જાણો ભોજન કર્યાનાં કેટલા સમય બાદ પાણી પીવું જોઈએ, ખોટા સમયે પાણી પીવાથી જીવનભર માટે આ બિમારીઓ તમારા શરીરમાં કરી જશે પ્રવેશ

પાણી આપણા શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. દરરોજ ૩-૪ લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ખોટી રીતે અને ખોટા સમય પર પાણી પીવાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચી શકે છે. જે લોકો જમી લીધા બાદ તરત જ પાણી પીવે છે, તેમણે ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણી લઈએ જમી લીધા બાદ ક્યારે પાણી પીવું જોઈએ અને સાથે જ જમી લીધા બાદ તરત જ પાણી પીવાથી થતા નુકશાન વિશે પણ જાણી લઈએ.

જમી લીધા બાદ તરત જ પાણી ક્યારેય પણ પીવું ના જોઈએ. ભોજન પચાવવામાં આપણા શરીરને લગભગ ૨ કલાક જેટલો સમય લાગે છે. આ સમય દરમિયાન પાણી પીવાની અસર પાચનતંત્ર પર પડે છે એટલે આપણે જમી લીધા બાદ ૪૫-૬૦ મીનીટ બાદ પાણી પીવું જોઇએ. તેની સાથે જ એ ધ્યાન રાખવું જોઈએ કે જમવાનાં અડધા કલાક પહેલા જ પાણી પી લેવું જોઈએ. ભોજન દરમિયાન પાણી ના પીવું જોઈએ. ભોજન સાથે કે ભોજન બાદ તરત જ પાણી પીવાથી એસીડીટી, બ્લોટિંગ જેવી સમસ્યા થઈ શકે છે.

યોગ્ય સમયે પાણી પીવાનાં ફાયદા

  • જમી લીધા બાદ એક કલાક બાદ પાણી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો ભોજન દરમિયાન પાણી ના પીવો.
  • જમી લીધા બાદ યોગ્ય સમયે પાણી પીવાથી પાચન સારૂં રહે છે. પાચનતંત્ર મજબુત રહે છે.
  • જમી લીધાનાં એક કલાક બાદ પાણી પીવાથી પાચનતંત્ર પણ મજબુત રહે છે. ગેસ અને એસીડીટીની સમસ્યા થતી નથી.
  • ભોજન કર્યા બાદ તરત જ પાણી ના પીવાથી શરીર ભોજનમાં રહેલાં પોષક તત્વોને સારી રીતે અવશોષિત કરે છે.

જમી લીધા બાદ તરત જ પાણી પીવાથી થતાં નુકશાન

જમી લીધા બાદ તરત જ પાણી પીવાથી તમે સ્થુળતાનો શિકાર થઈ શકો છો, તેનાથી બચવા માટે ભોજન કર્યાનાં લગભગ એક કલાક બાદ પાણી પીવું જોઈએ. ભોજન કર્યા બાદ પાણી પીવું નુકશાનકારક થઈ શકે છે. જમી લીધા બાદ તરત જ પાણી પીવાથી ભોજન યોગ્ય રીતે પચી શકતું નથી. આવી સ્થિતિમાં ભોજનમાં રહેલ ગ્લુકોઝ સડીને ચરબીમાં બદલાઈ જાય છે. ભોજન કર્યા બાદ પાણી પીવાથી શરીરમાં રહેલ બ્લડસુગર લેવલની માત્રા વધી શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે.

ડાયાબિટીસ પીડિત વ્યક્તિએ ભોજન કર્યા બાદ તરત જ પાણી ક્યારેય પણ પીવું ના જોઈએ. જમી લીધા બાદ તરત જ પાણી પીવાથી ભોજન યોગ્ય રીતે પચતું નથી. તેવામાં લોકોને અપચો, ગેસનો શિકાર થવું પડે છે. તળેલું ભોજન કર્યા બાદ પાણી પીવાથી તમને એસીડીટી થ‌ઇ શકે છે એટલું જ નહી જો તમે દરરોજ જમી લીધા બાદ પાણી પીવો છો તો તેનાથી તમને અલ્સર થવાનું પણ જોખમ રહે છે.

ભોજન કર્યા બાદ પાણી પીવાથી મહત્વપુર્ણ પાચક રસ અને એંજાઇમ પણ સીધું પાણીમાં ભળી જશે, તેનાથી શરીરમાં એંજાઇમની ખામી સર્જાય છે. શરીરમાં એસીડનું સ્તર વધી જાય છે, તેનાથી એસીડીટી, બ્લોટિંગ અને છાતીમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે. જમી લીધા બાદ તરત જ પાણી પીવાનું ટાળવું જોઈએ કારણકે તેનાથી ઘણા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. સ્વસ્થ રહેવા માટે હંમેશા જમી લીધાનાં એક કલાક બાદ જ પાણી પીવું જોઈએ. સાથે જ ઉભા-ઉભા પાણી ક્યારેય પણ પીવું ના જોઈએ. હંમેશા બેસીને જ પાણી પીવું જોઈએ.