જાણો એવા રહસ્યમય ગામ વિશે જ્યાં ગયા બાદ કોઈ જીવિત પરત ફરતું નથી

Posted by

દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જેમનાં વિશે ઘણી કહાનીઓ પ્રચલિત છે. રહસ્ય અને રહસ્યમય જગ્યાઓથી આ દુનિયા ભરાયેલી છે. હજી પણ લોકો તે રહસ્યમયી જગ્યાઓનાં વિશે જાણવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તેમના વિશે સંપૂર્ણ હકિકત કોઈ જાણી શક્યું નથી. આજના વિજ્ઞાન યુગમાં પણ વિજ્ઞાન આ રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં નિષ્ફળ રહી છે.

ફિલ્મો હોય છે સમાજનો અરીસો

ઘણીવાર ફિલ્મોમાં આપણને એવી રહસ્યમય ચીજો જોવા મળે છે, જેને જોઈને આપણી આંખો પર વિશ્વાસ થતો નથી. અમુક લોકો કહે છે કે આ તો ફક્ત ફિલ્મ છે પરંતુ ફિલ્મો આપણા સમાજનો અરીસો હોય છે. જે ઘટનાઓ સમાજમાં ઘટતી હોય છે તેના ઉપર જ ફિલ્મો પણ બનાવવામાં આવે છે. તમે ઘણા પ્રકારની ફિલ્મો જોઈ હશે, જે વાસ્તવિક જીવનની ઘટનાઓ પર આધારિત હોય છે.

અમુક લોકોને હોય છે ભૂતોનો ખૂબ જ વધારે ડર

અમુક લોકોને ભૂત-પ્રેત વિષે સાંભળવાનો શોખ હોય છે, તો અમુક લોકોને ભૂતિયા જગ્યાનાં વિશે જાણવાનો ખૂબ જ શોખ હોય છે, જ્યારે અમુક એવા લોકો પણ આપણી વચ્ચે છે જે ભૂતનું નામ સાંભળતા જ થરથર કાંપવા લાગે છે. ઘણી ભૂતિયા જગ્યાઓની વિશે તો તમે સાંભળ્યું જ હશે. આજે અમે તમને એક એવા રહસ્યમયી ગામનાં વિશે જણાવીશું, જ્યાં ગયા બાદ કોઈ પણ જીવિત પરત ફરી શક્યું નથી.

ગામને ઓળખવામાં આવે છે “સીટી ઓફ ડેથ” ના નામથી

હકીકતમાં અમે જે ગામની વિશે વાત કરી રહ્યા છીએ તે રશિયામાં આવેલ છે. રશિયાની આ જગ્યાને “સીટી ઓફ ડેથ” પણ કહેવામાં આવે છે. રશિયાના ઉત્તરી ઓસ્સેટીયામાં સ્થિત દર્ગાવ્સ માં ફક્ત મૃત્યુ પામેલા લોકો જ રહે છે. આ જગ્યા પર અગણિત ઝૂંપડીઓ સ્થિત છે. જોવામાં તો આ ગામ ખૂબ જ સુંદર છે પરંતુ ડરના લીધે ત્યાં કોઈ પણ જતું નથી. આ જગ્યાની વિશે કહેવામાં આવે છે કે લોકો અહીંયા પોતાના સંબંધીઓના મૃત શરીરને ઝૂંપડીઓમાં રાખે છે.

દરેક ઘરમાં દફનાવવામાં આવેલ છે લોકોને

એવું નથી કે આ ગામમાં બધા જ ઘર ઝૂંપડીઓ વાળા જ છે. આ ગામમાં અમુક ચાર માળ વાળા પણ છે. અહીંયા લગભગ દરેક ઘરમાં મૃત શરીરને દફનાવવામાં આવેલ છે. આ ગામને તમે કબ્રસ્તાન પણ કહી શકો છો. આ ગામમાં લગભગ ૯૯ ઘર છે અને દરેક ઘરમાં લોકોને દફનાવવામાં આવેલ છે. અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે આ ઘરમાં જે પણ જાય છે તે જીવિત પરત આવી શકતું નથી. અહીંયાનું વાતાવરણ ખરાબ રહે છે જેના લીધે અહીયા કોઈ જવાનું સાહસ પણ કરતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *