દરેકની પસંદ-નાપસંદ, સ્વભાવ, વ્યવહાર અને પર્સનાલિટી એકબીજાથી અલગ હોય છે અને તેમની પાછળ જન્મ તારીખ અને જન્મનો મહિનો ખૂબ જ મોટું કારણ હોય છે. આ બધી જ ચીજો વ્યક્તિના સ્વભાવ અને પર્સનાલિટીમાં ખૂબ જ ઉંડી અસર નાખતી હોય છે. આજે અમે તમને જન્મદિવસના હિસાબથી તમારી પર્સનાલિટી સાથે જોડાયેલ અમુક મહત્વની વાતો જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ તમારા સ્વભાવ અને પર્સનાલિટીના વિશે શું કહે છે તમારા જન્મનો દિવસ.
સોમવાર
સોમવારનાં દિવસે જન્મેલા લોકોનું સામાજિક જોડાણ ખૂબ જ વધારે હોય છે. તેવામાં તેમની આસપાસ હંમેશા લોકોની ભીડ લાગેલી રહે છે. સાથે જ તે પોતાના પરિવારને પણ ખૂબ જ વધારે મહત્વ આપે છે. તેમના સંબંધ પરિવારના દરેક સદસ્યોની સાથે ખૂબ જ સારા હોય છે. આ લોકો સ્વભાવથી જ ચંચળ હોય છે અને તેમને ઘરની અંદર રહેવું પસંદ હોતું નથી. તે હંમેશા લોકો સાથે હળવા મળવાનું પસંદ કરે છે. તેમનામાં બસ એક જ ખામી હોય છે કે તેનામાં ધૈર્ય બિલકુલ પણ હોતું નથી.
મંગળવાર
મંગળવારનાં રોજ જન્મેલા લોકો ઉર્જાથી ભરપુર હોય છે અને ખૂબ જ મહેનતુ સ્વભાવના હોય છે. તે ક્યારેય પણ પોતાના કામથી ભાગતા નથી. તે પોતાના દરેક કામને પૂરી મહેનત અને ધગશથી પૂરું કરતા હોય છે. સાથે જ તે જિદ્દી પણ હોય છે અને જો તે કોઈ ચીજની જીદ એકવાર પકડી લે છે તો તેને પૂરું કરીને જ માને છે. તેમના આ વ્યવહારથી ઘણીવાર તેમના પરિવારનાં લોકો પણ પરેશાન થઈ જાય છે. આ દિવસે જન્મેલા લોકો ગુસ્સાવાળા સ્વભાવના હોય છે અને જ્યારે તેમને ગુસ્સો આવે છે તો તે પોતાના પરિવારનું પણ કંઈ સાંભળતા નથી. તેમના ગુસ્સાવાળા સ્વભાવના કારણે તેમની પાર્ટનર તેમનાથી ઘણીવાર નારાજ રહે છે.
બુધવાર
બુધવારનાં દિવસે જન્મેલા લોકોની બુદ્ધિ ખૂબ જ તેજ હોય છે અને કોઈપણ કામને કરતા પહેલા તે એકવાર જરૂર વિચારતા હોય છે. તે પોતાના માતા-પિતા અને ભાઇ બહેનો સાથે વિશેષ લાગણી રાખે છે. સાથે જ પરિવારના કોઈપણ સદસ્ય માટે તે જીવ આપવા માટે પણ તૈયાર રહેતા હોય છે. ફક્ત પરિવાર માટે જ નહી પરંતુ પોતાના પાર્ટનર માટે પણ આ લોકો સંપૂર્ણ રીતે સમર્પિત હોય છે. બુધવારના દિવસે જન્મ લેવા વાળા લોકો લોજીકલ, પ્રભાવશાળી, પ્રેમાળ અને માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવાવાળા હોય છે.
ગુરૂવાર
ગુરુવારનાં દિવસે જન્મેલા લોકો સપનામાં જીવવા વાળા હોય છે. તે મોટા મોટા સપનાઓ જુએ છે અને તે અનુસાર કામ પણ કરતા હોય છે. તેના સિવાય તે સાહસી અને સમજદાર પણ હોય છે. સાથે જ તેમને લવમેરેજ કરવા ખૂબ જ પસંદ હોય છે અને તે પોતાના પાર્ટનરની પસંદગી ખૂબ જ સમજી-વિચારીને કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ ગુરુવારના દિવસે જન્મેલાં લોકોની મિત્રતા પણ સારા લોકો સાથે હોય છે કારણ કે તે કોઈને પણ પોતાના મિત્ર બનાવતા નથી. પરંતુ ખૂબ જ સમજી-વિચારીને જ લોકોને પોતાના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ કરે છે. તેમને પોતાના મિત્રોની સાથે રહેવું ખૂબ જ પસંદ હોય છે.
શુક્રવાર
શુક્રવારના દિવસે જન્મેલા લોકોને પૈસાની કોઈ કિંમત હોતી નથી. તે ખૂબ જ પૈસા ઉડાવે છે અને બિનજરૂરી ચીજોમાં ખૂબ જ વધારે ખર્ચ કરે છે. તેમની ખરાબ અસર તેમની આર્થિક સ્થિતિ પર પણ પડતી હોય છે. પ્રેમની બાબતમાં પણ આ લોકો પ્રામાણિક હોતા નથી અને કોઈ એક જગ્યાએ ટકી શકતા નથી. જોકે તેમનું વૈવાહિક જીવન ખુશહાલીથી ભરેલું રહે છે. તેમનામાં એક ખાસિયત એ હોય છે કે તે હંમેશા અન્ય લોકોની મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. જો તેમની સામે કોઇ વ્યક્તિ પરેશાનીમાં હોય તો તે તેમને તરત જ સહાયતા પહોંચાડે છે. તેના સિવાય તે પોતાના માતા-પિતાનો સાથ પણ ક્યારેય છોડતા નથી.
શનિવાર
શનિવારના દિવસે જન્મેલા લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. સાથે જ તે અન્ય લોકોની મદદ કરવા માટે પણ હંમેશા આગળ રહે છે. તેમની સામે કેટલી પણ મુશ્કેલ પરિસ્થિતિ કેમ ના આવી જાય પરંતુ તે દરેક પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરે છે. સાથે જ તેમની એક ખાસિયત એ હોય છે કે તે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હસતા રહે છે. શનિવારના દિવસે જન્મ લેવા વાળા લોકો જીવનમાં પોતાના દરેક પગલાં ખૂબ જ સમજી-વિચારીને રાખતા હોય છે. તેવામાં તે પોતાના પાર્ટનરની પસંદગી પણ ખૂબ જ સમજી-વિચારીને કરતા હોય છે.
રવિવાર
જેમનો જન્મ રવિવારના દિવસે થાય છે તે ખુબ જ સીધા, પ્રામાણિક અને મદદ કરવાવાળા હોય છે. તે પોતાના પરિવાર વાળા લોકોની સિવાય પોતાના પાર્ટનરને પણ ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના માટે કંઈપણ કરવા માટે તૈયાર રહેતા હોય છે. તે પરિવારના સભ્યોની નાની-મોટી બધી જ વાતોનું ખૂબ જ ધ્યાન રાખે છે અને તેમને ખુશ રાખવા માટે પૂરી કોશિશ કરે છે.