાક જલ્દી અને યોગ્ય રીતે પચે છે તો હૃદયને પણ ઓછી મહેનત કરવી પડશે. તો હવે તમે સમજી ગયા હશો કે જમીન પર બેસીને ભોજન કરવાથી ક્યાં-ક્યાં લાભ થાય છે અને આપણા પૂર્વજો શા માટે જમીન પર બેસીને જમવાને આટલું મહત્વ આપતા હતા.